રિલિસ, જૅકબ ઑગસ્ટ (જ. 3 મે 1849, રિબ, ડેન્માર્ક; અ. 26 મે 1914, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : અમેરિકાના અખબારી પત્રકાર, સમાજસુધારક તથા ફોટોગ્રાફર. અમેરિકાના ગીચ-ગંદા વિસ્તારો(slums)નો તાદૃશ ચિતાર આપતા તેમના પુસ્તક ‘હાઉ ધી અધર હાફ લિવ્ઝ’ દ્વારા તેમણે 1890માં અમેરિકાની અંતરતમ સંવેદનાને હચમચાવી મૂકી હતી. 21 વર્ષની વયે તેઓ સ્થળાંતર કરીને અમેરિકા આવ્યા અને નાનાં-મોટાં વિવિધ…

વધુ વાંચો >

રિલ્કે, રાઇનર મારિયા (જ. 4 ડિસેમ્બર 1875, પ્રાગ, બોહેમિયા, ઑસ્ટ્રિયા-હંગેરી (અત્યારે ઝેક પ્રજાસત્તાકમાં); અ. 29 ડિસેમ્બર 1926, વાલ્મૉન્ટ, સ્વિટ્ઝર્લૅન્ડ) : ઑસ્ટ્રો-જર્મન કવિ. મૂળ નામ રેને મારિયા રિલ્કે. ઑસ્ટ્રો ‘દુઇનો એલિજિઝ’ અને ‘સૉનેટ્સ ટુ ઑર્ફિયસ’ માટે જગવિખ્યાત. ખાસ સુખી નહિ તેવા પરિવારનું એકનું એક સંતાન. તેમના પિતા જોસેફ મુલકી સેવામાં હતા. તેમનાં માતા ઉચ્ચ મધ્યમવર્ગનાં હતાં.…

વધુ વાંચો >

રિવર્ટન (Riverton) : યુ.એસ.ના વાયોમિંગ રાજ્યના મધ્ય-પશ્ચિમે આવેલા ફ્રીમૉન્ટ પરગણાનું શહેર. ભૌગોલિક સ્થાન : 43° 01´ ઉ. અ. અને 108° 22´ પ. રે. તે વિન્ડ નદીના મુખ ખાતે બિગહૉર્ન નદીથી રચાતા સંગમસ્થાને વસેલું છે. 1906માં તે ‘વર્ડ્ઝવર્થ’ નામથી સ્થપાયેલું, પરંતુ તે ચાર નદીઓના સંગમસ્થાન પર આવેલું હોવાથી તેને રિવર્ટન નામ અપાયું છે. તે વિન્ડ રિવર…

વધુ વાંચો >

રિવર્સ, લૅરી (Rivers, Larry) (જ. 17 ઑગસ્ટ 1923, ન્યૂયૉર્ક સિટી) : અમૂર્ત અભિવ્યક્તિવાદી અમેરિકન ચિત્રકાર. ચિત્રમાં બળૂકો આવેગ દર્શાવતા લસરકા માટે તે જાણીતો છે. મૂળ નામ ઇટ્ઝ્રોખ લોઇઝા ગ્રોસ્બર્ગ (Yitzroch Loiza Grossberg). ‘જિલિયાર્ડ સ્કૂલ ઑવ્ મ્યુઝિક’માં રિવર્સે સંગીતસંરચના(composition)નો અભ્યાસ કર્યો અને ધંધાદારી સેક્સોફૉનિસ્ટ બન્યો. 1947થી 1948 સુધી ન્યૂયૉર્ક નગર અને મૅસેચૂસેટ્સમાં અમૂર્ત અભિવ્યક્તિવાદી અગ્રિમ ચિત્રકાર…

વધુ વાંચો >

રિવર્સ, વિલિયમ હેલ્સ રિવર્સ (જ. 1864; અ. 1922) : ઇંગ્લૅન્ડના નૃવંશશાસ્ત્રી. તેમણે શાળાનું શિક્ષણ ટોનબ્રિજ સ્કૂલમાંથી લીધું. કૉલેજ-શિક્ષણ લંડનની સેન્ટ બોથોલોમ્યુ હૉસ્પિટલમાં મેળવ્યું. તબીબી પદવી મેળવ્યા પછી તેઓ રૉયલ કૉલેજ ઑવ્ ફિઝિશિયનમાં જોડાયા. ઈ. સ. 1879માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શરીરવિજ્ઞાન અને પ્રયોગાત્મક મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે સેવા આપી. આ દરમિયાન તેમણે જ્ઞાનેન્દ્રિયોના સંબંધમાં અનેક મહત્વપૂર્ણ અભ્યાસો કર્યા.…

વધુ વાંચો >

રિવાઇવલિઝમ : પ્રાચીન સ્થાપત્યના પુનરુજ્જીવનની ચળવળ (હિલચાલ). સંસ્કૃતિના પુનરુજ્જીવનનો યુગ (1800–1900). ફ્રાન્સમાં રેનેસાંસ સ્થાપત્યનો છેલ્લો તબક્કો ઓગણીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોની એમ્પાયર શૈલી; અને ઇંગ્લૅન્ડમાં જ્યૉર્જિયન શૈલી, જેમાં ક્યારેક લગભગ 1820–30માં પ્રચલિત હતી તે આનંદદાયક રીજન્સી શૈલીનો હતો. આ તમામ શૈલીઓ સુસંગતપણે પ્રાચીન ગ્રીક અને લૅટિન સ્થાપત્યનું પુનરુજ્જીવન હતું. પરંતુ ત્યારપછીનાં વર્ષોમાં ગ્રીક અને ગૉથિક એ…

વધુ વાંચો >

રિવેટ (Rivet) : ધાતુકામમાં કાયમી જોડાણ માટે વપરાતી માથાવાળી પિન. સ્ટીલ-નિર્માણ(steel construction)માં ઘણાં વર્ષો સુધી રિવેટ-જોડાણો અનિવાર્ય (indispensable) હતાં. માથાવાળી પિનના છેડા ઉપર એક શીર્ષ (head) બનાવવામાં આવે છે. આ શીર્ષ હથોડીથી ટીપીને અથવા સીધો દાબ આપીને બનાવાય છે. કૉપરની ધાતુમાંથી બનાવાતા નાના રિવેટમાં શીત રિવેટિંગ (cold rivetting) શક્ય છે. આવા પ્રકારનું રિવેટિંગ, બ્રાસ, ઍલ્યુમિનિયમ…

વધુ વાંચો >

રિવેન્જ ટ્રૅજેડી : કરુણાંત નાટકનો એક પ્રકાર. મોટે ભાગે તેમાં વેરની વસૂલાતનું નાટ્યવસ્તુ હોય છે અને બહુધા નાયક કે ખલનાયક પોતાને થયેલા અન્યાયનો બદલો લેતો હોય છે. આ પ્રકારની લોહીતરસી ટ્રૅજેડીનો સૌથી પ્રાચીન નમૂનો તે ઇસ્કિલસકૃત ‘ઑરેસ્ટ્રિયા’. રેનેસાંસ સમયગાળા દરમિયાન બે પ્રકારના નાટ્યશૈલી-પ્રવાહ જોવા મળે છે. પહેલો પ્રવાહ તે ફ્રેન્ચ-સ્પૅનિશ શૈલીનો; તેના લાક્ષણિક નાટ્યકારો તે…

વધુ વાંચો >

રિવેરા (Rivera) : દક્ષિણ અમેરિકાના ઉત્તર ઉરુગ્વે વિભાગનું પાટનગર. ઉરુગ્વેનું પાંચમા ક્રમે આવતું શહેર. ભૌગોલિક સ્થાન : 30° 54´ દ. અ. અને 55° 31´ પ. રે. તે ઉત્તરે અને ઈશાનમાં બ્રાઝિલની સીમાથી ઘેરાયેલું છે. આ વિભાગ 9,370 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું ભૂપૃષ્ઠ બેસાલ્ટની ઊંચીનીચી ટેકરીઓથી બનેલું હોવાથી અસમતળ છે. શહેર બેસાલ્ટની બે…

વધુ વાંચો >

રિવેરા, ડિયેગો (જ. 8 ડિસેમ્બર 1886, ગ્વાનાહુઆતો, મેક્સિકો; અ. 25 નવેમ્બર 1957, મેક્સિકો સિટી, મેક્સિકો) : મેક્સિકોના આધુનિક ચિત્રકાર. 1896થી 1906 સુધી મેક્સિકોની સાન કાર્લોસ એકૅડેમીમાં તેમણે ચિત્રકલાની તાલીમ લીધી. 1907થી 1921 સુધી તેમણે યુરોપમાં વસવાટ કરી સ્પેન, ફ્રાંસ અને ઇટાલીમાં વિવિધ કલામહાશાળાઓમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન માતીસ, પિકાસો ઇત્યાદિ ટોચના કલાકારો સાથે ઘનિષ્ઠ સંબંધ…

વધુ વાંચો >