રઝવી, મસૂદ હસન (જ. 1893, જિ. ઉન્નાવ, લખનઉ; અ. 1975, લખનઉ) : ઉર્દૂ સાહિત્યના સંતુલિત કાવ્ય-સમીક્ષક અને લેખક. તેમણે ‘અદીબ’ ઉપનામ રાખેલું. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ ઉચ્ચશિક્ષણ અર્થે લખનઉ આવ્યા અને 1918માં લખનઉની કેનિંગ કૉલેજમાંથી બી.એ. થયા. ફારસી સાથે એમ.એ. કર્યું. તેમાં પ્રથમ કક્ષા અને યુનિવર્સિટીનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યાં. 1920માં લખનઉ યુનિવર્સિટીમાં ફારસીના અધ્યાપક તરીકે…

વધુ વાંચો >

રઝા, સૈયદ હૈદર (જ. 1922, બબારિયા, મધ્યપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. બાળપણથી ધ્યાનની સાધના કરી અને 8 વરસની ઉંમરથી બિંદુ પર એકાગ્રતા કરવાનો પ્રયત્ન કર્યો. બાળપણ વીત્યું તે ગામ કકઈયા ચોમેર પહાડો ને ગીચ જંગલોથી વીંટળાયેલું હતું. આ જંગલોમાં ગોન્ડના ઢોલના તાલે પણ બાળ રઝા આકર્ષાયો. આમ પ્રકૃતિ, ધ્યાન, યોગ અને ગોન્ડના તાલ રઝાની ભવિષ્યમાં…

વધુ વાંચો >

રડાર સ્થિર અથવા ગતિ કરતી વસ્તુનું સ્થાન નક્કી કરવા માટેની ઇલેક્ટ્રૉનિક પ્રણાલી. રડાર એ Radio Detection and Ranging(RADAR)નું સંક્ષિપ્ત રૂપ છે. રડાર માણસની દૃષ્ટિની બહાર હોય તેવા દૂર દૂરના પદાર્થોની દિશા, અંતર, ઊંચાઈ અને ઝડપ નક્કી કરે છે. સૂક્ષ્મ જંતુથી માંડીને મોટા મોટા પહાડ જેવડા પદાર્થોને તે શોધી કાઢે છે. રડાર રાત્રે, ભારે ધુમ્મસ, વરસાદ…

વધુ વાંચો >

રણ (desert) તદ્દન ઓછો વરસાદ મેળવતા ગરમ, સૂકા અને ઉજ્જડ ભૂમિવિસ્તારો. આવા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અલ્પ રહેતું હોવા છતાં તે તદ્દન વેરાન કે ખરાબાના પ્રદેશો હોતા નથી. તેમાં ભૂમિસ્વરૂપોની વિવિધતા પણ જોવા મળે છે. દુનિયાનાં મોટાભાગનાં રણોમાં ઓછામાં ઓછી એક કાયમી નદી પણ હોય છે, તેમ છતાં ભેજવાળા પ્રદેશોની જેમ રણોમાં વિપુલ પ્રમાણમાં વનસ્પતિજીવન કે…

વધુ વાંચો >

રણગોધલો (Indian courser) : ભારતનિવાસી રૂપાળું પંખી. એનું હિંદી નામ છે ‘નૂકરી’. કદ 22 સેમી. . ટિટોડી કરતાં ઘણું નાનું, પણ ઘાટ તેના જેવો જ. નર અને માદા એકસરખાં. માથું લાલ. બંને બાજુ આંખની ભ્રમર તરીકે પહોળી સ્પષ્ટ સફેદ રેખાઓ હોય છે. એની નીચે આંખમાંથી જ પસાર થતી કાળી રેખાઓ, બંને બાજુથી પાછળ ગરદન પર…

વધુ વાંચો >

રણછોડ (અઢારમી સદી) : આશરે 1690–94થી 1816ના ગાળામાં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. તે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ખડાલનો મૂળ વતની હતો. ઉત્તરાવસ્થા ખડાલથી ત્રણ માઈલ દૂર આવેલા તોરણામાં પસાર કરેલી. પિતાનું નામ નરસઈદાસ. જ્ઞાતિ દશા ખડાયતા વણિક. પૂર્વજોની અટક ‘મહેતા’, પણ પોતે ભગત હોવાથી ‘ભગત’ અટક સ્વીકારી. આજે પણ એના વંશજો આ અટકથી પોતાને…

વધુ વાંચો >

રણછોડલાલ છોટાલાલ (જ. 23 એપ્રિલ 1823, અમદાવાદ; અ. 26 ઑક્ટોબર 1898, અમદાવાદ) : અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ, સમાજસેવક અને દાનવીર. ગામઠી શાળામાં ભણતરનો પ્રારંભ કર્યો. દશ વર્ષની ઉંમરે ફારસી અને ચૌદ વર્ષની ઉંમરે અંગ્રેજીના અભ્યાસની શરૂઆત કરી. 1843માં 20 વર્ષની વયે કસ્ટમખાતામાં કારકુન તરીકે જોડાયા. ખંત અને આવડત બતાવી સમયાન્તરે 1851માં અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે પંચમહાલના આસિસ્ટન્ટ…

વધુ વાંચો >

રણજિત ફિલ્મ સ્ટુડિયો : સરદાર ચંદુલાલ શાહ અને ગૌહરબાનુએ 1929માં સ્થાપેલો ફિલ્મ સ્ટુડિયો. ભારતીય સિનેમાના આરંભથી માંડી, એટલે કે મૂંગી ફિલ્મોના સમયથી બોલતી ફિલ્મોના ચારેક દાયકા સુધી ગુજરાતી નિર્માણસંસ્થાઓ, નિર્માતાઓ અને દિગ્દર્શકોનું ભારે વર્ચસ્ રહ્યું છે. કોહિનૂર ફિલ્મ કંપની, નૅશનલ ફિલ્મ કંપની, કૃષ્ણ ફિલ્મ કંપની, લક્ષ્મી પિક્ચર્સ કંપની, સ્ટાર ફિલ્મ કંપની, ઇમ્પીરિયલ ફિલ્મ કંપની, શારદા…

વધુ વાંચો >

રણજિતરામ સુવર્ણચંદ્રક : ગુજરાતમાં સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારને ગુજરાત સાહિત્ય સભા તરફથી અપાતો ચંદ્રક. ગુજરાતની અસ્મિતા પ્રકાશિત થાય તે માટે જીવન સમર્પિત કરનારા રણજિતરામ વાવાભાઈ મહેતા (ઈ. સ. 1881–1917) એમના ટૂંકા જીવનકાળ દરમિયાન ગુજરાતી સાહિત્ય માટે, ગુજરાતના ઇતિહાસની રચના માટે, લોકગીતોના સંપાદન માટે – એમ અનેક ધ્યેય માટે ઘણું બધું કાર્ય કરી…

વધુ વાંચો >