Posts by Jyotiben
યુધિષ્ઠિર મીમાંસક
યુધિષ્ઠિર મીમાંસક (જ. 22 સપ્ટેમ્બર 1909, વિરકચ્યાવાસ, રાજસ્થાન; અ. ?) : સંસ્કૃત ભાષાના વીસમી સદીના આર્યસમાજી વિદ્વાન. આધુનિક યુગના પ્રસિદ્ધ વૈયાકરણ તથા વૈદિક સંહિતાઓ અને વેદાંગોના જ્ઞાતા. વેદ, વ્યાકરણ, મીમાંસા, ન્યાયશાસ્ત્ર, નિરુક્ત ઇત્યાદિ વિષયોનો તેમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો અને અનેક સંશોધનપૂર્ણ લેખો લખ્યા. ‘वेदवाणी’ નામની માસિક પત્રિકાના તેઓ સંપાદક હતા અને ભારતીય પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન અજમેરના…
વધુ વાંચો >યુધિષ્ઠિર સંવત
યુધિષ્ઠિર સંવત : જુઓ સંવત
વધુ વાંચો >યુદ્ધ
યુદ્ધ : સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે મહદ્અંશે રાજકીય હેતુ માટે વિશાળ ફલક પર ખેલાતો સામાન્ય રીતે સશસ્ત્ર સંઘર્ષ. રાજદ્વારી નીતિના અંતિમ સાધન તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. યુદ્ધનો એકમાત્ર ઉદ્દેશ શત્રુનો નાશ કરી નિર્ણાયક વિજય મેળવવાનો હોય છે. પ્રાચીન કાળમાં પરિવારો, જ્ઞાતિઓ, કબીલાઓ તથા જુદાં જુદાં પ્રતિસ્પર્ધી ધાર્મિક જૂથો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષો થતા હતા, જેમાંથી…
વધુ વાંચો >યુદ્ધ-અપરાધ
યુદ્ધ-અપરાધ : યુદ્ધને લગતાં આંતરરાષ્ટ્રીય કાયદા તથા પ્રણાલિકાનું સૈનિકો અથવા નાગરિકો દ્વારા યુદ્ધકાળ દરમિયાન થતું ઉલ્લંઘન. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પહેલાં યુદ્ધ-અપરાધોની વ્યાખ્યા સચોટ પણ મર્યાદિત બાબતોને આવરી લે તેવી હતી. તે વ્યાખ્યામાં યુદ્ધને લગતા પ્રવર્તમાન કાયદાઓનો ભંગ અને તેની સાથોસાથ યુદ્ધના માન્ય રીતરિવાજોના ભંગનો જ માત્ર સમાવેશ કરવામાં આવતો હતો. આ અંગેનો નિર્દેશ 1907ના હેગ…
વધુ વાંચો >યુદ્ધનૌકા (warship)
યુદ્ધનૌકા (warship) : યુદ્ધની કામગીરી માટે ખાસ બાંધવામાં આવેલું અને લશ્કરી સરંજામ સાથે તૈયાર કરવામાં આવેલું જહાજ. તે યુદ્ધનૌકાના નામથી પણ ઓળખાય છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મહદ્ અંશે પોલાદની ધાતુ દ્વારા બાંધવામાં આવતાં જહાજોના આવિષ્કારથી અગાઉની યુદ્ધનૌકાઓની સરખામણીમાં આધુનિક યુદ્ધનૌકાઓના સ્વરૂપમાં અને તેની લશ્કરી કામગીરીની અસરકારકતામાં ઘણા ફેરફારો થયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન પનડૂબી…
વધુ વાંચો >યુદ્ધવિરામ
યુદ્ધવિરામ : યુદ્ધમાં સંડોવાયેલા પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી દ્વારા નિશ્ચિત સમય માટે યુદ્ધની તહકૂબી અંગે થતો કરાર. યુદ્ધવિરામથી યુદ્ધનો અંત આવતો નથી. કારણ કે યુદ્ધના પક્ષકારોમાંથી જ્યારે એક પક્ષનો વિજય થાય છે ત્યારે જ યુદ્ધનો અંત આવે છે એમ કહેવાય. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) અને બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં જર્મનીનો પરાજય થતાં યુદ્ધનો અંત આવ્યો હતો અને તેમ…
વધુ વાંચો >યુદ્ધ-સામ્યવાદ (war-communism)
યુદ્ધ-સામ્યવાદ (war-communism) : સોવિયેત રશિયામાં 1917ની ક્રાંતિ પછી, આંતરવિગ્રહ દરમિયાન સામ્યવાદી નેતા લેનિને અમલમાં મૂકેલ સામ્યવાદનો પ્રયોગ. તેમાં દેશમાં સામ્યવાદી આદર્શ મુજબ વર્ગવિહીન સમાજ રચવાનો પ્રયાસ હતો. તે મુજબ મોરચે લડતા લશ્કરની તથા શહેરોમાંના કામદારોની આવશ્યકતાઓ પૂરી પાડવા વાસ્તે સરકારે રાજકીય તથા આર્થિક પગલાં ભર્યાં. સોવિયેત સરકારે મોટા ઉદ્યોગો પોતાને હસ્તક લીધા હતા. તે પ્રમાણે…
વધુ વાંચો >યુનાઇટેડ આરબ અમીરાત
યુનાઇટેડ આરબ અમીરાત : પશ્ચિમ એશિયામાં આવેલ સાત રાજ્યોનું સમવાયતંત્ર. યુનાઇટેડ આરબ અમીરાત એ અબુ ધાબી, દુબઈ, અશ શરીકાહ, અજમન, ઉમ્મ-અલ-કાયવાન, રાસ-અલ-ખયમાહ અને અલ ફુજ્યરાહ નામનાં સાત નાનાં રાજ્યોનું બનેલું સમવાયતંત્ર છે તથા અરબી સમુદ્રમાં ઈરાની અખાતના દક્ષિણ છેડે પશ્ચિમથી પૂર્વ તરફ પથરાયેલું છે. દરેક રાજ્યનું પાટનગર પણ એ જ નામથી ઓળખાય છે. ત્યાંની મોટાભાગની…
વધુ વાંચો >યુનાઇટેડ આર્ટિસ્ટ્સ
યુનાઇટેડ આર્ટિસ્ટ્સ : હૉલિવુડની એક સહકારી ચલચિત્રનિર્માણ કંપની. તેનો પોતાનો કોઈ સ્ટુડિયો નથી, પણ તેના સભ્યો પોતાની રીતે જે ચિત્રોનું નિર્માણ કરે તેનું વિતરણ કરવાનું કામ તે કરે છે. ફિલ્મનિર્માણ માટે જરૂરી સાધનો આ સંસ્થા ભાડેથી લાવે છે અને પોતાના સભ્યોને પૂરાં પાડે છે. આ કંપનીના સ્થાપકો હૉલિવુડના કેટલાક અગ્રણી કલાકારો અને કસબીઓ હતા, જેમાં…
વધુ વાંચો >યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ ઑબ્ઝર્વેટરી
યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ ઑબ્ઝર્વેટરી (United States Naval Observatory) : અમેરિકાની નૌકાદળ વેધશાળા. વૉશિંગ્ટન, ડી.સી. ખાતે આવેલી અમેરિકાની પ્રથમ સરકારી રાષ્ટ્રીય વેધશાળા. તેનો મૂળ ઉદ્દેશ નૌકાસૈન્ય અને સંરક્ષણખાતા સંબંધિત પ્રવૃત્તિઓ માટે જરૂરી માહિતીઓ પૂરી પાડવાનો છે. આમાં ખગોલમિતિ (astrometry), સમગ્ર અમેરિકામાં સમયમાપન અને અમેરિકા માટેનાં નિયંત્રક ઘડિયાળ(master clock)ની દેખરેખ અને પંચાંગો બનાવવાં વગેરે જેવી કામગીરીનો સમાવેશ…
વધુ વાંચો >