રસખાન (જ. 1540, દિલ્હી; અ. 1630) : હિંદી ભક્તકવિ. તેમના જીવન વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. તેમનો જન્મ શાહી પરિવારમાં થયાનું કહેવાય છે. ‘દો સૌ વૈષ્ણવોં કી વાર્તા’ અનુસાર તે ગોસ્વામી વિઠ્ઠલનાથના શિષ્ય હતા અને તેમણે ગોસ્વામી વલ્લભાચાર્યના પુષ્ટિમાર્ગના બોધ પર આધારિત ભગવાન કૃષ્ણનાં ભક્તિગીતો રચ્યાં હતાં; પરંતુ ચંદ્રબલી પાંડેના મતે તેમનાં ગીતો ઉપર જણાવેલ…

વધુ વાંચો >

રસગંગાધર : ભારતીય અલંકારશાસ્ત્રનો જગન્નાથે રચેલો ગ્રંથ. શાહજહાંએ જેમને ‘પંડિતરાજ’ની પદવી આપી હતી તે જગન્નાથે આ ગ્રંથને પાંચ આનનોમાં લખવા ધારેલો, પરંતુ આ ગ્રંથનાં બે આનનો જ પ્રાપ્ત થાય છે અને તેમાં પણ બીજું આનન અપૂર્ણ રહ્યું છે. આમ છતાં અધૂરો ગ્રંથ પણ અલંકારશાસ્ત્રનો પ્રતિનિધિ-ગ્રંથ ગણાયો છે. ખાસ કરીને કાવ્યના અલંકારો વિશે બીજા આનનમાં રજૂ…

વધુ વાંચો >

રસતરંગિણી : ભાનુદત્તરચિત કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. આ ગ્રંથના લેખક સોળમી સદીમાં થઈ ગયેલા. આ ગ્રંથનું નામ સૂચવે છે તેમ, તેમાં રસની વિવેચના કરવામાં આવી છે. સમગ્ર ગ્રંથ ગદ્ય અને પદ્ય ઉભયરૂપે નિબદ્ધ છે. તે પૈકી સિદ્ધાંત-સ્થાપના માટે ગદ્ય અને તેના સમર્થન માટેનાં ઉદાહરણોમાં પદ્યનો પ્રયોગ કરાયો છે. તેના કુલ આઠ વિભાગો છે. તેમને ‘તરંગ’ નામ અપાયું…

વધુ વાંચો >

રસતંત્ર (આયુર્વેદ) : આયુર્વેદવિજ્ઞાન અંતર્ગત વિશિષ્ટ ચિકિત્સાનું શાસ્ત્ર. તેને આધુનિક ભાષામાં ‘કેમિસ્ટ્રી’ કહી શકાય. ‘રસતંત્ર’ કે ‘રસશાસ્ત્ર’ શબ્દનો અર્થ છે – ‘માનવચિકિત્સા-કાર્યમાં પારો, સુવર્ણ, ચાંદી, તાંબું, સોમલ, ગંધક, હરતાલ, કલાઈ, અભ્રક જેવી ખનિજ ધાતુઓ તથા અન્ય ખનિજોનો ઔષધિરૂપ ઉપયોગ કરનારી વિશિષ્ટ કીમિયારૂપ વિદ્યા’. આયુર્વેદના ‘રસતંત્ર’માં ‘રસ’ શબ્દ પારા (mercury) માટે વપરાયો છે. પારાને શિવજીનું વીર્ય…

વધુ વાંચો >

રસમંજરી : સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં રસ વિશે ભાનુદત્તે રચેલો અત્યંત પ્રસિદ્ધ ગ્રંથ. પ્રસ્તુત ગ્રંથનો આરંભ નાયક-નાયિકાભેદથી થાય છે. નાયિકાના પ્રકારોનું સોદાહરણ વિવેચન આ ગ્રંથનો 2/3 ભાગ રોકે છે. એ પછી નાયિકાની સખી અને દૂતીની ચર્ચા આપવામાં આવી છે. ત્યારબાદ નાયક અને તેના પ્રકારો વર્ણવવામાં આવ્યા છે. એ પછી નાયકના પીઠમર્દ, વિદૂષક, વિટ અને ચેટ – એ…

વધુ વાંચો >

રસમાણિક્ય : એક આયુર્વેદિક ઔષધ. રોગ મુજબ ઔષધોનું નિરૂપણ કરનારા આયુર્વેદના જાણીતા ગ્રંથ ‘ભૈષજ્યરત્નાવલી’ના ‘કુષ્ઠરોગાધિકાર’ નામના પ્રકરણમાં ‘રસમાણિક્ય’ નામનું ઔષધ બનાવવા માટે નીચે જણાવેલાં દ્રવ્યોની જરૂર પડે છે : (1) શુદ્ધ પારદ  8 ભાગ, (2) શુદ્ધ મન:શીલ  8 ભાગ, (3) શુદ્ધ હરતાળ  એક ભાગ, (4) શુદ્ધ ગંધક  8 ભાગ અને (5) દહીંમાં રહેલું ખાટું પાણી …

વધુ વાંચો >

રસરત્નપ્રદીપિકા : ભારતીય અલંકારશાસ્ત્રનો રસ વિશે ચર્ચા કરતો અલ્લ નામના રાજાએ લખેલો ગ્રંથ. આ ગ્રંથ છ પરિચ્છેદોનો બનેલો છે. ગ્રંથના પ્રથમ પરિચ્છેદના આરંભમાં લેખક પોતાના પિતા હમ્મીર નામના પ્રતાપી રાજાનો અને એ પછી પોતાનો પરિચય આપે છે. ત્યારબાદ રસનો મહિમા, રસના દેવતાઓ, રસનું ફળ 25 જેટલી કારિકાઓમાં બતાવે છે. બીજા પરિચ્છેદમાં ભાવની વ્યાખ્યા, તેના પ્રકારો,…

વધુ વાંચો >

રસસિદ્ધિ (કીમિયાગીરી, alchemy) : હલકી (base) ધાતુઓનું સોનામાં રૂપાંતરણ (transmutation) કરવાની તથા બધા રોગો માટે એક જ દવા (cure) અને જીવનને અનંતકાળ સુધી લંબાવવા માટે જીવનામૃત(અમૃતતત્વ, elixir of life)ની શોધ સાથે સંકળાયેલું છદ્મવિજ્ઞાન (pseudoscience). કીમિયાગીરી પૂર્વમાં શરૂ થઈ; પરંતુ તેનાં મૂળ તો કાંસ્યયુગની ઇજિપ્ત તથા મેસોપોટેમિયાની સંસ્કૃતિમાં કે જેમાં ધાતુવિદ્યા, રંગાટીકામ તથા કાચ બનાવવાનું શરૂ…

વધુ વાંચો >

રસસંકોચ (plasmolysis) : કોષમાં થતી જીવરસના સંકોચનની પ્રક્રિયા. જ્યારે જીવંત વનસ્પતિકોષને તેના કોષદ્રવ (cellsap) જેટલો જ પરાસરણ દાબ (osmotic pressure) ધરાવતા (સમપરાસારી = isotonic) દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે કોષનો દેખાવ બધી રીતે સામાન્ય રહે છે. જો કોષને કોષદ્રવ કરતાં ઓછા પરાસરણ દાબવાળા (અલ્પપરાસારી = hypotonic) કે ઓછા ઋણ જલવિભવ (water potential, yw) ધરાવતા દ્રાવણમાં અથવા…

વધુ વાંચો >