રસિકવલ્લભ (1828) : દયારામે (1777-1853) રચેલી દાર્શનિક પદ્યકૃતિ. દયારામે તેમની 51 વર્ષની વયે તેની રચના કરી હતી. બધાં મળીને, તેમાં 109 પદો છે. આખ્યાનનો કડવાબંધ તેમાં સ્વીકારાયો છે. કેટલાંક પદોમાં ‘ઊથલા’ની પણ યોજના છે. દયારામની નિષ્ઠા પુદૃષ્ટિસંપ્રદાયમાં હતી. એથી એ સંપ્રદાયના સિદ્ધાન્તપક્ષને લોકભોગ્ય બનાવવા માટે જ કદાચ, તેમણે આ ગ્રંથ પદ્યબંધમાં રચ્યો જણાય છે. ‘रसो वै…

વધુ વાંચો >

રસી અથવા રોગપ્રતિબંધક રસી (vaccine) : કોઈ રોગ સામે પ્રતિરક્ષા (immunity) વધારતી જૈવિક બનાવટ. તે રોગને થતો અટકાવે અથવા તો તેની સારવારમાં ઉપયોગી રહે. પ્રથમ ઉપયોગને પ્રતિરોધાત્મક (prophylactic) ઉપયોગ કહે છે, જ્યારે બીજા ઉપયોગને ચિકિત્સીય (therapeutic) ઉપયોગ કહે છે. સન 1796માં એડવર્ડ જેનરે સૌપ્રથમ અંગ્રેજી શબ્દ ‘vaccine’નો ઉપયોગ કર્યો હતો. તેમણે ગો-શીતળા(cow pox)માંથી મેળવેલી રસીને…

વધુ વાંચો >

રસીદ : નાણાં સ્વીકારનારે જરૂરી નાણાં મળ્યા અંગેનો નાણાં ચૂકવનારને આપેલો સહીસિક્કાવાળો દસ્તાવેજ. ધંધાકીય જગતમાં શાખ ઉપર માલ વેચ્યા પછી માલ લેનાર બિલની રકમ ચૂકવે ત્યારે રકમ લેનાર લેણદાર રકમ મળ્યાની રસીદ આપતા હોય છે. આ રકમ બિલની રકમ જેટલી હોવી જોઈએ તેવું દરેક પ્રસંગે બનતું નથી. વટાવ, માલપરત અને વ્યાજ જેવાં તત્ત્વો બિલની રકમ…

વધુ વાંચો >

રસેલ ગુફા : યુ. એસ.ના ઈશાન ભાગમાં આવેલી રાષ્ટ્રીય સ્મારકરૂપ ગુફા. તે આલાબામા-ટેનેસી સીમાની નજીકમાં દક્ષિણે બ્રિજ પૉર્ટથી વાયવ્યમાં માત્ર 6 કિમી.ને અંતરે આવેલી છે. તે 1953માં શોધાયેલી. તેની લંબાઈ 64 મીટર, પહોળાઈ 32 મીટર અને ઊંચાઈ 8 મીટર જેટલી છે. તેમાંથી ઈ. પૂ. 7000 વર્ષના અરસામાં માનવવસ્તી ત્યાં રહેતી હોવાના પુરાતત્ત્વીય પુરાવા મળેલા છે.…

વધુ વાંચો >

રસેલ, જૉન (લૉર્ડ) (જ. 18 ઑગસ્ટ 1792, લંડન; અ. 28 મે 1878, રિચમંડ પાર્ક, સરે, ઇંગ્લૅન્ડ) : ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન (1846થી 1852 અને 1865થી 1866). તેમનો જન્મ અમીર કુટુંબમાં થયો હતો. એ બેડફર્ડના છઠ્ઠા ડ્યૂકના ત્રીજા પુત્ર હતા. નાનપણમાં ખરાબ તબિયતને કારણે જાહેર શાળામાં અભ્યાસ કરવાને બદલે એમણે પોતાના ઘરે ખાનગી અભ્યાસ કર્યો હતો. એમના…

વધુ વાંચો >

રસેલ, બર્ટ્રાન્ડ (જ. 18 મે 1872, ટ્રેલેક, મૉનમથશાયર, વેલ્સ, યુ. કે.; અ. 2 ફેબ્રુઆરી 1970) : સુપ્રસિદ્ધ તત્ત્વચિંતક, ગણિતજ્ઞ, શાંતિવાદી વિચારક અને લેખક. બર્ટ્રાન્ડ રસેલ વીસમી સદીના સૌથી વધુ પ્રભાવક બૌદ્ધિક અને બહુશ્રુત લેખક તરીકે જાણીતા છે. સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર વિજેતા (વર્ષ 1950) રસેલે ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, શિક્ષણ, ધર્મ, નીતિ, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય…

વધુ વાંચો >

રસેલ, મૉર્ગન (જ. 1886, ન્યૂયૉર્ક નગર; અ. 29 મે 1953, ફિલાડેલ્ફિયા) : અમેરિકાના આધુનિક ચિત્રકાર. ન્યૂયૉર્ક નગરમાં રૉબર્ટ હેન્રીના હાથ નીચે અભ્યાસ કર્યા પછી 1906માં રસેલે પૅરિસ જઈ જીવનનાં 40 વરસ ત્યાં વિતાવ્યાં. રંગોની પ્રકૃતિ અંગેના વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ચિત્રકલામાં વિનિયોગ કરનારા પ્રથમ અમેરિકન ચિત્રકારોમાં તેમનો સમાવેશ થાય છે. ચિત્રકાર સ્ટૅન્ટન મેક્ડૉનાલ્ડ-રાઇટની સાથે તેમણે 1913-14માં ‘સિન્ક્રોનિઝમ’…

વધુ વાંચો >

રસેલ, વિલી (જ. 23 ઑગસ્ટ 1947, વિસ્ટન, લૅન્કેશાયર, ઇંગ્લૅન્ડ) : આંગ્લ નાટ્યકાર. શાળાકીય શિક્ષણ નૉઝલી તથા રેનફર્ડ, લૅન્કેશાયરમાં. વિશેષ શિક્ષણ લૅન્કેશાયરમાં 1969-70. સેંટ કૅથરિન્સ કૉલેજ ઑવ્ હાયર એજ્યુકેશન, લિવરપૂલમાં, 1970-73. બેર બ્રાન્ડ વેરહાઉસમાં મજૂર તરીકે કામગીરી (1968-69). શિક્ષક શૉરફીલ્ડ્ઝ કૉમ્પ્રિહેન્સિવમાં 1973-74. સ્વતંત્ર લેખક તરીકે કારકિર્દીનો આરંભ 1974થી. સહાયક દિગ્દર્શક (1981-83) અને 1983થી માનાર્હ દિગ્દર્શક, લિવરપૂલ…

વધુ વાંચો >

રસેલ, હેન્રી નૉરિસ (જ. 25 ઑક્ટોબર 1877, ઑઇસ્ટર બે, ન્યૂયૉર્ક; અ. 18 ફેબ્રુઆરી 1957, પ્રિન્સ્ટન, ન્યૂ જર્સી) : અમેરિકાના ખગોળશાસ્ત્રી. તેમનો જન્મ અમેરિકામાં એક પાદરીને ત્યાં થયો હતો. તેમના પિતા પ્રેસ્બિટેરિયન પંથના ધર્મગુરુ હતા. માતાપિતા સાથે પાંચ વર્ષની વયે રસેલે  શુક્રનું અધિક્રમણ જોયું અને ખગોળશાસ્ત્રી બનવાના કોડ જાગ્યા. આરંભિક શિક્ષણ ઘેર જ લઈને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >