રિબ : છતના બાંધકામમાં જોવા મળતો નિર્ગમિત (projected) થર. સામાન્ય રીતે તેનો આશય બાંધકામને મજબૂત કરવાનો હોય છે, પરંતુ મોટેભાગે તે સુશોભનાત્મક હોય છે. રોમન સ્થાપત્યમાં ગ્રૉઇન્ડ વૉલ્ટમાં તે વિશેષ જોવા મળે છે. વૉલ્ટમાંના નાના ગવાક્ષોને છૂટા પાડવાનું તે કામ કરે છે.

રિબ

થૉમસ પરમાર