રસા : ઉત્તર ભારતમાં આવેલી વૈદિક યુગની નદી. વૈદિક યુગમાં ઉત્તર ભારતમાં સિંધુ નદીની જે કેટલીક શાખાઓ પશ્ચિમ તરફ વહેતી હતી એમાં રસા નામની નદીનો સમાવેશ થતો હતો. એ વૈદિક પ્રદેશના વાયવ્ય વિભાગમાં છેક અંતિમ છેડે આવેલી હતી. આ રસા નદી પછીથી જક્ષર્ટિસ તરીકે ઓળખાતી હતી. રસાની માફક કુભા (કાબુલ), ક્રુમુ (કુરમ), સુસાર્તુ, સ્વેત્યા, મેહાત્નુ,…

વધુ વાંચો >

રસાકર્ષણ (osmosis) : ભિન્ન ભિન્ન સાંદ્રતાવાળાં બે દ્રાવણોને અલગ પાડતા અર્ધપારગમ્ય (semipermeable) પટલ(membrane)માંથી દ્રાવકનું પસાર થવું. અર્ધપારગમ્ય પટલ એવો હોય છે કે જેમાંથી દ્રાવકના અણુઓ પસાર થઈ શકે છે, પણ મોટા ભાગના દ્રાવ્ય પદાર્થોના અણુઓ પસાર થઈ શકતા નથી. આવા પટલો વડે અલગ પાડેલા બે દ્રાવણોની ઉષ્માગતિજ વૃત્તિ એવી હોય છે કે તેમની સાંદ્રતા સરખી…

વધુ વાંચો >

રસાયણ અનુચલન (chemo-taxis) : વિશિષ્ટ પ્રકારના પદાર્થોની રાસાયણિક ઉત્તેજના હેઠળ જીવાણુઓ કે રક્તકણોની ગતિ અથવા અનુચલન (taxis). આમ કેટલાક જીવાણુઓની ગતિ જ્યાં પેપ્ટોન અને લૅક્ટોઝ જેવા ખાદ્ય પદાર્થોની સાંદ્રતા વધુ હોય તેવા તેમને ગમતા (આકર્ષક) પદાર્થ તરફની હોય છે. આને વિધેયાત્મક (હકારાત્મક) રાસાયણિક અનુચલન (positive chemo-taxis) કહે છે. જો કોઈ ભાગમાં તેમને અણગમતા એવા વિષાળુ…

વધુ વાંચો >

રસાયણ-ગ્રહણ (chemo-reception) : રાસાયણિક પર્યાવરણમાં થતા ફેરફારને લઈને પ્રાણીઓના શરીરમાં ઉદભવતી અનુક્રિયા (response). પ્રજીવ (protozoa) જેવાં સાવ નીચલી કક્ષાનાં પ્રાણીઓ માત્ર રસાયણોના સંપર્કથી ચેતતાં હોય છે. બધાં પ્રાણીઓના પોષણમાં રાસાયણિક સંવેદો અગત્યનો ભાગ ભજવે છે. દરિયાઈ તેમજ મીઠાં જળાશયીન અપૃષ્ઠવંશી પ્રાણીઓના પર્યાવરણમાં અત્યંત અલ્પપ્રમાણમાં ભક્ષ્યની પેશી હોય તોપણ તે પ્રત્યે પ્રાણી સંવેદનશીલ હોય છે. ઉચ્ચ…

વધુ વાંચો >

રસાયણશાસ્ત્ર : તત્ત્વો અને સંયોજનો તરીકે ઓળખાતા વિવિધ પદાર્થોના ગુણધર્મો, તેમનું સંઘટન અને તેમની સંરચના તથા તેઓ જે રૂપાંતરો પામે છે તેનો અભ્યાસ કરતી વિજ્ઞાનની એક શાખા. પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય તે દરમિયાન શોષાતી અથવા મુક્ત થતી ઊર્જાના અભ્યાસનો પણ તેમાં સમાવેશ થાય છે. મધ્યયુગમાં કીમિયાગીરીમાંથી તેનો વિકાસ થયો એમ કહેવાય છે, પણ સાચો વિકાસ…

વધુ વાંચો >

રસાયણાનુવર્તન (chemotropism) : રાસાયણિક ઉત્તેજનાને લઈને થતું વાનસ્પતિક રચનાઓનું દિશાત્મક (directive) વૃદ્ધિરૂપ હલનચલન. આ પ્રકારના હલનચલનમાં અનુક્રિયા(response)ની દિશા ઉત્તેજનાની દિશા સાથે સંબંધિત હોય છે. પરાગાસન અને પરાગવાહિનીમાં થઈને પરાગનલિકાની ભ્રૂણપુટ (embryosac) તરફ થતી વૃદ્ધિ રસાયણાનુવર્તનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. સ્ત્રીકેસરોમાં રહેલા રાસાયણિક પદાર્થો પરાગનલિકાની વૃદ્ધિ માટે દિશાત્મક બળ તરીકે વર્તે છે. પરાગરજનું સ્ત્રીકેસરોના…

વધુ વાંચો >

રસાયણોનું પૅકિંગ : ગ્રાહક સુધી ઓછામાં ઓછા ખર્ચે, સારામાં સારી સ્થિતિમાં અને સલામત રીતે એક રાસાયણિક નીપજ જોઈતા જથ્થામાં વિતરિત થાય તેવી વ્યવસ્થા. હાલના હરીફાઈના બજારમાં પૅકેજે ઉત્પાદનની સુરક્ષા ઉપરાંત પણ અનેક જરૂરિયાતો પૂરી પાડવાની હોય છે એટલે પૅકેજિંગની પદ્ધતિએ નીચેના તબક્કે મહત્તમ કાર્યક્ષમતા દાખવવી જરૂરી છે : (i) માલ-રક્ષણ, (ii) સુપ્રચાલન વિજ્ઞાન (logistics), (iii)…

વધુ વાંચો >

રસાયન-ચિકિત્સા : આયુર્વેદમાંની એક સારવાર-પદ્ધતિ. આયુર્વેદશાસ્ત્રમાં બે પ્રકારની ચિકિત્સા દર્શાવેલ છે : (1) વ્યાધિયુક્ત શરીરમાં એકઠા થયેલા રોગનાં કારણો-દોષોને દૂર કરી, શરીરને નીરોગી બનાવવું તે, દોષ-નિવૃત્તિ; (2) જે માણસ સ્વસ્થ છે, તેના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, જેના દ્વારા ભવિષ્યમાં રોગો થવાની શક્યતા ઓછી જ રહે, તે ચિકિત્સા સ્વાસ્થ્યરક્ષાવૃદ્ધિ. આ બીજા પ્રકારની ચિકિત્સા તે રસાયન-ચિકિત્સા. स्वास्थ्यस्योजस्करं यत्तु…

વધુ વાંચો >

રસાયનતંત્ર (આયુર્વેદ) : આયુર્વેદવિજ્ઞાનના આદિ પ્રવર્તક પ્રજાપતિ-સૃદૃષ્ટિકર્તા બ્રહ્માજી છે. આયુર્વેદવિજ્ઞાનને શાશ્વત કહેલું છે. બ્રહ્માજીથી શરૂ કરી દેવાધિદેવ ઇન્દ્ર સુધી મૂળ આયુર્વેદ એક લાખ શ્ર્લોકો અને એક હજાર અધ્યાયોમાં એકધારો પરંપરાથી વારસામાં ઊતરતો રહેલો. પરંતુ પછીથી મનુષ્યોની મેધાશક્તિ તથા આયુષ્ય ઘટવાને કારણે મૂળ આયુર્વેદવિજ્ઞાનને આઠ અંગોમાં વિભક્ત કરી દેવાયું, જેથી જેને જે વિષયમાં વિશેષ રસ હોય,…

વધુ વાંચો >

રસારોહણ વનસ્પતિઓના મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનિજક્ષારોનું પ્રરોહ(shoot)ના વિવિધ ભાગોમાં થતું ઊર્ધ્વ વહન. રસારોહણની પ્રક્રિયા ગુરુત્વાકર્ષણબળની વિરુદ્ધ ઘણી ઊંચાઈ સુધી થતી હોય છે. યુકેલિપ્ટસ અને સિક્વૉયા જેવાં અત્યંત ઊંચાં વૃક્ષોમાં આ પ્રક્રિયા 90 મી.થી 120 મી.ની ઊંચાઈ સુધી થાય છે. પાણીના વહનનો માર્ગ અને સંવહનતંત્ર : મૂલાગ્રના અધિસ્તરીય (epidermal) કોષો અને મૂળ રોમ દ્વારા…

વધુ વાંચો >