યૉસાનો, અકિકો (જ. 7 ડિસેમ્બર 1878, ઓસાકા, જાપાન; અ. 29 મે 1942, ટોકિયો) : ‘હો શો’ના નામથી પ્રખ્યાત જાપાની કવયિત્રી. તેમની નવી કાવ્યશૈલીએ જાપાનના સાહિત્યરસિકોમાં સનસનાટી પેદા કરી હતી. શાળામાં ભણતાં હતાં ત્યારથી કવિતા રચતાં. સમવયસ્કો સાથે પોતપોતાની લખેલી કાવ્યરચનાઓ પ્રસિદ્ધ કરવા સામયિક શરૂ કરેલું. યૉસાનો ટેક્કન દ્વારા પ્રસ્થાપિત ‘શિનશિશા’ નામના ‘ન્યૂ પોઇટ્રી એસોસિયેશન’ના તેઓ…

વધુ વાંચો >

યોસેમિટે (યોસેમાઇટ) : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલો વેરાન પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 37o 51´ ઉ. અ. અને 119o 33´ પ. રે. વગડા જેવો આ પ્રદેશ સાન ફ્રાન્સિસ્કોથી પૂર્વમાં આશરે 320 કિમી. અંતરે સિયેરા નેવાડા પર્વતોમાં આવેલો છે. આ વિસ્તારમાં આશરે 1,100 જેટલી તો પગદંડીઓ પડેલી છે. તે પૈકીની મોટાભાગની પગદંડીઓ ‘હાઇ સિયેરા’ તરફ…

વધુ વાંચો >

યૌવનારંભ (puberty) : પુખ્ત વયના લૈંગિક (જાતીય) જીવનનો પ્રારંભ. સ્ત્રીઓમાં ઋતુસ્રાવ થવો શરૂ થાય તેને ઋતુસ્રાવારંભ (menarche) કહે છે. યૌવનારંભ પુરુષ અને સ્ત્રી બંનેને થાય છે. સામાન્ય રીતે 8 વર્ષની વયથી મગજના નીચલા ભાગમાં આવેલી પીયૂષિકાગ્રંથિ(pituitary gland)માં જનનાંડપોષી અંત:સ્રાવ(gonadotrophic hormone)નું ઉત્પાદન વધવા માંડે છે અને તેથી 11થી 16 વર્ષના ગાળામાં (સરેરાશ 13 વર્ષે) ઋતુસ્રાવ જોવા…

વધુ વાંચો >

રઇધૂ (અનુમાને 1457–1536) : અપભ્રંશ ભાષાના મહાકવિ અને વિદ્વાન લેખક. મહાકવિ રઇધૂએ અપભ્રંશ સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે. તેમનામાં પ્રબન્ધકાર, દાર્શનિક, આચારશાસ્ત્ર-પ્રણેતા અને ક્રાન્તિ-દ્રષ્ટાનાં તત્વોનો સમન્વય જોવા મળે છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને હિન્દી ભાષા પર તેમનું ખૂબ પ્રભુત્વ હતું. રઇધૂનું અપર નામ સિંહસેન હતું. તેઓ સાહ હરિસિંહના પુત્ર અને સંઘપતિ દેવરાજના પૌત્ર હતા. તેઓ…

વધુ વાંચો >

રઇસખાં (જ. 4 નવેમ્બર 1939) : પાકિસ્તાનના અગ્રણી સિતારવાદક. તેઓ મૂળ ભારતના વતની હતા; પરંતુ પાછળથી તેમણે પાકિસ્તાનનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું. પિતા ઉસ્તાદ મુહમ્મદખાં ઉચ્ચ કક્ષાના સિતારવાદક હતા. બાળપણમાં પિતા પાસેથી સિતાર વગાડવાની તાલીમ પ્રાપ્ત કરી હતી. તેઓ માત્ર અઢી વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમને એક નાની સિતાર આપી હતી, જેના પર તેઓ રમતમાં…

વધુ વાંચો >

રકોસી, માટયાસ (જ. 1892; અ. 1963) : હંગેરીના અગ્રણી ઉદ્દામવાદી સામ્યવાદી નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી. તેઓ હંગેરીના સામ્યવાદી નેતા બાલા કૂન (1886–1939)ના રાજકીય અનુયાયી હતા. સમય જતાં તેઓ સોવિયત સંઘના સર્વેસર્વા જોસેફ સ્ટાલિન(1879–1953)ના પ્રભાવ હેઠળ આવ્યા હતા. સ્ટાલિનની દોરવણી મુજબ રકોસીએ બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં હંગેરીમાં સામ્યવાદી પક્ષને મજબૂત કરવામાં અગત્યનો ફાળો આપ્યો હતો.…

વધુ વાંચો >

રક્તકોષઠારણ-દર (erythrocyte sedimentation rate, ESR) : ઊભી કાચની નળીમાં લોહીને ગંઠાઈ ન જાય તેવા દ્રવ્ય સાથે ભરીને મૂકવાથી તેમાંનાં ઘનદ્રવ્યોનો નીચેની તરફ ઠરવાનો દર. લોહી જ્યારે નસમાં વહેતું હોય છે ત્યારે તેમાંનાં ઘનદ્રવ્યો, મુખ્યત્વે રક્તકોષો, એકસરખી રીતે રુધિરપ્રરસ(blood plasma)માં નિલંબિત (suspended) રહે છે. પરંતુ જ્યારે શરીરમાંથી બહાર કઢાયેલા લોહીને તે જામી ન જાય માટે પ્રતિસંગુલ્મક…

વધુ વાંચો >

રક્તકોષભક્ષિતા રોગ (systemic lupus erythematosus) : વિવિધ અવયવી તંત્રોને અસર કરતો શોથકારક સ્વકોષઘ્ની વિકાર. પેશીમાં પીડાકારક સોજો આવે તેવા વિકારને શોથ (inflammation) કહે છે. બાહ્ય દ્રવ્યો (પ્રતિજન, antigen) સામે રક્ષણ આપવા માટે શરીરમાં પ્રતિદ્રવ્યો (antibodies) બને છે. તેમની વચ્ચે થતી પ્રતિક્રિયાને કારણે બાહ્ય દ્રવ્યોને શરીરનું નુકસાન કરતાં અટકાવી શકાય છે. પ્રતિજન, પ્રતિદ્રવ્ય અને તેમની વચ્ચેની…

વધુ વાંચો >

રક્તગુંજ (ગુંજ; ચણોઠી) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Abrus precatorius Linn. (સં. રક્તગુંજ, ગુંજા; મ. ગુંજ; હિં. ગુંજા, ધુધચી, ચોટલી, ચિરમિટી; બં. કુંચ; ગુ. ચણોઠી, ગુંજા; તે. ગુલવિંદે; ત. ગુંડુમની, કુંતુમની, મલ. કુન્ની, કુન્નીકુરુ; અં. ક્રૅબ્ઝ આઇ, ઇંડિયન લિકોરિશ, જેક્વિરિટી.) છે. તે લગભગ બે મીટર જેટલી ઊંચી,…

વધુ વાંચો >

રક્તપિત્ત (આયુર્વેદ) : શરીરનાં કુદરતી છિદ્રોમાંથી થતા રક્તસ્રાવનો આયુર્વેદમાં વર્ણવેલો એક રોગ. લોકવ્યવહારમાં ‘રક્તપિત્ત’ યાને કુષ્ઠ (કોઢ) કે ‘લેપ્રસી’ નામે ઓળખાતા રોગથી આયુર્વેદની પરિભાષામાં કહેલ આ ‘રક્તપિત્ત’નું દર્દ સાવ ભિન્ન છે. આયુર્વેદોક્ત આ રક્તપિત્ત રોગમાં શરીરનાં કુદરતી છિદ્રોમાંથી રક્તસ્રાવ થાય છે તે તેની ખાસ ઓળખ છે. રોગની વ્યાખ્યા : પિત્તદોષ પ્રકોપક કારણોથી પ્રકુપિત પિત્ત શરીરના…

વધુ વાંચો >