રાય, કૃષ્ણદાસ (જ. 1885ની આસપાસ; અ. ? ) : ભારતીય કલા અંગે જાગૃતિ પ્રેરનાર કલામર્મજ્ઞ અને વિદ્વાન તથા વારાણસીના વિશ્વવિખ્યાત મ્યુઝિયમ ‘ભારત કલા ભવન’ના સ્થાપક. બાળપણથી જ કૃષ્ણદાસને ચિત્રો દોરવાનો છંદ લાગ્યો હતો. તરુણવયે તેઓ ચિત્રકાર તો ન બન્યા, પણ કલાપ્રેમ એટલો વધ્યો કે તે કલા-ઇતિહાસકાર અને આલોચક બન્યા. 1910માં અવનીન્દ્રનાથ ટાગોર સાથેની મુલાકાતે કૃષ્ણદાસના…

વધુ વાંચો >

રાયગડા (Rayagada) : ઓરિસા રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 19° 10´ ઉ. અ. અને 83° 25´ પૂ. રે.ની આજુબાજુનો 7,585 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં કાલાહાંડી, ઉત્તર અને ઈશાનમાં ફૂલબની, પૂર્વમાં ગજપતિ, દક્ષિણે શ્રીકાકુલમ (આં.પ્ર.) અને કોરાપુટ તથા પશ્ચિમે કોરાપુટ અને કાલાહાંડી જિલ્લા…

વધુ વાંચો >

રાયગઢ (છત્તીસગઢ) : છત્તીસગઢ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે રાજ્યની પૂર્વમાં બિલાસપુર વિભાગમાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 21° 20´થી 23° 15´ ઉ. અ. અને 82° 55´થી 83° 24´ પૂ. રે. વચ્ચેનો 12,924 ચોકિમી. (રાજ્યની કુલ ભૂમિનો 2.91 %) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સરગુજા જિલ્લો, પૂર્વમાં બિહાર…

વધુ વાંચો >

રાયગઢ (રાયગડ) (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 17° 51´થી 19° 08´ ઉ. અ. અને 72° 51´થી 73° 40´ પૂ. રે. વચ્ચેનો 7,152 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે થાણે, પૂર્વમાં પુણે, અગ્નિ તરફ સતારા, દક્ષિણે રત્નાગિરિ તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલા છે. જિલ્લાનું વડું વહીવટી મથક અલીબાગ ખાતે…

વધુ વાંચો >

રાયચુર : કર્ણાટક રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે રાજ્યના ઈશાન ભાગમાં 15° 10´ થી 16° 34´ ઉ. અ. 75° 47´ થી 77° 36´ પૂ. રે. વચ્ચેનો આશરે 14,017 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભૌગોલિક વિસ્તારના સંદર્ભમાં જોતાં રાજ્યમાં તે ત્રીજા ક્રમે આવે છે. તેના પૂર્વ ભાગની ત્રણ…

વધુ વાંચો >

રાયચુરા, ગોકુળદાસ દ્વારકાદાસ (જ. 1890, બાલાગામ, તા. કેશોદ, જિ. જૂનાગઢ; અ. 1951) : ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના અભ્યાસી અને સંપાદક. જ્ઞાતિએ લુહાણા. વતન ચોરવાડ. એમના પિતાશ્રી વાર્તાકાર હતા. એમનાં માતુશ્રીનો કંઠ મધુર હતો, તે બંનેનો પ્રભાવ એમના પર હતો. પિતાના વાર્તાલેખનનો શોખ એમનામાં પૂરો ઊતર્યો હતો. એમને સાહિત્યવાચનનો પણ ખૂબ શોખ હતો. તે એમના…

વધુ વાંચો >

રાયચૌધરી, અમલકુમાર (જ. 14 સપ્ટેમ્બર 1923, બોરિસાલ, બાંગ્લાદેશ; અ. 18 જૂન 2005, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ભારતના સાપેક્ષવાદના પ્રણેતા અને સૈદ્ધાંતિક બ્રહ્માંડવિજ્ઞાનના સંશોધક અને પ્રખર અભ્યાસી. પિતા સુરેશચંદ્ર અને માતા સુરબાલાના સાંસ્કારિક વારસા રૂપે તેઓ સૌમ્ય અને સૌહાર્દપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધેલું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે કોલકાત્તા યુનિવર્સિટીમાં જોડાયેલા.…

વધુ વાંચો >

રાયચૌધરી, અંબિકાગિરિ (જ. 1885, બારપેટ, આસામ; અ. 1967) : આસામી સાહિત્યકાર. તેમણે માધ્યમિક શાળાનાં 8 ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી પરંપરાગત શિક્ષણ છોડી દીધું. ભવિષ્યની કારકિર્દી બનાવવા તેઓ ગુઆહાટી ગયાં અને ત્યાં કેટલાક ક્રાંતિકારીઓના પરિચયમાં આવ્યાં; એ લોકો બ્રિટિશ અમલ સામે સશસ્ત્ર ક્રાંતિમાં માનતા હતા. આથી તેમની પણ તુરત ધરપકડ કરવામાં આવી હતી. પાછળથી તેઓ…

વધુ વાંચો >

રાયચૌધુરી, દેવીપ્રસાદ ઉમાપ્રસાદ (જ. 1899, તેજઘાટ, જિલ્લો રંગપુર, બાંગ્લાદેશ; અ. ?) : આધુનિક ભારતીય ચિત્રકાર, શિલ્પી અને કલાગુરુ તથા કુસ્તીબાજ, શિકારી, લેખક અને વાંસળીવાદક. ધનાઢ્ય જમીનદાર-કુટુંબમાં જન્મ. શૈશવ તેજઘાટમાં વિતાવ્યું. પછી ઉત્તર કોલકાતાની ખેલાત ચંદ્ર ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં ડ્રૉઇંગ, પેઇન્ટિંગ્સ તથા માટીમાંથી કરાતા શિલ્પકામમાં અસાધારણ કૌશલ્ય દાખવતાં પિતા ઉમાપ્રસાદે દેવીપ્રસાદને શાંતિનિકેતનના જોડાસાંકો હાઉસમાં…

વધુ વાંચો >