Posts by Jyotiben
રફાળેશ્વર
રફાળેશ્વર : સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલ સુપ્રસિદ્ધ શિવાલય. આ મંદિર મોરબીથી 9 કિમી. દૂર આવેલું છે. તેના શિલાલેખ અનુસાર વિ. સં. 2002(ઈ. સ. 1946)માં મહારાજા લખધીરસિંહજી ઠાકોરે જીર્ણોદ્ધાર કરાવી મંદિર-સંકુલમાં રફાળેશ્વર, હાટકેશ્વર, વાઘેશ્વર અને ભીમનાથની પુન:પ્રતિષ્ઠા અને શ્રી લખધીરેશ્વર, શ્રી ગદાધર, મહાકાળી તથા ભૈરવનાથની પ્રતિષ્ઠા પોતાના વરદ હસ્તે કરાવી હતી. રફાળેશ્વરનું મંદિર સ્વસ્તિકાકાર છે. રચના…
વધુ વાંચો >રફિજી (નદી)
રફિજી (નદી) : પૂર્વ આફ્રિકાના ટાન્ઝાનિયામાં આવેલી દેશની મોટામાં મોટી નદી. દેશના દક્ષિણ ભાગમાંથી તે પસાર થાય છે. કિલોમ્બેરો અને લુવેગુ નદીઓના સંગમથી રચાતી આ નદીની લંબાઈ આશરે 280 કિમી. જેટલી છે. તે ઈશાન અને પૂર્વ તરફ વહે છે અને હિંદી મહાસાગરમાં મફિયા ટાપુની બરાબર સામેના ભાગમાં ઠલવાય છે. તેમાં આશરે 100 કિમી. જેટલા અંતર…
વધુ વાંચો >રફીક રાઝ
રફીક રાઝ (જ. 1950, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી કવિ. તેમણે ઉર્દૂ સાથે એમ.એ.ની પદવી મેળવી છે. તેમણે શ્રીનગરના દૂરદર્શન કેન્દ્ર પર પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે સેવા બજાવી, સાથોસાથ લેખનકાર્ય પણ કર્યું. તેમણે કાશ્મીર યુનિવર્સિટીમાં કાશ્મીરી ભાષાના અધ્યાપક તરીકે પણ કામગીરી કરી છે. તેમને તેમના ગઝલસંગ્રહ ‘નઈ છે નલ્લન’ માટે 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય એકૅડેમી…
વધુ વાંચો >રબડીદેવી
રબડીદેવી (જ. જૂન 1959, સાલાર કાલાન ગામ, ગોપાલગંજ, જિ. બિહાર) : બિહારનાં મહિલા-મુખ્યમંત્રી. માત્ર પ્રાથમિક શિક્ષણ ધરાવનાર આ મુખ્યમંત્રી ગ્રામીણ વાતાવરણમાં ઊછર્યાં હતાં. 14 વર્ષની બાળવયે તે સમયના વિદ્યાર્થીનેતા લાલુપ્રસાદ યાદવ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. લગ્નજીવનના પ્રારંભથી માત્ર ગૃહિણી તરીકે ઘરેળુ જવાબદારી સંભાળતાં. તેઓ રાજકીય અને જાહેર જીવનનો નહિવત્ અનુભવ ધરાવે છે. 1977માં ચારા કૌભાંડમાં તેમના…
વધુ વાંચો >રબર (રસાયણશાસ્ત્ર)
રબર (રસાયણશાસ્ત્ર) : હીવિયા વૃક્ષના થડમાંથી ઝરતો દૂધ જેવો અપરિષ્કૃત રસ (લૅટેક્સ). રબરનો મુખ્ય સ્રોત Hevea brasiliensis નામનું બ્રાઝિલમાં ઊગતું વૃક્ષ છે. હીવિયા ઉપરાંત રશિયન ડેન્ડેલિયન (dandelion), ગોલ્ડન રોડ, નૈર્ઋત્ય યુ.એસ. તથા મેક્સિકોમાં ઊગતા ગ્વાયૂલ (guayule, parthenium argentum); મિલ્કવીડ તથા અંજીર (fig) વૃક્ષોમાંથી પણ રબર મળે છે, પરંતુ ઉત્પાદન-દૃષ્ટિએ તે પરવડતું નથી. 1876માં હીવિયા વૃક્ષનાં…
વધુ વાંચો >રબર (વનસ્પતિશાસ્ત્ર)
રબર (વનસ્પતિશાસ્ત્ર) પ્રત્યાસ્થ, વાયુરોધક… પદાર્થ અપનારી દ્વિદળી વર્ગમાં આવેલા યુફોબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hevea brasiliensis (H. B. K.) Muell. (અં. પેરા રબર ટ્રી, કૂચુક ટ્રી) છે. તે 18 મી.થી 30 મી. કે તેથી વધારે ઊંચાઈ ધરાવતું વિશાળ વૃક્ષ છે. તેના થડનો ઘેરાવો 2.4 મી.થી 3.6 મી. જેટલો હોય છે અને તે સીધું,…
વધુ વાંચો >રબર-ઉદ્યોગ
રબર-ઉદ્યોગ : રબર બનાવવાનો ઉદ્યોગ. રબર કુદરતી અને સંશ્લેષિત બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે. વિવિધ વસ્તુઓનું આવશ્યક ગુણવત્તાઓ અનુસાર ઉત્પાદન કરવા માટે તેમાં ગંધક, પ્રવેગક, વર્ણકો, પ્રતિઉપચારકો, પુન:પ્રાપ્ત રબર, પૂરકો વગેરે સંઘટકો ઉમેરવામાં આવે છે. સત્તરમી સદીમાં યુરોપિયન પ્રવાસી સંશોધકોએ મધ્ય અને દક્ષિણ અમેરિકામાં ઇન્ડિયનોને રબરના ઝાડના રસમાંથી બનાવેલ સફેદ જલપ્રતિરોધક બૂટનો ઉપયોગ કરતા નિહાળ્યા હતા.…
વધુ વાંચો >રબાઉલ (Rabaul)
રબાઉલ (Rabaul) : પાપુઆ ન્યૂ ગિનીના ન્યૂ બ્રિટન વિભાગમાં આવેલું કુદરતી બારું. ભૌગોલિક સ્થાન : 4° 17´ ઉ. અ. અને 152° 16´ પૂ. રે. તે ન્યૂ બ્રિટન ટાપુના ઉત્તર છેડા પર આવેલું ખૂબ જ વ્યસ્ત બંદર છે. તેની ઉત્તરમાં સેન્ટ જ્યૉર્જની ખાડી આવેલી છે. દુનિયાના બીજા કોઈ પણ બંદર પરથી થતી કોપરાં અને કોકોની હેરફેરમાં…
વધુ વાંચો >રબાત
રબાત : મોરૉક્કોનું પાટનગર અને તેનાં મુખ્ય ચાર શહેરો પૈકીનું એક શહેર. ભૌગોલિક સ્થાન : 33° 57´ ઉ. અ. અને 6° 50´ પ. રે. . તે આટલાંટિક મહાસાગરને કિનારે છીછરી નદી બો રેગ્રેગ(Bou Regreg)ના મુખ પર વસેલું છે. રબાત અને તેની તદ્દન નજીકનું સૅલે (Sale´) શહેર આ નદીના સામસામે કાંઠે આવેલાં છે. રબાત મોરૉક્કોના ફેઝ…
વધુ વાંચો >રબાત (માલ્ટા)
રબાત (માલ્ટા) : ભૂમધ્ય સમુદ્રમાં પશ્ચિમ-મધ્ય માલ્ટામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : આશરે 35° 55´ ઉ. અ. અને 14° 30´ પૂ. રે.. તે વાલેટાની પશ્ચિમે મેડિના નજીક આવેલું છે. રોમન ઇતિહાસકાળમાં રબાત અને મેડિનાનાં સ્થળોનો ટાપુના પાટનગર મેલિટા દ્વારા કબજો મેળવાયેલો. અહીં ઘણાં રોમન ખંડિયેરો છે. તેમાં સંગ્રહાલયનો સમાવેશ કરતું એક વિલા અંશત: જીર્ણોદ્ધાર પામેલું…
વધુ વાંચો >