Posts by Jyotiben
રિવૉલ્વર
રિવૉલ્વર : જુઓ બંદૂક.
વધુ વાંચો >રિવૉલ્વિંગ સ્ટેજ
રિવૉલ્વિંગ સ્ટેજ : નાટ્ય-ભજવણીનાં દૃશ્યો બદલવા કે તેમાં ફેરફાર કરવા માટે રંગભૂમિની પ્રયુક્તિ. તેમાં મધ્યસ્થ મજબૂત આધાર-કીલક(pivot)ના ટેકે ગોઠવાયેલ ફરતા ટેબલ પર ત્રણ કે ત્રણથી વધુ દૃશ્યો તૈયાર કરવામાં આવે છે. પ્રેક્ષકો સમક્ષ યથાપ્રસંગ તે ફેરવવાથી દૃશ્ય-પલટો સહજ, સુગમ અને ઝડપી બની શકે છે. તેની શોધ સત્તરમી સદીમાં જાપાનમાં ત્યાંના નોહ થિયેટર માટે થઈ હતી.…
વધુ વાંચો >રિષ્ટસમુચ્ચય
રિષ્ટસમુચ્ચય : જૈન જ્યોતિષ વિશેનો ગ્રંથ. ‘રિટ્ઠસમુચ્ચય’ (સંસ્કૃતમાં ‘રિષ્ટસમુચ્ચય’) પ્રાકૃતમાં રચાયેલો નિમિત્તશાસ્ત્રનો ગ્રંથ છે. તેના રચનાર આચાર્ય દુર્ગદેવ દિગમ્બર જૈન વિદ્વાન હતા. તેમના ગુરુનું નામ સંજયદેવ. આચાર્ય દુર્ગદેવે બીજો એક ગ્રંથ સંસ્કૃતમાં પણ રચ્યો છે : ‘ષષ્ટિસંવત્સરફલ’. તેમાં વિવિધ સંવત્સરોના ફળની વિગતો આપેલી છે. આ સંસ્કૃત ગ્રંથની એક નાનકડી હસ્તપ્રત અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ…
વધુ વાંચો >રિસર્ચ ઍન્ડ એનૅલિસિસ વિંગ (Research and Analysis Wing)
રિસર્ચ ઍન્ડ એનૅલિસિસ વિંગ (Research and Analysis Wing) : ભારત સરકારનું ગુપ્તચર-સંગઠન. ગુપ્તચર-વ્યવસાય વિશ્વનો પ્રાચીનતમ વ્યવસાય છે. પ્રાચીન ભારતમાં ગુપ્તચર-સંગઠનો દમન માટેનાં નહિ, પરંતુ શાસન-સંચાલન માટેનાં સાધન ગણાતાં હતાં અને ‘રાજાની આંખો સમાન’ હતાં. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આ અંગે વિગતસભર માહિતી અને પદ્ધતિઓનું વર્ણન ઉપલબ્ધ છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન પ્રથમ અને સુવ્યવસ્થિત ગુપ્તચર-સેવાનો આરંભ 1892–93માં…
વધુ વાંચો >રિસર્પીન (reserpine)
રિસર્પીન (reserpine) : રાઉવુલ્ફિયા સર્પેન્ટિના અથવા સર્પગંધા નામના એપોસાયનેસી વર્ગના ક્ષુપ(shrub)ના મૂળિયામાંથી મેળવાતું લોહીના ઊંચા દબાણમાં વપરાતું ઔષધ. તે એક આલ્કેલૉઇડ છે. રાઉવુલ્ફિયાની લગભગ 86 પ્રકારની જાતોમાં રિસર્પીન ઓછાવત્તા અંશે મળે છે, જેનો મુખ્ય સ્રોત ભારતમાંનો R. serpentina છે. ભારતીય ક્ષુપના મૂળિયામાં તેનું પ્રમાણ 0.05 %(જમ્મુ)થી 0.17 % (હલફાની) હોય છે. પૂર્વ-દક્ષિણ એશિયાના દેશોમાં પણ…
વધુ વાંચો >રિસ હિમજન્ય કક્ષા (Riss glacial stage)
રિસ હિમજન્ય કક્ષા (Riss glacial stage) : પ્લાયસ્ટોસીન કાલખંડ દરમિયાન પ્રવર્તેલા હિમકાળ અને આંતરહિમકાળ પૈકીનો એક તબક્કો. તેની પહેલાં મિન્ડેલ-રિસ આંતરહિમજન્ય કાળ પ્રવર્તેલો, તે વખતે ઠંડીની તીવ્રતા ઘટેલી અને તેની પણ પહેલાં મિન્ડેલ હિમજન્ય કાળ શરૂ થયેલો. રિસ હિમજન્ય કાળ ગ્રેટબ્રિટનના જિપિંગ હિમકાળ(Gipping glacial stage)ની ઉત્તર યુરોપના સાલ હિમકાળની અને ઉત્તર અમેરિકાની ઇલિનૉય હિમકાળ-કક્ષાઓની સમકક્ષ…
વધુ વાંચો >રિસામણી
રિસામણી : જુઓ લજામણી.
વધુ વાંચો >રિહગ્વે, મેથ્યૂ બંકર
રિહગ્વે, મેથ્યૂ બંકર (જ. 3 માર્ચ 1895, ફૉર્ટ મનરો, વર્જિનિયા; અ. 1993) : અમેરિકન લશ્કરના ચીફ-ઑવ્-સ્ટાફ. 1917માં તે અમેરિકન મિલિટરી અકાદમીમાંથી સ્નાતક થયા અને તેમની પ્રથમ 25 વર્ષની મિલિટરી કારકિર્દી દરમિયાન અધિકારીના દરજ્જા મારફત ક્રમશ: સ્ટાફમાં નિમણૂક પામ્યા. 1943ના જુલાઈમાં સિસિલીના આક્રમણ દરમિયાન તેમને યુદ્ધમાં પ્રથમ અમેરિકન વિમાની હુમલાના આયોજન અને અમલ માટેની જવાબદારી સોંપવામાં…
વધુ વાંચો >રિહાન્ડ બંધ
રિહાન્ડ બંધ : ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના દૂધીનગર તાલુકાના પીપરા પાસે સોન નદીની સહાયક નદી રિહાન્ડ પર આવેલો બંધ. ભૌગોલિક સ્થાન : 24° 12´ 30´´ ઉ. અ. અને 83° 0´ 30´´ પૂ. રે. નજીક તે બાંધેલો છે. તેની પાછળના જળાશયને ગોવિંદ વલ્લભ પંત સાગર નામ અપાયું છે. સર્વેક્ષણ–શારકામ : રિહાન્ડ નદીની જળપ્રવાહ-ક્ષમતાનો અંદાજ સર્વપ્રથમ 1919માં…
વધુ વાંચો >રિંગ ડાઇક
રિંગ ડાઇક : જુઓ ડાઇક.
વધુ વાંચો >