Posts by Jyotiben
જેન્ટલ, આર. એસ.
જેન્ટલ, આર. એસ. (જ. 22 સપ્ટેમ્બર 1922, દિલ્હી; અ. 25 સપ્ટેમ્બર 1981) : હૉકીના ભારતીય ખેલાડી. પૂરું નામ રણધીરસિંહ જેન્ટલ. શરૂઆતમાં દિલ્હીની ઇન્ડિપેન્ડન્ટ સ્પૉર્ટ્સ ક્લબ તરફથી રમતા હતા. 1942માં દિલ્હી તરફથી રાષ્ટ્રીય હૉકી પ્રતિયોગિતામાં ભાગ લીધો અને દિલ્હીને રાષ્ટ્રીય વિજેતા બનાવવામાં અગત્યનો ફાળો આપ્યો. 1944થી 1947 સુધી દિલ્હીનું પ્રતિનિધિત્વ અને 1946માં ટીમનું નેતૃત્વ પણ કર્યું.…
વધુ વાંચો >જેન્ટામાઇસિન
જેન્ટામાઇસિન : માઇક્રોમૉનોસ્પોરા પર્યુરિયા અને એમ. એન્કનોસ્પોરામાંથી મેળવાતું વ્યાપક પ્રભાવ ધરાવતું પ્રતિજૈવિક ઔષધ-સંકુલ. તે ઍમિનોગ્લાયકોસાઇડ છે અને મુખ્યત્વે 3 પદાર્થોનું, જેન્ટામાઇસિન, C1, C1A અને C2નું મિશ્રણ છે; તેમાં જેન્ટામાઇસિન C1 60 % જેટલું હોય છે. તે નીચેના જીવાણુઓની પ્રજાતિ(species)ના પ્રતિકાર માટે વપરાય છે : એન્ટેરોબૅક્ટર, ઍશરિકિયા, ક્લેબસિયેલા, પ્રૉટિયસ અને સેરેટિયા. આ ઉપરાંત તે સ્યૂડૉમૉનાસ ઍરુગિનોસા…
વધુ વાંચો >જેન્શિયન (જેન્શિયન મૂળ)
જેન્શિયન (જેન્શિયન મૂળ) : મધ્ય અને દક્ષિણ યુરોપ તથા તુર્કીમાં ઊગતા Gentiana lutea Linn (કુળ: Gentianaceae)નાં સૂકવેલાં મૂળ અને પ્રકંદ. તે 10થી 20 સેમી. લાંબા અને મૂળ હોય તો 2.5 સેમી. સુધીના અને પ્રકંદ હોય તો 6 સેમી. સુધીના વ્યાસના નળાકાર ટુકડા તરીકે મળે છે. મૂળની સપાટી ઉપર ઊભી કરચલીઓ હોય છે. પ્રકંદના અગ્રભાગે એક…
વધુ વાંચો >જેન્શિયાનેસી
જેન્શિયાનેસી : સપુષ્પ વનસ્પતિના દ્વિબીજપત્રી (dicotyledon) સમૂહનું એક કુળ. આ કુળની વનસ્પતિ મોટે ભાગે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, ગાંઠામૂળી ધરાવતી, છોડ સ્વરૂપની અને ભાગ્યે જ ક્ષુપ સ્વરૂપની હોય છે. પર્ણ સાદાં, સન્મુખી, ચતુષ્ક, ભાગ્યે જ એકાંતરિક, અન્-ઉપપર્ણીય; પુષ્પવિન્યાસ પરિમિત પ્રકારનો, ક્યારેક દ્વિશાખીય; પુષ્પ નિયમિત, દ્વિલિંગી, અધોજાયી, ચતુ: કે પંચઅવયવી, નિપત્રયુક્ત; વજ્રપત્રો 4થી 5, તલસ્થ ભાગે જોડાયેલાં,…
વધુ વાંચો >જેન્સન, જૉહાનિસ હાન્સ ડૅનિયલ
જેન્સન, જૉહાનિસ હાન્સ ડૅનિયલ (જ. 25 જૂન 1907, હૅમ્બર્ગ, જર્મની; અ. 11 ફેબ્રુઆરી 1973, હાઇડલબર્ગ) : પરમાણ્વીય ન્યુક્લિયસના બંધારણની લાક્ષણિકતાઓ અંગે વિશદ સમજૂતી માટે વિજ્ઞાનીઓ મારિયા જ્યૉપર્ટ—મેયર અને યુજીન. પી. વિગ્નર સાથે 1963નાં ભૌતિકશાસ્ત્રનાં સંયુક્ત નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર જર્મન ભૌતિકશાસ્ત્રી. જેન્સને યુનિવર્સિટી ઑવ્ હૅમ્બર્ગમાં અભ્યાસ કરી તે જ યુનિવર્સિટીની વિદ્યાશાખામાં 1936થી 41 સુધી સેવા…
વધુ વાંચો >જેફર્સન ટૉમસ
જેફર્સન, ટૉમસ (જ. 13 એપ્રિલ 1743, ગુચલૅન્ડ, આલ્બેમેરી કાઉન્ટી, વર્જિનિયા; અ. 4 જુલાઈ 1826, મૉન્ટીસેલો, વર્જિનિયા, યુ.એસ.) : અમેરિકાના ત્રીજા પ્રમુખ (1801–1809), અમેરિકાના સ્વાતંત્ર્ય ઘોષણાપત્રના ઉદગાતા. વર્જિનિયા યુનિવર્સિટીના સ્થાપક, સ્થાપત્યમાં નિપુણ, કાયદાના નિષ્ણાત, અગ્રગણ્ય વિદ્વાન તથા વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી નેતા. તેમનો જન્મ અને ઉછેર વર્જિનિયા રાજ્યના એક ખેડૂત કુટુંબમાં થયો. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા.…
વધુ વાંચો >જેફર્સ, રૉબિનસન
જેફર્સ, રૉબિનસન (જ. 10 જાન્યુઆરી 1887; અ. 20 જાન્યુઆરી 1962, કૅલિફૉર્નિયા) : અમેરિકન કવિ. વિદ્વાન અને ધર્મશાસ્ત્રવિદ અધ્યાપક પિતાને ત્યાં પેન્સિલ્વેનિયામાં પિટ્સબર્ગ ખાતે જન્મેલા કવિએ 5ની વયે ગ્રીક અને 15ની વયે પહોંચતાં તો અન્ય કેટલીક અર્વાચીન યુરોપીય ભાષાઓ બોલતાં શીખી લીધેલી. યુરોપમાં ખૂબ ઘૂમ્યા અને સ્વિટ્ઝર્લૅન્ડ તથા જર્મનીમાં અભ્યાસ કર્યો. 18ની વયે અમેરિકાની ઑક્સિડેન્ટલ કૉલેજમાંથી…
વધુ વાંચો >જેબલિયા, નાનાભાઈ હરસુરભાઈ
જેબલિયા, નાનાભાઈ હરસુરભાઈ (જ. 11 નવેમ્બર 1938, ખાલપર, જિ. અમરેલી) : સાહિત્યકાર અને કટારલેખક. પ્રાથમિક શિક્ષક પ્રમાણપત્રની પરીક્ષા પાસ કરી તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે 1961માં નિમણૂક મેળવી તથા બઢતી મેળવીને તાલુકા શાળામાં આચાર્યપદે કામગીરી બજાવી 1995માં સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી. તેમણે લખવાની શરૂઆત બાળવાર્તાઓથી કરી. પછી ટૂંકી વાર્તા, ધારાવાહી નવલકથા, સંતકથા, ઇતિહાસ અને કટાક્ષલેખો લખ્યા. તેમણે…
વધુ વાંચો >જેમા (જીમા) કલિકા
જેમા (જીમા) કલિકા (કુડ્મલી પ્યાલો – Gemma cup) : દ્વિઅંગી (bryophyta) વનસ્પતિઓમાં રંગે લીલી, બહુકોષી, આધારસ્થળના સંસર્ગમાં આવતા માતૃછોડથી છૂટી પડી અંકુરણ પામતી કલિકા. તે વાનસ્પતિક (vegetative) પ્રજનનનો પ્રકાર છે. માર્કેન્શિયામાં સૂકાય(thallus)ની પૃષ્ઠ બાજુએ પ્યાલા જેવા અવયવમાં ઘણી બહુકોષીય કલિકાઓ ઉત્પન્ન થાય છે. તે પ્યાલાને કુડ્મલી પ્યાલો કે જીમા પ્રકલિકા કહે છે. પૂર્ણ કદ ધારણ…
વધુ વાંચો >જેમિની (ઉપગ્રહશ્રેણી)
જેમિની (ઉપગ્રહશ્રેણી) : 1960ના દાયકાનો અમેરિકાનો ચંદ્ર ઉપરના સમાનવ સફળ ઉતરાણ માટેનો અંતરિક્ષ કાર્યક્રમ. તેનો મુખ્ય ઉદ્દેશ તે દાયકાના અંત સુધીમાં ચંદ્ર ઉપર માનવીને મોકલીને તેને સહીસલામત પાછો લાવવાનો હતો. આ ઉદ્દેશને પાર પાડવા માટે પહેલા તબક્કામાં, અમેરિકાએ મર્ક્યુરી ઉપગ્રહશ્રેણી દ્વારા સફળતાપૂર્વક શરૂઆત કરી હતી. જેમિની ઉપગ્રહશ્રેણી આ ઉદ્દેશને પાર પાડવાની યોજનામાં અત્યંત ઉપયોગી બીજા…
વધુ વાંચો >