રાય, પ્રફુલ્લ [જ. 1934, ઢાકા (હવે બાંગ્લાદેશમાં)] : બંગાળી નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ક્રાંતિકાલ’ માટે 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઇન્ટરમિડિયેટ સુધી શિક્ષણ મેળવ્યું અને પત્રકારત્વ ક્ષેત્રે ઝુકાવ્યું. તેઓ અંગ્રેજી અને હિંદીનું જ્ઞાન ધરાવે છે. તેમણે મુખ્ય બંગાળી દૈનિક ‘જુગાંતર’ના સંપાદક તરીકે કાર્ય કર્યું. 3 વર્ષ બાદ…

વધુ વાંચો >

રાયબરેલી : ઉત્તર પ્રદેશ રાજ્યના લખનૌ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 49´થી 26° 36´ ઉ. અ. અને 80° 40´થી 81° 34´ પૂ. રે. વચ્ચેનો 4,609 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે લખનૌ અને બારાબંકી જિલ્લા, પૂર્વ તરફ સુલતાનપુર જિલ્લો, અગ્નિકોણમાં પ્રતાપગઢ જિલ્લો, દક્ષિણ સરહદે ફતેહપુર…

વધુ વાંચો >

રાય, મણીન્દ્ર (જ. 4 ઑક્ટોબર 1919, સિતાલાઈ, પાબના, બાંગ્લાદેશ) : બંગાળી કવિ. 1940માં કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતક. મદદનીશ દિગ્દર્શક તરીકે તેઓ સિનેમાજગતના નિકટ સંપર્કમાં આવ્યા. 1953થી ’56 દરમિયાન તેઓ ‘સીમાંત’ના સ્થાપક તંત્રી રહ્યા. 1961થી બે દશકા સુધી તેઓ ‘અમૃતા’ નામના બંગાળી સાપ્તાહિકના સંયુક્ત સંપાદક તરીકે રહ્યા. તેમણે વિપુલ પ્રમાણમાં કાવ્યો લખ્યાં છે. તેમના મહત્ત્વના કાવ્યસંગ્રહોમાં ‘ત્રિશંકુ…

વધુ વાંચો >

રાયમન્દી, મેર્ચાન્તોનિયો (જ. આશરે 1480, બોલોન્યા, ઇટાલી; અ. આશરે 1534, બોલોન્યા, ઇટાલી) : ઇટાલિયન રેનેસાં ચિત્રશૈલીનો સમગ્ર પશ્ચિમ યુરોપમાં ફેલાવો કરનાર તક્ષણમુદ્રિત ચિત્રકલા-(engraving)ના સર્જક. ખ્યાતનામ સોની અને ચિત્રકાર ફ્રાન્ચેસ્કો રાયબૉલોની પાસેથી તેમણે તાલીમ મેળવી. ઉપરાંત લુકાસ ફાન લીડનનાં છાપચિત્રોનો રાયમન્દીની કલા પર પ્રભાવ પડ્યો. પરિણામે કપડાંની અક્કડ કરચલીઓ, ગડીઓ અને તંગ સ્નાયુતણાવ તેમની કલાનાં મુખ્ય…

વધુ વાંચો >

રાય, રાજકિશોર (જ. 1914, છાટબર, જિ. પુરી) : ઊડિયા વાર્તાકાર, વિવેચક અને નાટ્યકાર. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મ. ઊડિયા અને અંગ્રેજીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ ઓરિસાની વિવિધ કૉલેજોમાં અધ્યાપન-કાર્ય કર્યું. ‘સંખ’, ‘ચતુરંગ’, ‘સહકાર’ અને ‘નવભારત’ જેવાં અગ્રણી સાહિત્યિક સામયિકોમાં સતત વાર્તાઓ પ્રગટ કરીને 1940 અને 1950ના દસકાના જાણીતા વાર્તાકાર તરીકે પ્રસિદ્ધ થયા. તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘નીલ…

વધુ વાંચો >

રાય, રાજા રામમોહન (જ. 1772; અ. 27 ઑક્ટોબર 1833, બ્રિસ્ટોલ) ભારતીય નવજાગૃતિના પિતા અને ભારતીય ઇતિહાસના નવાયુગના અગ્રદૂત. જન્મ બંગાળના એક બ્રાહ્મણ કુટુંબમાં. 1831-32ના અરસામાં તત્કાલીન દિલ્હીના શાસક અકબર બીજાને ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જે મહેનતાણું આપવામાં આવતું હતું તે અંગે પોતાને પડતી મુશ્કેલીઓને ગ્રેટબ્રિટનના રાજા સમક્ષ રજૂ કરવા માટે બાદશાહે રામમોહન રાયને બ્રિટન જવા…

વધુ વાંચો >

રાય, રાધાનાથ (જ. 1848; અ. 1908) : ઊડિયા સાહિત્યના નવયુગના જનક. 8 વર્ષની વયે માતાનું અવસાન થવાથી તેઓ ઉદાસ અને એકાકી બની ગયા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે બાલાસોર હાઇ ઇંગ્લિશ સ્કૂલમાંથી પ્રવેશ-પરીક્ષા પાસ કરીને તેઓ કોલકાતા ખાતેની પ્રેસિડન્સી કૉલેજમાં પ્રવેશ મેળવી શક્યા; પણ માંદગી અને ગરીબીને કારણે એ અભ્યાસ છોડીને તેમને બાલાસોર હાઇ ઇંગ્લિશ સ્કૂલમાં 1864માં…

વધુ વાંચો >

રાય, રામશંકર (જ. 1838, ઓરિસા; અ. 1917) : ઊડિયા ભાષાના લેખક. ગામઠી નિશાળમાં થોડું શિક્ષણ મેળવ્યા પછી કટકની બંગાળી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. રેવન્શો કૉલેજમાંથી સ્નાતક થયા પછી ક્લાર્ક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો; પરંતુ ટૂંકસમયમાં કાયદાનો અભ્યાસ કરી વકીલ બન્યા. 1875માં તેઓ ઊડિયા માસિક ‘ઉત્કલ મધુપ’ના તંત્રી હતા ત્યારે ‘પ્રેમાતરી’ નામનું એમનું લાંબું કાવ્ય તેમાં હપતાવાર…

વધુ વાંચો >

રાય, રેણુકા (જ. 4 જાન્યુઆરી 1904; અ. એપ્રિલ 1997) : બંગાળી સમાજસેવિકા. ચારુલતા અને સતીશચંદ્ર મુખરજીનાં પ્રથમ પુત્રી. પિતા ઇંડિયન સિવિલ સર્વિસમાં હોવાથી બંગાળાનાં જિલ્લામથકોએ જિલ્લા મૅજિસ્ટ્રેટ રૂપે વારંવાર બદલી પામતા. રેણુકાને આથી દેશનું પ્રત્યક્ષ દર્શન કરવાનો લાભ મળ્યો. સાથેસાથે તેમને ગોરા અધિકારીઓ દ્વારા પિતાને થતો અન્યાય અને તેમનું કરાતું અપમાન જોઈને ગુલામી કેવી અનિષ્ટ…

વધુ વાંચો >

રાય, શિવકુમાર (જ. 26 એપ્રિલ 1919, રેનૉક, સિક્કિમ) : નેપાળી કવિ અને નવલકથાકાર. 1941માં કોલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. કર્યું. થોડો સમય શિક્ષક તરીકે કાર્ય કર્યું. પછી આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો. ઑલ ઇન્ડિયા ગુરખા લીગ(1943)ના સક્રિય સ્થાપક સભ્ય. ઑલ ઇન્ડિયા રેડિયોમાં નિર્માતા. પશ્ચિમ બંગાળના બી. સી. રૉયના મંત્રીમંડળમાં શ્રમવિભાગના નાયબ મંત્રી (1952). હાલ (2001)…

વધુ વાંચો >