Posts by Jyotiben
રક્તમોક્ષણ (ફસ ખોલવી)
રક્તમોક્ષણ (ફસ ખોલવી) : આયુર્વેદની એક વિશિષ્ટ ચિકિત્સા. આયુર્વેદવિજ્ઞાનની અનેક પેટાશાખાઓ છે. આયુર્વેદમાં જેમ વનસ્પતિ-ઔષધિ-ઉપચાર છે, તેમ નાની-મોટી સર્જરી કે વાઢ-કાપનું પણ જ્ઞાન છે. ‘સુશ્રુત-સંહિતા’ લખનાર મહર્ષિ સુશ્રુત ભારતના પ્રાચીન કાળના મહાન જનરલ સર્જ્યન હતા, જેમણે વનસ્પતિ કે ઔષધિ-ઉપચારોથી ન મટી શકતાં કે ખૂબ વિલંબે મટનારાં દર્દો માટે શલ્ય-શાલાક્ય (surgery) તથા ક્ષારકર્મ, અગ્નિકર્મ, પંચકર્મ, જલૌકાકર્મ…
વધુ વાંચો >રક્ત સ્થાનાંતર (red shift)
રક્ત સ્થાનાંતર (red shift) : પાર્થિવ (terrestrial) વર્ણપટની સાપેક્ષે પરાગાંગેય તારાકીય (extragalactic steller) વર્ણપટની રેખાઓનું ર્દશ્ય રક્ત(લાલ)વર્ણી છેડા તરફ સ્થાનાંતર. તારાઓના પશ્ચસરણ[પીછેહઠ(recession)]ને લીધે ઉદભવતી ડૉપ્લર ઘટનાને કારણે આવું સ્થાનાંતર થતું હોવાનું મનાય છે. દૂરદરાજનાં તારાવિશ્વો(galaxies)માંથી આવતા પ્રકાશના વર્ણપટની રેખાઓ વધુ તરંગલંબાઈ તરફ ખસે છે. અતિદૂરની નિહારિકા (nebulae) માટે આવું સ્થાનાંતર વધુમાં વધુ હોય છે. પૃથ્વીથી…
વધુ વાંચો >રક્સોલ
રક્સોલ : ભારત-નેપાળ સરહદે આવેલું બિહાર રાજ્યના પૂર્વ ચંપારણ્ય જિલ્લાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આશરે 27o ઉ. અ. અને 84o 50´ પૂ. રે. તેની ઉત્તરમાં અને પૂર્વમાં નેપાળ, દક્ષિણમાં જિલ્લાનો વિસ્તાર તથા પશ્ચિમે પશ્ચિમ ચંપારણ્ય જિલ્લો આવેલા છે. એક સમયે આ વિસ્તાર ચંપાનાં વૃક્ષોથી છવાયેલો રહેતો હતો, પરંતુ વર્તમાન સમયમાં અહીં વૃક્ષોનું પ્રમાણ અત્યંત ઘટી…
વધુ વાંચો >રગતરોહિડો
રગતરોહિડો : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tecoma undulata G. Don = Tecomella undulata (Sm.) Seem. syn. Bignonia undulata Sm. (સં. રક્તરોહિતક; હિં. રગત્રોરા, કુટશાલ્મલી; મ. રક્તરોહીડા; બં. રોઢા, ગુ. રગતરોહિડો; અં. રોહિડા ટ્રી.) છે. તે પર્ણપાતી (deciduous), શોભન ક્ષુપ કે નાનું વૃક્ષ અને વાયવ્ય અને પશ્ચિમ ભારતના શુષ્ક પ્રદેશોમાં…
વધુ વાંચો >રગ્બી
રગ્બી : એક પાશ્ચાત્ય રમત. રગ્બી રમતને ‘રગ્બી ફૂટબૉલ’ પણ કહેવામાં આવે છે. આ રીતે રગ્બી રમતનો ઇતિહાસ ફૂટબૉલની રમત જેટલો જ જૂનો છે. આ રમતની શરૂઆત રોમન લોકોની ‘દારપસ્ટમ’ રમતમાંથી થઈ છે. રગ્બી રમતમાં ખેલાડી પગ ઉપરાંત હાથનો પણ ઉપયોગ કરી શકે છે તેથી પ્રેક્ષકો માટે તે ખૂબ જ રોમાંચક રમત બની રહે છે;…
વધુ વાંચો >રઘુ
રઘુ : અયોધ્યાનો ઇક્ષ્વાકુ વંશનો પ્રસિદ્ધ રાજા. પૌરાણિક અનુશ્રુતિ મુજબ રાજા દિલીપને દિવ્ય નંદિની ગાયની સેવા કરવાના ફળરૂપે આ પુત્ર પ્રાપ્ત થયો હતો. તે બચપણથી જ ઘણો પ્રભાવશાળી હતો અને કિશોરવયે તેણે પિતાએ કરેલા અશ્વમેધમાં યજ્ઞના ઘોડાની રક્ષા કરવાની જવાબદારી સંભાળી હતી. દિલીપ પછી રાજગાદીએ આવતાં તેનો પ્રતાપ વધ્યો. તેણે રાજ્યમાં સર્વત્ર શાંતિ સ્થાપી અને…
વધુ વાંચો >રઘુનાથન્, ચિદંબર
રઘુનાથન્, ચિદંબર (જ. 1923, તિરુનેલવેલી, તમિળનાડુ) : તમિળ સાહિત્યકાર. સતત સાહિત્યિક પ્રવૃત્તિથી ધમધમતા કેન્દ્ર સમા તિરુનેલવેલીમાં તમિળ વિદ્વાનોના પરિવારમાં તેમનો જન્મ થયો હતો. પ્રારંભિક વર્ષોમાં તેઓ ડાબેરી નેતાઓ તથા અગ્રણી લેખકોના ગાઢ સંપર્કમાં આવ્યા. તેમની નવલકથા ‘પંજુમ પસિયમ’ (‘કૉટન ઍન્ડ હંગર’) 1953માં પ્રગટ થઈ ત્યારે તેને તમિળનાડુના સમાજવાદી વાસ્તવવાદના આદર્શ તરીકે વધાવી લેવામાં આવી હતી.…
વધુ વાંચો >રઘુનાથન્, માદાબુસી સંથનમ્
રઘુનાથન્, માદાબુસી સંથનમ્ (જ. 11 ઑગસ્ટ 1941 અનંતપુર; આંધ્ર પ્રદેશ) : વીસમી સદીના ભારતના એક અતિપ્રતિષ્ઠિત શ્રેષ્ઠ ગણિતજ્ઞ. તેમના હાથે લી સમૂહો વિશે ઉત્કૃષ્ટ કોટિનું સંશોધન તો થયું જ છે, પણ તેમનો પ્રભાવ ભારતના સમગ્ર ગણિતશિક્ષણ અને સંશોધન પર પડ્યો છે. માદાબુસી સંથનમ્ રઘુનાથનનું શિક્ષણ ચેન્નાઈની વિવેકાનંદ કૉલેજ તથા ચેન્નાઈ યુનિવર્સિટીમાં થયું. 1960માં બી.એ. થયા…
વધુ વાંચો >રઘુનાથાચાર્ય, એસ. બી. ‘ચક્રવર્તી’
રઘુનાથાચાર્ય, એસ. બી. ‘ચક્રવર્તી’ (જ. 1 જાન્યુઆરી 1944, રિપલ્લે, ગંટુર જિલ્લો, આંધ્રપ્રદેશ) : સંસ્કૃત અને તેલુગુ લેખક. તેમણે એસ. વી. યુનિવર્સિટી, તિરુપતિમાંથી એમ.એ.; આંધ્ર યુનિવર્સિટીમાંથી વિદ્યાપ્રવીણ અને સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી, વારાણસીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. અધ્યાપનકાર્ય બાદ તેઓ તિરુપતિમાં રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર તરીકે હાલ કામગીરી કરે છે. તેઓ એસ. વી. યુનિવર્સિટીના સંસ્કૃત…
વધુ વાંચો >રઘુવંશ
રઘુવંશ : સંસ્કૃત ભાષાનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાંનું એક મહાકાવ્ય. કવિકુલગુરુ કાલિદાસે તે રચેલું છે. એમાં 19 સર્ગ છે અને લગભગ 30 રાજાઓનું વર્ણન છે. અત્યંત પરાક્રમી અને દાનવીર એવા રઘુરાજાના વંશના રાજાઓનું વર્ણન હોવાથી આ કાવ્યને ‘રઘુવંશ’ નામ આપવામાં આવ્યું છે. મહાદેવ અને પાર્વતીની વંદનાથી કાવ્યનો પ્રારંભ થાય છે. (1) પ્રથમ સર્ગમાં રઘુવંશના રાજાઓના સામાન્ય…
વધુ વાંચો >