રથ-મંદિરો : મહાબલિપુરમમાં આવેલા એક ખડકમાંથી કોરેલાં મંદિરો. આ મંદિરો ચિંગલપેટ વિસ્તારમાં આવેલાં છે. તેમની રચના ઈ. સ. 630થી 678 દરમિયાન પલ્લવ વંશના રાજા નરસિંહવર્માએ કરાવી હતી. આ ભવનોની બાહ્ય રૂપરેખા રથાકાર હોઈ તેમને ‘રથ’ની સંજ્ઞા અપાઈ છે. તેમને કોઈ શોભાયાત્રાની સ્મૃતિ રાખવા પ્રતીકરૂપે કંડારવામાં આવેલાં હોવાની સંભાવના છે. જોકે પાછળથી તેમનો પ્રયોગ દેવાલય તરીકે…

વધુ વાંચો >

રથયાત્રા : કૃષ્ણભક્તોનો ઉત્સવ. પૂર્વ ભારતના ઊડિયા-ઓરિસા રાજ્યમાં જગન્નાથપુરી નગરમાં આવેલ શ્રી જગન્નાથ મંદિરમાં ‘શ્રીકૃષ્ણબલરામનાની બહેન સુભદ્રા’ એ ત્રણ ભાંડુઓની મૂર્તિ બિરાજે છે. ભારતીય ઉપખંડમાં આવેલાં ચાર દિશાઓનાં પવિત્ર તીર્થધામો છે. તેમાં ઉત્તરે શ્રી બદરી–કેદાર, દક્ષિણે શ્રી તિરુપતિના વેંકટબાલાજી, પૂર્વે શ્રી જગન્નાથજી અને પશ્ચિમે દ્વારકામાં આવેલાં છે. આમાંના ઊડિયામાંના શ્રી જગન્નાથજીની દર વર્ષે આષાઢ સુદ…

વધુ વાંચો >

રથ, રમાકાન્ત (જ. 13 ડિસેમ્બર, 1934, કટક, ઓરિસા) : ઊડિયા ભાષાના કવિ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી(દિલ્હી)ના પૂર્વ પ્રમુખ. 1956માં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.. 1957માં આઇ.એ.એસ.માં જોડાયા. ઓરિસાની તથા કેન્દ્રની સરકારમાં વિવિધ હોદ્દાઓ પર કામગીરી (1957–92). કૉલેજકાળથી કાવ્યલેખનનો પ્રારંભ. પ્રથમ કાવ્યસંગ્રહ ‘કે તે દિનાર’ 1962માં પ્રગટ થયા પછી, ‘અનેક કોઠારી’ (1967) અને ‘સંદિગ્ધ મૃગયા’ (1971) પ્રગટ થયા.…

વધુ વાંચો >

રથ, વ્રજનાથ (જ. 12 જાન્યુઆરી 1936, બાલાસોર નગર, ઓરિસા) : ઊડિયાના ઉદ્દામવાદી કવિ. તેમણે ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યો હતો. ચાળીસી પછી કવિ તરીકે તેમણે સાહિત્યક્ષેત્રે કારકિર્દી શરૂ કરી. ‘કાવ્ય’ નામના સામયિકનું સંપાદન સંભાળ્યું અને ‘ધરિત્રી’ (1957) અને ‘સમસામયિક ઑરિયા પ્રેમ કવિતા’ (1962) નામના કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા. આ ઉપરાંત તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહોમાં ‘મરુ ગોલાપ’ (1960),…

વધુ વાંચો >

રધરફર્ડ, અર્નેસ્ટ (લૉર્ડ) (જ. 30 ઑગસ્ટ 1871, સ્પ્રિંગ ગ્રૂવ, ન્યૂઝીલૅન્ડ; અ. 19 ઑક્ટોબર 1937, કેમ્બ્રિજ) : તત્વોના વિભંજનના અને રેડિયોઍક્ટિવ પદાર્થોના રસાયણલક્ષી અભ્યાસ માટે 1906નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રખર રસાયણશાસ્ત્રી. સાહસિક, શ્રમિક અને સફળ કૃષિકાર જેમ્સ રધરફર્ડના તેઓ બીજા પુત્ર. પિતા સાથે ખુલ્લામાં સખત મહેનતકશ બની ખેતીનો લહાવો લૂંટવામાં તેઓ આનંદ માણતા હતા. આ…

વધુ વાંચો >

રધરફર્ડનું પરમાણુ મૉડલ : પરમાણુ-સંરચનાના અભ્યાસક્ષેત્રે રધરફર્ડે પ્રારંભમાં રજૂ કરેલ પરમાણુ પરિરૂપ. ઓગણીસમી સદીના અસ્તકાળે રસાયણશાસ્ત્રીઓએ નિશ્ચિતપણે સ્વીકારી લીધું હતું કે તત્વો પરમાણુઓ ધરાવે છે, પણ તે સમયે કોઈને ખ્યાલ ન હતો કે આ પરમાણુઓ કેવા છે અને તત્વમાં કેવી રીતે ગોઠવાયેલા છે, પણ એટલું સુનિશ્ચિત થયું હતું કે આ પ્રકારના પરમાણુઓ તેમની અંદર ઇલેક્ટ્રૉન…

વધુ વાંચો >

રન્ના (દસમી શતાબ્દી) : કન્નડ કવિ. મધ્યકાલીન કન્નડના ત્રણ મહાકવિઓમાં પંપ અને તથા પોન્ન પછી રન્નાનું સ્થાન આવે છે. એમણે એમની જીવનકથા ઘણા વિસ્તારથી લખી છે. એમને બે પત્નીઓ હતી : જાવિક અને શાંતિ. બે સંતાનો હતાં : પુત્ર રાય અને પુત્રી અતિમ્બે. અતિસેનાચાર્ય એમના ગુરુ હતા. શ્રવણ બેલગોડાના વિદ્યાકેન્દ્રમાં એમણે શિક્ષણ લીધું હતું. થોડો…

વધુ વાંચો >

રફાઈ, તૂફાન (Rafai, Toofan) (જ. 1920, અમરેલી, ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલા ગુજરાતના આધુનિક ચિત્રકાર. પ્રાથમિક શિક્ષણ અમરેલીની સામેના જેસિંગપુરા ગામમાં લીધું. શાળામાં ઝળકી ઊઠતાં એક ઇનામ પ્રાપ્ત થયું, અને ઇનામ-વિતરક મહેમાન ગાંધીજીએ સ્વચ્છતા અને સ્વાવલંબન પર ટકોર કરતાં રફાઈ હાથબનાવટના ઉત્પાદન અને સ્વદેશીના ખ્યાલ અંગે જાગ્રત થયા. કુટુંબની કારમી ગરીબીને કારણે રફાઈ હાઈસ્કૂલ…

વધુ વાંચો >

રફાયેલ, સાંઝિયો (જ. 6 એપ્રિલ 1483; ઉર્બિનો, ઇટાલી; અ. 6 એપ્રિલ 1520, રોમ, ઇટાલી) : રેનેસાં કાળના ઇટાલીના 3 મૂર્ધન્ય કલાકારોમાં માઇકલૅન્જેલો અને લિયૉનાર્દો દ વિન્ચી સાથે સ્થાન ધરાવનાર યુગપ્રવર્તક ચિત્રકાર અને સ્થપતિ. મૂળ નામ રફાયેલો સાંઝિયો (Raffaello Sanzio). માતા મેજિયા દિ બાતીસ્તા અને પિતા જિયોવાની સાન્તીના તેઓ પુત્ર. રેનેસાં કાળના પ્રસિદ્ધ જીવનકથાકાર વસારીના મતાનુસાર…

વધુ વાંચો >

રફાલ, નડાલ (જ. 3 જૂન 1986, મેનેકોર, મેજોર્કા) : સ્પેનના મહાન ટેનિસ-ખેલાડી. રફેલ નડાલ ‘રફા’ ને ટેનિસના અત્યાર સુધીના સૌથી મહાન ખેલાડી પૈકીના એક ગણવામાં આવે છે. માટી (ક્લે કોર્ટ) પર તેની સફળતાએ તેને ‘માટીનો રાજા’ એવું હુલામણું નામ અપાવ્યું અને ઘણા નિષ્ણાતોએ તેને માટીના મેદાન પરનો અત્યાર સુધીનો સૌથી મહાન ખેલાડી ગણવા પ્રેર્યા છે.…

વધુ વાંચો >