Posts by Jyotiben
રઘુવીર
રઘુવીર (જ. 1902, રાવલપિંડી, પાકિસ્તાન; અ. 1963) : સંસ્કૃત તથા હિંદીના અગ્રણી વિદ્વાન. તેમના પિતા મુનશીરામ મધ્યમ વર્ગના સામાન્ય માનવી હતા. વતનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી, વિશેષ અભ્યાસ માટે તેઓ લાહોર ગયા અને ત્યાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખીને તેમણે લંડન ખાતેથી પીએચ.ડી.ની તથા યૂટ્રેક્ટ (નેધરલૅન્ડ્ઝ) યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની ડિગ્રીઓ મેળવી. તેમણે લાહોર ખાતે…
વધુ વાંચો >રચનાસદૃશતા (homology)
રચનાસદૃશતા (homology) : ઉત્ક્રાંતિનો તુલનાત્મક શરીરવિજ્ઞાન(anatomy)નો એક પુરાવો. સમાન આકારવિદ્યાકીય (morphological) ઉદ્ભવ અને મૂળભૂત રીતે સરખી સંરચના ધરાવતા હોવા છતાં બાહ્ય દેખાવે અને કાર્યાત્મક વૈવિધ્ય દર્શાવતાં અંગોને રચનાસાદૃશ્ય (homologous) ધરાવતા કે સમમૂલક અંગો અને આ પરિઘટનાને રચનાસદૃશતા કહે છે. રચનાસાદૃશ અંગો મૂળભૂત પ્રકાર(basic type)ની રૂપાંતર(modification)ની પ્રક્રિયાને પરિણામે ઉદભવે છે. વિવિધ પ્રાણીઓમાં આવાં અંગોમાં રહેલાં અસ્થિઓની…
વધુ વાંચો >રજકો
રજકો દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ–પેપિલિયો–નૉઇડીની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Medicago sativa Linn. (હિં. વિલાયતી ગાવુથ, લસુન ઘાસ; મ. વિલાયતી ગાવટ; ગુ. રજકો, વિલાયતી ઘાસ; ક. વિલાયતી-હુલુ; પં. લસુન; અં. લ્યુસર્ન, આલ્ફાલ્ફા) છે. તે ટટ્ટાર, બહુશાખિત, બહુવર્ષાયુ શાકીય, 0.3 મી.થી 1.0 મી. ઊંચી વનસ્પતિ છે. પર્ણો ત્રિપર્ણી પિચ્છાકાર (pinnate) સંયુક્ત હોય છે. પર્ણિકાઓ પ્રતિઅંડાકાર-લંબચોરસ…
વધુ વાંચો >રજનીકાન્ત
રજનીકાન્ત (જ. 12 ડિસેમ્બર 1950, બૅંગાલુરુ) : એક ફિલ્મ અભિનેતા. તે દક્ષિણના બધા પ્રાંતમાં એક અભિનેતા તરીકે પ્રસિદ્ધ છે. ‘રજનીકાન્ત’ તરીકે જે અભિનેતાને આપણે ઓળખીએ છીએ તેનું નામ રાજિનીકાન્ત (Rajinikant) છે. પણ મોટાભાગના દર્શકો એનો ખોટો ઉચ્ચાર રજનીકાન્ત તરીકે કરે છે. અને રાજિનીકાન્ત પણ એનું ફિલ્મ અભિનેતા તરીકેનું નામ છે. તેનું સાચું નામ શિવાજીરાવ ગાયકવાડ…
વધુ વાંચો >રજનીગંધા
રજનીગંધા : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1974, ભાષા : હિન્દી, રંગીન. નિર્માણ-સંસ્થા : દેવકી ચિત્ર. દિગ્દર્શન, પટકથા, સંવાદ : બાસુ ચૅટરજી. કથા : મન્નૂ ભંડારીની ટૂંકી વાર્તા ‘યહ સચ હૈ’ પર આધારિત. ગીતકાર : યોગેશ. છબિકલા : કે. કે. મહાજન. સંગીત : સલીલ ચૌધરી. મુખ્ય કલાકારો : વિદ્યા સિંહા, અમોલ પાલેકર, દિનેશ ઠાકુર, માસ્ટર ચીકુ, નરેશ…
વધુ વાંચો >રજની પારેખ આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, ખંભાત
રજની પારેખ આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, ખંભાત : છઠ્ઠીથી સત્તરમી સદી વચ્ચેના શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સૌર સંપ્રદાયને લગતા પ્રાગ્-ઐતિહાસિક અને મધ્યકાલીન અવશેષો ધરાવતું સંગ્રહસ્થાન. તે 929 ચોમી. વિસ્તાર આવરી લે છે. પ્રારંભમાં 1960થી શિલ્પ-કલાકૃતિઓ શ્રી રજની પારેખ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં સંગૃહીત કરવામાં આવેલી. પાછળથી તેને માટેનું નવું મકાન 1996માં બાંધવામાં આવ્યું. મુખ્યત્વે નાગર અને…
વધુ વાંચો >રજનીશ, આચાર્ય
રજનીશ, આચાર્ય (જ. 11 ડિસેમ્બર 1931, કુચવાડા, મધ્યપ્રદેશ; અ. 19 જાન્યુઆરી 1990, પુણે) : ક્રાંતિકારી દાર્શનિક અને વિવાદાસ્પદ વિચારક. મૂળ નામ ચંદ્રમોહન જૈન. પિતા મધ્યપ્રદેશના ગાડરવારા ગામમાં કાપડનો વેપાર કરતા હતા. બાલ્યાવસ્થાની શરૂઆતનાં સાત વર્ષો તેઓ મોસાળમાં ઊછર્યા, પરંતુ 1938માં તેમના નાનાના અવસાન બાદ તેઓ તેમનાં નાની સાથે પોતાનાં માતા-પિતા પાસે રહેવા લાગ્યા. ચૌદ વર્ષની…
વધુ વાંચો >રજનીશ ગોવિંદ
રજનીશ ગોવિંદ (જ. 10 સપ્ટેમ્બર 1938, વીહ, જિ. ભરતપુર, રાજસ્થાન) : હિંદી લેખક. તેમણે 1963માં રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદી સાથે એમ.એ.; 1967માં અને 1977માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુક્રમે પીએચ.ડી. અને ડી.લિટ્.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેમણે આગ્રા ખાતે કે. એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હિંદી સ્ટડીઝ ઍન્ડ લિંગ્વિસ્ટિક્સના નિયામક તરીકે સેવા આપી તેમજ લેખનકાર્ય કર્યું. તેઓ 1974–75 દરમિયાન રાજસ્થાન સાહિત્ય…
વધુ વાંચો >રજબઅલીખાં
રજબઅલીખાં (જ. 3 સપ્ટેમ્બર 1874, નરસિંગગઢ; અ. 1 ઑગસ્ટ 1959, દેવાસ) : કવ્વાલ બચ્ચા ઘરાનાના પ્રતિભાવાન ગાયક. તેઓ મધ્યપ્રદેશમાં આવેલ દેવાસ ગામના વતની હતા. પિતાનું નામ મુગલુખાં. મુગલુખાં બડે મોહંમદખાંના શિષ્ય હતા. રજબઅલીખાંને સંગીતસાધક પિતા પાસેથી સંગીતના સંસ્કારો વારસામાં મળ્યા હતા. બાલ્યકાળથી જ તેમને પિતા પાસેથી સંગીતની તાલીમ મળી. ખ્યાતનામ બીનવાદક ઉસ્તાદ બંદેઅલીખાં પાસેથી તેમણે…
વધુ વાંચો >રજ્જુલાવા
રજ્જુલાવા : જુઓ જ્વાળામુખી
વધુ વાંચો >