યુગ્મદેવતા : વૈદિક સૂક્તોમાં જેમની એક સાથે સ્તુતિ થઈ હોય એવા જોડિયા દેવો. વૈદિક સાહિત્ય સ્તુતિપ્રધાન છે. તેમાં દેવોની વિવિધ સ્તુતિઓ છે. વૈદિક દેવતાને કાર્યના સંદર્ભમાં ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) સ્વતંત્ર, (2) યુગ્મ, (3) ગણ. આ વિભાજન દેવતાના કાર્યને અનુલક્ષીને હોય છે તેવો સૂર્યકાન્ત અને મેકડૉનલનો મત છે. વૈદિક યુગ્મદેવતાવાચક શબ્દો દ્વિવચનમાં…

વધુ વાંચો >

યુગ્મન (coupling) : કોઈ એક પ્રણાલીના બે કે તેનાથી વધારે ગુણધર્મો (properties) વચ્ચેનું અથવા તો બે કે તેનાથી વધારે પ્રણાલીઓ વચ્ચેનું યુગ્મન. આણ્વિક (atomic) તેમજ નાભિકીય (nuclear) કણો માટે યુગ્મનની  ઘટના જોવા મળે છે. યુગ્મનની ઘટના જુદા જુદા વર્ણપટો સમજવામાં તેમજ તેના સૂક્ષ્મ બંધારણ(fine structure)ને જાણવામાં ઉપયોગી છે. બે પ્રકારનાં યુગ્મનો મુખ્ય છે, જે L–S…

વધુ વાંચો >

યુગ્મ-નિર્માણ (pair production) : પૂરતી ઊંચી ઊર્જા ધરાવતા ફોટૉન(પ્રકાશનો ઊર્જા-કણ)માં એકસાથે ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉન પેદા થવાની ઘટના. જ્યારે ઉચ્ચ ઊર્જા ગૅમા-કિરણનો ફોટૉન (>1.02 MeV) પારમાણ્વિક ન્યૂક્લિયસના સાંનિધ્યમાં થઈને પસાર થાય છે ત્યારે આ ઘટના બને છે. ગૅમા-કિરણો દ્રવ્યમાં થઈને પસાર થાય છે ત્યારે તેમનું નીચેની ત્રણ રીતે શોષણ થાય છે : (1) ફોટો-ઇલેક્ટ્રિક ઘટના; (2)…

વધુ વાંચો >

યુ–ચી (યુએ–ચી) : ચીનના કાનસૂ પ્રાંતની વાયવ્યે વસતી એક પ્રાચીન પ્રજા, જેની એક શાખા કુષાણ ઉત્તર ભારત પર શાસન કરતી હતી. યુએ–ચીઓ લડાયક મિજાજના હતા. તેઓ યુ–ચી, યુઇશિ, ઉષિ વગેરે નામે પણ ઓળખાતા હતા. પ્રાચીન ભારતીય સાહિત્યમાં તેમને ઋષિક કહ્યા છે. ફળદ્રૂપ પ્રદેશની શોધમાં તથા અન્ય લોકો સાથેના સંઘર્ષને લીધે તેઓ સ્થળાંતર કરતા હતા. હૂણ…

વધુ વાંચો >

યુતિ : આકાશી ગોલક પર તારાઓનાં સ્થાન પરસ્પરના સંદર્ભે સ્થિર દેખાવાની ઘટના. અલબત્ત હજારો વર્ષ જેવા લાંબા સમયગાળે તેમાં ફેરફાર થતા જણાય, પરંતુ સૂર્ય, ચંદ્ર અને ગ્રહો તેમની કક્ષામાં ઘૂમતા હોવાથી, તારાગણ સંદર્ભે તેમનાં સ્થાન સતત બદલાતાં રહે છે. સૌરમંડળના આ પિંડોના કક્ષામાર્ગ લગભગ એક જ સમતલમાં આવે છે; જે ક્રાંતિવૃત્ત છે. ક્રાંતિવૃત્ત (ecliptic) એટલે…

વધુ વાંચો >

યુતિકાળ (synodic period) : સૂર્યને ફરતી કક્ષામાં ગ્રહોનું પોતપોતાની કક્ષામાં નિયત સમયમાં ભ્રમણ અથવા સૂર્યના સંદર્ભે આભાસી કક્ષાકાળ. આ ભ્રમણસમય દૂરના તારાઓની દિશાના સંદર્ભમાં હોવાથી તે તેમનો ‘નિરપેક્ષ કક્ષાકાળ’ એટલે કે sidereal period કહેવાય. આને ‘વાસ્તવિક કક્ષાકાળ’ પણ કહી શકાય, પરંતુ પૃથ્વી પરથી જોતાં પૃથ્વી પણ સૂર્ય ફરતી ભ્રમણકક્ષામાં હોવાથી ગ્રહો માટેના આભાસી કક્ષાકાળ જુદા…

વધુ વાંચો >

યુતિમાસ (synodic month) : બે ક્રમિક યુતિ વચ્ચેનો સમયગાળો. ચંદ્રની ગતિ આધારિત મહિનાની ગણતરી. સૂર્ય ક્રાંતિવૃત્ત (ecliptic) ઉપર રોજ લગભગ 1° લેખે પશ્ચિમથી પૂર્વ તરફ સરકતો જણાય છે, જ્યારે ચંદ્ર સરેરાશ દિવસના 13.2° લેખે તે જ દિશામાં આગળ વધે છે. આમ સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું ક્રાંતિવૃત્ત ઉપર કોણીય અંતર સરેરાશ રોજ 12° જેવું વધતું જણાય.…

વધુ વાંચો >

યુધિષ્ઠિર : મહર્ષિ વેદવ્યાસે રચેલા મહાકાવ્ય ‘મહાભારત’નું મુખ્ય પાત્ર. સોમવંશી પુરુકુળના રાજા અજમીઢના વંશના કુરુરાજાના પુત્ર જહનુ રાજાના પુત્ર પાંડુની પત્ની કુંતીને ધર્મદેવ કે યમદેવના મંત્ર વડે જન્મેલો પુત્ર તે યુધિષ્ઠિર. તેમને ધર્મરાજા કહેવામાં આવ્યા છે. બાળપણથી જ તે પાપભીરુ, દયાળુ અને તમામની સાથે મિત્રભાવે વર્તનાર હતા. એ પછી કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યામાં અને…

વધુ વાંચો >