Posts by Jyotiben
રિબેન્ટ્રોપ, જોઆકિમ ફોન
રિબેન્ટ્રોપ, જોઆકિમ ફોન (જ. 30 એપ્રિલ 1893, વેઝલ જર્મની; અ. 16 ઑક્ટોબર 1946, નુરેમ્બર્ગ) : જર્મન નાઝી રાજકારણી અને મુત્સદ્દી. પિતા લશ્કરી અધિકારી હતા. દૂરના સગાએ તેમને દત્તક લીધા હોવાથી ‘ફોન’ અટક સાંપડી હતી. શાલેય અને કૉલેજશિક્ષણ જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ અને કૅનેડા એમ વિવિધ દેશોમાં મેળવ્યું હોવાથી તેઓ અનેક ભાષાઓ અને દેશો વિશે સમૃદ્ધ…
વધુ વાંચો >રિબેરા, જોઝ
રિબેરા, જોઝ (જ. 1591, વાલેન્ચિયા પાસે હેટિવા, સ્પેન; અ. 1652, નેપલ્સ, ઇટાલી) : સ્પેનના બરૉક ચિત્રકાર. વાલેન્ચિયામાં ફ્રાન્ચિસ્કો રિબૅલ્ટા પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી. 20 વરસની ઉંમરે ઇટાલી જઈ નેપલ્સમાં તેઓ સ્થિર થયા. અહીં તેમણે સ્થાનિક ચર્ચો, સ્પૅનિશ વાઇસરૉય અને માડ્રિડના રાજદરબાર માટે ચિત્રકામ કર્યું. કાપડના સળ, બાળકો અને સ્ત્રીઓની નમણી-કોમળ ત્વચા અને એ ત્વચા…
વધુ વાંચો >રિબેરો, જુલિયો ફ્રાન્સિસ
રિબેરો, જુલિયો ફ્રાન્સિસ (જ. 5 મે 1929, મુંબઈ) : ભારતના બાહોશ પોલીસ અધિકારી અને રોમાનિયા ખાતેના પૂર્વ એલચી. પિતાનું નામ ફ્રેડરિક અને માતાનું નામ મારિયા લુસિયા. બી.કૉમ., એલએલ.બી. સુધીનું સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1953માં ભારતીય પોલીસ-સેવા(IPS)માં દાખલ થયા અને ત્યારથી 1989 સુધી પોલીસ ખાતામાં વિવિધ પદો પર રહી ઉત્કૃષ્ટ કામગીરી કરી; દા.ત., 1955–58ના ગાળામાં ભરૂચ, નાસિક…
વધુ વાંચો >રિબેલ્ટા, ફ્રાંચિસ્કો
રિબેલ્ટા, ફ્રાંચિસ્કો (જ. 1565, સ્પેન; અ. 12 જાન્યુઆરી 1628, વાલેન્ચિયા, સ્પેન) : સ્પેનના મુખ્ય બરૉક ચિત્રકાર. માડ્રિડમાં અલ ઍસ્કૉરિયલ કળાશાળામાં નૅવેરેટે અલ મુડો પાસે ચિત્રકલાની તાલીમ લીધી. ઇટાલિયન બરૉક ચિત્રકાર કારાવાજિયોની સીધી અસર રિબેલ્ટા ઉપર પડી, તેથી તેમનાં ચિત્રોમાં પડછાયાનું આલેખન પ્રકાશિત સપાટી કરતાં પણ વધુ વિગતે થવું શરૂ થયું. 1598માં તે વાલેન્ચિયામાં સ્થિર થયા.…
વધુ વાંચો >રિમાન્ડ હોમ
રિમાન્ડ હોમ : અપરાધી બાળકોને સુધારણા માટે અલાયદાં રાખવાની વ્યવસ્થા. તેને ‘સંભાળગૃહો’ કહી શકાય. ભારતના બંધારણના ચોથા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 39 (એફ) પ્રમાણે બાળકોના શોષણ વિરુદ્ધ જોગવાઈ કરવામાં આવેલી છે. આ જોગવાઈઓમાં : (1) તેમનાં જીવન અને તંદુરસ્તીનું જતન થાય અને વિકાસ થાય. (2) કોઈ પણ રીતે તેમનું શોષણ અટકાવવું અને (3) ઉપેક્ષિત…
વધુ વાંચો >રિમ્ઝોન, એન. એન.
રિમ્ઝોન, એન. એન. (જ. 1957 કક્કૂર, કેરલ) : આધુનિક ભારતીય શિલ્પી. 1981થી 1987 સુધી વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં અભ્યાસ કરી શિલ્પમાં સ્નાતક અને અનુસ્નાતક થયા. આ પછી લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટના શિલ્પવિભાગમાં વધુ બે વરસ અભ્યાસ કરી ફરીથી શિલ્પના અનુસ્નાતક થયા. રિમ્ઝોનનાં શિલ્પ એક સંસ્કૃતિની કલા અન્ય સંસ્કૃતિના સભ્યો…
વધુ વાંચો >રિમ્સ્કી-કોર્સાકૉવ, નિકોલય આન્દ્રેયેવિચ
રિમ્સ્કી-કોર્સાકૉવ, નિકોલય આન્દ્રેયેવિચ (જ. 18 માર્ચ 1844, નોવ્ગોરોડ નજીક તિખ્વિન, રશિયા; અ. 21 જૂન 1908, લિયુબેન્સ્ક, રશિયા) : રશિયન સંગીતકાર, સ્વરનિયોજક, સંગીતશિક્ષક અને સંગીતસંપાદક. પિતા ઉદારમતવાદી સરકારી અધિકારી હતા અને માતા સુશિક્ષિત અને પિયાનોવાદનમાં નિપુણ હતાં. કાકા નૌસેનામાં ઍડ્મિરલ અને મોટો ભાઈ મરીન-ઑફિસર હોવાને કારણે નિકોલય પણ દરિયાના પ્રેમમાં પડ્યો. પોતે બાર વરસની ઉંમરે નૌ-અકાદમીમાં…
વધુ વાંચો >રિયલગાર (realgar)
રિયલગાર (realgar) : આર્સેનિકનું સલ્ફાઇડ. રાસાયણિક બંધારણ As4 S4. આ ખનિજ દાણાદાર અથવા ચૂર્ણ સ્વરૂપમાં જોવા મળે છે. તેનો રંગ રાતો-નારંગી છે. આ ખનિજ 320 સે. તાપમાન આપવાથી પીગળે છે. આ તાપમાને વાદળી રંગની જ્વાળાથી સળગી – આર્સેનિક અને સલ્ફરની ધૂમ્રસેરોથી સળગે છે. અગાઉના તમામ રિયલગારના ઉપયોગો તેની જોખમી ગુણવત્તાને કારણે પ્રતિબંધિત થયા છે; જેવા…
વધુ વાંચો >રિયાધ
રિયાધ : સાઉદી અરેબિયાનું પાટનગર અને મોટામાં મોટું શહેર તથા તે જ નામ ધરાવતો વિસ્તાર. આ વિસ્તાર મધ્ય અરબ દ્વીપકલ્પના નજ્દ વિભાગમાં આવેલો છે. તે વાદી હનીફાહ, વાદી અયસાન અને વાદી અલ-બાથાની મધ્યમાં રહેલા ઉચ્ચપ્રદેશ વિભાગને આવરી લે છે. ભૌગોલિક સ્થાન : 24° 45´ ઉ. અ. અને 46° 40´ પૂ. રે. તે દેશના લગભગ મધ્યભાગમાં…
વધુ વાંચો >રિયાલ્તો ટાપુઓ (Rialto Islands)
રિયાલ્તો ટાપુઓ (Rialto Islands) : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ ઍડ્રિયાટિક સમુદ્રના ઉત્તર છેડે આવેલો નાનો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 45° 38´ ઉ. અ. અને 12° 30´ પૂ. રે.. ઇટાલીનું વેનિસ શહેર તેના પર વસેલું છે. આ ટાપુઓ કાંપ તેમજ દરિયાઈ નિક્ષેપોથી તૈયાર થયેલા છે અને નજીકની મુખ્ય ભૂમિથી પૂર્વ તરફ આશરે 4 કિમી.ના અંતરમાં ભરતીથી બનેલાં…
વધુ વાંચો >