Posts by Jyotiben
રાયજી, જયશ્રી
રાયજી, જયશ્રી (જ. 26 ઑક્ટોબર 1895, સૂરત; અ. 28 ઑગસ્ટ 1985, મુંબઈ) : અગ્રણી સામાજિક કાર્યકર. પિતા મનુભાઈ મહેતા વડોદરા રિયાસતના દીવાન હતા. મુંબઈ યુનિવર્સિટી સાથે તે સમયે સંલગ્ન વડોદરાની કૉલેજમાંથી તત્ત્વજ્ઞાન વિષયમાં બી.એ.ની પદવી મેળવી. 1918માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન. એમ. રાયજી સાથે લગ્ન થતાં મુંબઈ ખાતે સ્થળાંતર કર્યું અને તુરત જ સામાજિક સેવાના કાર્યમાં…
વધુ વાંચો >રાયણ
રાયણ : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Manilkara hexandra (Roxb.) Dubard syn. Mimusops hexandra Roxb. (સં. રાજાઘ્ની; હિં. ખીરની; મ. ખીરાણી, રાંજની; બં. ક્ષીરખોજુર, કશીરની; ક. ખીરણીમારા; ગુ. રાયણ, ખીરણી; તે. મંજીપાલા, પાલા; ત. પાલ્લા, પાલાઈ; મલ. પાલા) છે. તે નાનાથી માંડી મધ્યમ કદનું વિસ્તારિત પર્ણમુકુટ અને સીધું જાડું થડ…
વધુ વાંચો >રાય, દાશરથિ
રાય, દાશરથિ (જ. 1806; અ. 1857) : બંગાળી લેખક. તેમને પારંપરિક શિક્ષણ બિલકુલ મળી શક્યું નહોતું, પરંતુ અંગ્રેજીનું થોડું જ્ઞાન મેળવેલું. મામાને ત્યાં ઉછેર થયો. તેઓ ‘કવિ-ગીતો’ના ખૂબ ચાહક હતા અને હરુ ઠાકુરનાં ગીતોનો તેમના પર ગાઢ પ્રભાવ હતો. તેઓ ‘કવિવલ’ તરીકે ખ્યાતિ પામ્યા; નિમ્ન સમાજની ગણાતી કવિવલ મહિલા નામે અક્ષયા બાયાતીની સાથેના તેમના પ્રેમસંબંધને…
વધુ વાંચો >રાય, દેવેશ
રાય, દેવેશ (જ. 1936, વાગમારા, જિ. પબના, હાલ બાંગ્લાદેશ) : બંગાળી લેખક. 1958માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં તેમણે એમ.એ.ની પદવી મેળવ્યા પછી 1959થી 1974 સુધી આનંદચંદ્ર કૉલેજ, જલપાઈગુડીમાં અધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું હતું. 1975-96 સોશ્યલ સાયન્સિઝ, કોલકાતામાં અભ્યાસકેન્દ્રના ફેલો તરીકે રહ્યા હતા. 1969-70 ‘ઉત્તરબંગ પત્રિકા’ના સંપાદક, 1977માં ‘નેપાળી અકાદમી જર્નલ’, 1979-85 સુધી ‘પરિચય’ અને 1986-87માં ‘પૉઇન્ટ…
વધુ વાંચો >રાય, દ્વિજેન્દ્રલાલ
રાય, દ્વિજેન્દ્રલાલ (જ. 1863, કૃષ્ણનગર, જિ. નડિયા, બંગાળ; અ. 1913) : બંગાળી લેખક. શ્રીમંત અને સંસ્કારી કુટુંબમાં જન્મ; નાનપણથી જ સાહિત્ય અને સંગીતનો શોખ. 1884માં તેઓ રાજ્ય તરફથી સ્કૉલરશિપ મેળવીને કૃષિવિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા. તે વખતનો સમાજ અત્યંત રૂઢિચુસ્ત હોવાથી, વિદેશથી આવ્યા ત્યારે સમાજ તેમજ તેમના પોતાના પરિવારે તેમને બહિષ્કૃત કર્યા હતા. તેમના…
વધુ વાંચો >રાય, નરેન્દ્ર
રાય, નરેન્દ્ર (જ. 1943, હૈદરાબાદ) : આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી 1965માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1965, 1966, 1968 અને 1980માં હૈદરાબાદમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને ન્યૂયૉર્કમાં સમૂહપ્રદર્શનોમાં ભાગ લીધો. નરેન્દ્રનાં ચિત્રોમાં વિગતપૂર્ણ પ્રકૃતિની પશ્ર્ચાદ્ભૂમાં કૃષક-પરિવારનું સામંજસ્યપૂર્ણ આલેખન જોવા મળે છે. નરેન્દ્રને આંધ્રપ્રદેશ લલિત કલા અકાદમી,…
વધુ વાંચો >રાય, (ડૉ.) નિહારરંજન મહેન્દ્રરાય
રાય, (ડૉ.) નિહારરંજન મહેન્દ્રરાય (જ. 1903 કાહેન, જિ. મૈમનસિંગ, બાંગ્લાદેશ; અ. 30 ઑગસ્ટ 1981) : કલાસૌંદર્યના ઉપાસક, ઇતિહાસ અને સાહિત્યક્ષેત્રના એક પ્રતિભાવંત વિદ્યાપુરુષ. બ્રાહ્મોસમાજના પ્રતિષ્ઠિત બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા મહેન્દ્રરાય એક આદર્શ શિક્ષક અને બંગભંગ તથા સ્વદેશીની ચળવળના રંગે રંગાયેલા. પિતાનો સ્વદેશપ્રેમનો વારસો પુત્રે જાળવ્યો. અનુશીલન સમિતિમાં અને ક્રાંતિકારી દળ સાથે વધુ સક્રિય બનતાં તેમને…
વધુ વાંચો >રાયપુર
રાયપુર : છત્તીસગઢ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 19° 57´થી 21° 53´ ઉ. અ. અને 81° 25´થી 83° 38´ પૂ. રે. વચ્ચેનો 21,258 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો છત્તીસગઢ રાજ્યના પૂર્વભાગમાં આવેલો છે. વિસ્તારની દૃષ્ટિએ તે રાજ્યમાં ત્રીજા ક્રમે આવે છે, પરંતુ વસ્તીમાં પ્રથમ ક્રમે…
વધુ વાંચો >રાયપુરી, અખ્તરહુસેન
રાયપુરી, અખ્તરહુસેન (જ. 12 જૂન 1912, રાયપુર, મધ્યપ્રદેશ; અ. 1991, કરાંચી) : ઉર્દૂ ભાષાના સમીક્ષક, વાર્તાકાર અને અનુવાદક. જાણીતા ઉર્દૂ લેખક સૈયદ અકબરહુસેનના પુત્ર. 1928માં મૅટ્રિક થયા બાદ 1931માં વિદ્યાસાગર કૉલેજ, કોલકાતામાંથી ઇન્ટરની પરીક્ષા પાસ કરી. પછી ઇતિહાસના વિષય સાથે અલીગઢ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ ઔરંગાબાદ ખાતે મૌલવી અબ્દુલહક સાથે ઉર્દૂ ભાષા અને સાહિત્યનાં…
વધુ વાંચો >રાય, પ્રતિભા
રાય, પ્રતિભા (જ. 1944, બાલિકુંડ, જિ. કટક, ઓરિસા) : ઊડિયા ભાષાનાં પ્રતિભાવંત મહિલા-નવલકથાકાર. માતા મનોરમાદેવી. પિતા પરશુરામ કવિ, શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્યસેનાની હતા. તેઓ ‘ટિસ્કો’ની સારા પગારની નોકરી છોડી દઈને ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાયા હતા. તે દરમિયાન તેમણે બાલિકુંડમાં પોતાની શાળા શરૂ કરી હતી. પિતા પાસે શાળાકીય શિક્ષણ લીધું. ઉચ્ચ શિક્ષણ રેવેન્શો કૉલેજમાં લીધું અને માનવવિજ્ઞાન…
વધુ વાંચો >