Posts by Jyotiben
રિયો, એમિલ વિક્ટર
રિયો, એમિલ વિક્ટર (જ. 1887, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1972) : જાણીતા આંગ્લ સંપાદક તથા ભાષાંતરકાર. પ્રશિષ્ટ સાહિત્યના તેઓ શ્રદ્ધેય વિદ્વાન હતા. તેમને વિવિધ પ્રશિષ્ટ કૃતિઓનાં ભાષાંતર કરતાં કરતાં પોતાનાં પત્ની સમક્ષ તે રજૂ કરતા જવાની ટેવ હતી. એ રીતે તેમનાં પત્નીને ‘ઑડિસી’ની એમની રજૂઆતમાં રસ પડ્યો; પરિણામે રિયોને ‘ઑડિસી’નું પોતીકું રૂપાંતર કરવાની પ્રેરણા મળી. ‘ઑડિસી’ના…
વધુ વાંચો >રિયો ગ્રાન્ડે (નદી)
રિયો ગ્રાન્ડે (નદી) : ઉત્તર અમેરિકાની લાંબામાં લાંબી નદીઓ પૈકીની એક. તે યુ.એસ.ના નૈર્ઋત્ય ભાગને વીંધીને 3,034 કિમી.ની લંબાઈમાં વહે છે. લંબાઈની દૃષ્ટિએ અહીં તે પાંચમા ક્રમે આવે છે. આ નદી મેક્સિકોના અખાતમાં ઠલવાય છે. તે અગાઉ ટેક્સાસમાં આવેલો અલ પાસો વટાવ્યા પછી યુ.એસ. અને મેક્સિકો વચ્ચેની 1,996 કિમી. જેટલી લંબાઈની સરહદ રચે છે. તેનો…
વધુ વાંચો >રિયો ગ્રાન્ડે (શહેર)
રિયો ગ્રાન્ડે (શહેર) : બ્રાઝિલના દક્ષિણ છેડે આવેલા રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યનું શહેર. બ્રાઝિલમાં મુખ્ય બંદરો પૈકીનું એક બંદર. ભૌગોલિક સ્થાન : 32° 02´ દ. અ. અને 52° 05´ પ. રે.. તે રિયો ડી જાનેરોથી નૈર્ઋત્યમાં 1,260 કિમી.ને અંતરે તથા સમુદ્રથી 13 કિમી.ને અંતરે માત્ર 1.5 મીટરની ઊંચાઈએ રહેલા દ્વીપકલ્પીય ભાગ પર લાગોસ દોસ…
વધુ વાંચો >રિયો ગ્રાન્ડે દો સુલ
રિયો ગ્રાન્ડે દો સુલ : બ્રાઝિલના દક્ષિણ છેડે આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 30° 00´ દ. અ. અને 54° 00´ પ. રે.ની આજુબાજુનો 2,82,184 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની દક્ષિણે ઉરુગ્વે અને પશ્ચિમે આર્જેન્ટીના આવેલા છે. રાજ્યનો દક્ષિણ ભાગ પહાડી છે અને પ્રેરિઝનાં મેદાનોથી છવાયેલો છે. ઉત્તર ભાગ ઉચ્ચપ્રદેશીય છે. તેના ઢોળાવો…
વધુ વાંચો >રિયો ડી જાનેરો
રિયો ડી જાનેરો : બ્રાઝિલમાં આવેલું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 22° 54´ દ. અ. અને 43° 14´ પ. રે. આજુબાજુનો 1171 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. દક્ષિણ અમેરિકામાં સૌથી મોટાં ગણાતાં શહેરોમાં તે સાઉ પાઉલોથી બીજા ક્રમે આવે છે. બ્રાઝિલમાં તે માત્ર ‘રિયો’ નામથી પણ ઓળખાય છે. દક્ષિણ અમેરિકામાં આવેલાં મહત્વનાં દરિયાઈ…
વધુ વાંચો >રિયો દ લાપ્લાટા
રિયો દ લાપ્લાટા : દક્ષિણ અમેરિકાના અગ્નિકોણમાં પારાના અને ઉરુગ્વે નદીઓ દ્વારા રચાતો નદીનાળપ્રદેશ (ગળણી આકારનો અખાતી વિભાગ). ભૌગોલિક સ્થાન : આશરે 34° 00´ દ. અ. અને 58° 00´ પ. રે.. આ અખાતી વિભાગ ઍટલૅંટિક મહાસાગરથી આશરે 270 કિમી.ના અંતર સુધી વાયવ્ય તરફ વિસ્તરેલો છે. આ બંને નદીઓ તેમનાં જળ આ અખાતમાં ઠાલવે છે, તેથી…
વધુ વાંચો >રિયો નિગ્રો
રિયો નિગ્રો : દક્ષિણ-મધ્ય આર્જેન્ટીનાનો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે આશરે 37° 30´ થી 42° 00´ દ. અ. અને 63° 30´થી 72° 00 પ. રે. વચ્ચેનો 2,03,013 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત પેટાગોનિયામાં ન્યૂક્વેનની સરહદની અંદર આવેલો છે, અને પૂર્વમાં ઍટલૅન્ટિક મહાસાગરથી પશ્ચિમ તરફ ઍન્ડીઝ સુધી વિસ્તરેલો છે. રિયો નિગ્રો નદી તેમાં…
વધુ વાંચો >રિયોબામ્બા (Riobamba)
રિયોબામ્બા (Riobamba) : ઇક્વેડોરના ચિમ્બોરાઝો પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 1° 45´ દ. અ. અને 78° 30´ પ. રે. . તે માઉન્ટ ચિમ્બોરાઝો નજીક દક્ષિણ તરફ રિયોબામ્બા નદીના થાળામાં મધ્યના ઊંચાણવાળા પ્રદેશ પર આશરે 2,700 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ નગર પૂર્વ-ઇન્કા અને ઇન્કા સંસ્કૃતિકાળથી અસ્તિત્વ ધરાવે છે. 1534માં સ્પેનના લોકો અહીંથી 19 કિમી.…
વધુ વાંચો >રિયો મુનિ
રિયો મુનિ : વિષુવવૃત્તીય ગિનીનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : આ પ્રદેશ આશરે 1° 00´ થી 2° 00´ ઉ. અ. અને 9° 00´થી 11° 30´ પૂ. રે. વચ્ચેનો 26,017 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ગેબન અને કેમેરૂન વચ્ચે મધ્ય-પશ્ચિમ આફ્રિકામાં આટલાંટિક મહાસાગરના કિનારા પર આવેલો છે. તેનું જૂનું નામ રિયો બેનિટો હતું. રિયો મુનિની…
વધુ વાંચો >રિયો સંધિ
રિયો સંધિ : પશ્ચિમ ગોળાર્ધના, અમેરિકા ખંડનાં રાજ્યો વચ્ચેનો પારસ્પરિક સલામતી માટેનો કરાર; જેમાં અમેરિકાનું સંયુક્ત રાજ્ય પણ જોડાયેલું હતું. 2 સપ્ટેમ્બર, 1947ના રોજ આ સંધિ અંગેના સહીસિક્કા બ્રાઝિલના મુખ્ય બંદર રિયો-ડી-જાનેરો ખાતે કરવામાં આવેલા, જેમાં પ્રારંભે કુલ 21 દક્ષિણ અમેરિકન પ્રજાસત્તાક રાજ્યો જોડાયાં હતાં. આ પ્રાદેશિક સંધિ વ્યાપક આંતરરાષ્ટ્રીય સંગઠન હેઠળ થયેલી હતી. તેમાં…
વધુ વાંચો >