રત્નાકર : સંસ્કૃત ભાષાના કાશ્મીરી મહાકવિ. ‘બાલબૃહસ્પતિ’ ઉપાધિ ધારણ કરનાર કાશ્મીરાધિપતિ મિપ્પટ જયાપીડ(800)ના આ સભાપંડિત અત્યંત પ્રતિભાશાળી કવિ હતા. તેઓ અમૃતભાનુના પુત્ર હતા. એમણે લખેલા ‘હરવિજય’ મહાકાવ્યમાં 50 સર્ગો સાથે 4,351 પદ્યરત્નો સમાયેલાં છે. તે મહાકાવ્ય નિર્ણયસાગર પ્રેસે મુંબઈથી પ્રસિદ્ધ કરેલું છે. કવિની અન્ય બે રચનાઓનાં નામ છે – ‘वक्रोक्ति-पञ्चाशिका’ અને ‘ध्वनिगाथापाञ्जिका’. આ મહાકવિ રત્નાકર…

વધુ વાંચો >

રત્નાગિરિ : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 16° 30´ થી 18° 05´ ઉ. અ. અને 73° 00´ થી 74° 40´ પૂ. રે. વચ્ચેનો 8,249 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાયગઢ જિલ્લો, પૂર્વમાં સહ્યાદ્રિની ટેકરીઓ,  સહ્યાદ્રિની પેલી પાર સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લા,…

વધુ વાંચો >

રત્નાવલી (ઈ. સ. 650 આશરે) : નાટ્યકાર હર્ષે સંસ્કૃત ભાષામાં રચેલી નાટિકા. ચાર અંકની બનેલી આ નાટિકામાં રાજા ઉદયન અને સિંહલદેશની રાજકુમારી રત્નાવલીની પ્રણયકથા રજૂ થઈ છે. પ્રથમ અંકમાં ‘સિંહલદેશની રાજકુમારી રત્નાવલી જેને પરણશે તે ચક્રવર્તી રાજા બનશે’ એવી ભવિષ્યવાણી પર આધાર રાખી યૌગંધરાયણ નામનો પ્રધાન રાજા ઉદયન સાથે રાજકુમારી રત્નાવલીને પરણાવવાનું આયોજન કરે છે.…

વધુ વાંચો >

રત્નેશ્વર (સત્તરમી સદી ઉત્તરાર્ધ) : કવિ અને અનુવાદક. પિતા મેઘજી, માતા સૂરજ. ડભોઈનો. ક. મા. મુનશી પ્રમાણે શ્રીમાળી અથવા અ. મ. રાવળ પ્રમાણે મેવાડા બ્રાહ્મણ. કાશી જઈ સંસ્કૃત શીખી આવ્યા પછી કવિતા રચવાનો આરંભ. આજીવિકાર્થે પુરાણની કથા કરવા જતાં પુરાણીઓ સાથે ઝઘડામાં જાનનું જોખમ લાગતાં ડભોઈ છોડી નર્મદાકિનારે કૈણેદ જઈ ત્યાં દ્વાદશસ્કંધ ભાગવત રચ્યું. પ્રેમાનંદે…

વધુ વાંચો >

રત્નો (gems, gemstones) ઝવેરાતના ઉપયોગમાં લઈ શકાય એવા મૂલ્યવાન સુંદર સ્ફટિકો. જે ખનિજ અલંકાર તરીકે ઉપયોગમાં લેવા માટે સુંદર દેખાતું હોય અને સુંદર દેખાતું ટકી રહેવા માટે ટકાઉપણાનો પણ ગુણધર્મ ધરાવતું હોય તે રત્ન કહેવાને પાત્ર ગણાય. ચમક, તેજ, અનેકરંગિતા, રંગદીપ્તિ, રંગવૈવિધ્ય, માર્જાર-ચક્ષુ-ચમક (chatoyancy) અને દ્વિરંગવિકાર (dichroism) એ રત્ન તરીકે ઓળખવા માટેના ખનિજ સ્ફટિકોના વિશિષ્ટ…

વધુ વાંચો >

રથચક્ર (1962) : મરાઠી નવલકથાકાર એસ. એન. પેંડસેની એક મહત્વની કૃતિ. સામાન્ય રીતે પેંડસેની નવલકથાઓમાં ઉત્તર કોંકણના અમુક સ્થળ-વાતાવરણનું તેમજ તેનાં રહેવાસીઓનું ચિત્રાત્મક આલેખન હોય છે. ‘રથચક્ર’ની વાર્તા એક અનામી યુવાન સ્ત્રીની આસપાસ ગૂંથાઈ છે; એ અનામી મહિલાને તેના પતિ તથા સ્વાર્થી સાસરિયાંએ તજી દીધી છે. તેણે પોતાનું અને પોતાનાં બાળકોનું ભરણપોષણ કરવાનું રહે છે.…

વધુ વાંચો >

રથ, ચંદ્રશેખર (જ. 17 ઑક્ટોબર 1929, બાલનગિર, ઓરિસા) : ઊડિયા નિબંધકાર, નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 1952માં લખનૌ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની પદવી મેળવ્યા પછી તેઓ ઓરિસા સરકારની શિક્ષણસેવામાં રીડર તરીકે જોડાયા અને 1975 સુધી ઉપાચાર્ય તથા આચાર્ય તરીકે સેવા આપી. 1975થી 1978 સુધી તેમણે પાઠ્યપુસ્તક બ્યુરોના સેક્રેટરી અને 1987 સુધી નાયબ શિક્ષણ-નિયામક તરીકે કામગીરી કરી.…

વધુ વાંચો >

રથ, જયન્તી (શ્રીમતી) (જ. 9 જુલાઈ 1960; ભુવનેશ્વર, ઓરિસા) : ઊડિયા લેખિકા. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઇતિહાસના વિષય સાથે એમ.એ. અને એમ.ફિલ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ભુવનેશ્વર ખાતેના ઓરિસા રાજ્ય મ્યુઝિયમના મદદનીશ ક્યુરેટર તરીકે જોડાયાં તે સાથે લેખનકાર્ય પણ કરતાં રહ્યાં. તેમણે કેટલાક ગ્રંથો આપ્યા છે : ‘જાત્રારંભ’ (1984), ‘ભિન્ન વર્ણબોધ’ (1992), ‘શબ્દ ખેલ’ (1994); અને…

વધુ વાંચો >

રથનેમિ (ઈ. પૂ. દસમી સદી) : જૈન અનુશ્રુતિ અનુસાર દ્વારવતીના રાજા અંધકવૃષ્ણિના પુત્ર સમુદ્રવિજયના પુત્ર અને અરિષ્ટનેમિના ભાઈ. અરિષ્ટનેમિ વૈરાગ્ય પામ્યા બાદ, ઉગ્ર તપશ્ચર્યા કરી કેવલજ્ઞાન પામી, બાવીસમા તીર્થંકર નેમિનાથ થયા. ત્યારબાદ એમના ભાઈ રથનેમિએ એમની પાસે દીક્ષા લીધી હતી. એક દિવસ વર્ષાઋતુમાં, દીક્ષિત રાજિમતીનું દેહલાવણ્ય જોઈ તેઓ વિકારવશ થયા; પરંતુ રાજિમતીના સચોટ ઉપદેશથી તેઓ…

વધુ વાંચો >

રથ, બલદેવ (જ. 1789, આઠગડ, જિ. ગંજમ, ઓરિસા; અ. 1845) : ઊડિયા લેખક. શિક્ષણ આઠગડની શાળામાં. તેઓ બહુભાષાવિદ હતા. સંસ્કૃત, હિન્દી, બંગાળી તથા તેલુગુ ભાષાઓ પર તેમનો સારો કાબૂ હતો. 1935 પૂર્વે ઓરિસા રાજ્યનો ગંજમ જિલ્લો મદ્રાસ ઇલાકામાં હતો એથી તેઓ તેલુગુ ભાષા શીખેલા. એમણે અનેક ગીતો રચ્યાં છે. તેમણે ચંપૂકાવ્યોમાં ખ્યાતિ મેળવી છે. એમનું…

વધુ વાંચો >