યુગદર્શન (1949) : ગુજરાતી માસિક. તેનો આરંભ ભારતની આઝાદીના ચૈતન્યસંચારમાંથી, 15મી ઑગસ્ટ 1949ને દિવસે, જન્મભૂમિ-પત્રોનું સંચાલન કરનાર સૌરાષ્ટ્ર ટ્રસ્ટે કર્યો. તેના તંત્રી તરીકે સમાજસુધારક, નીડર અને આદર્શપરાયણ લેખક પરમાનંદ કુંવરજી કાપડિયાની નિમણૂક થયેલી. ‘પ્રબુદ્ધ જીવન’ (પ્રબુદ્ધ જૈન) દ્વારા એમની કલમ વર્ષોથી જાણીતી હતી. આ સામયિક દ્વારા તેઓ ‘સત્યની ઉપાસના અને લોકશ્રેયની સાધના’ કરવા ઇચ્છતા હતા.…

વધુ વાંચો >

યુગધર્મ : ગુજરાતી સામયિક. 1922માં ઇન્દુલાલ યાજ્ઞિક અને એ પછી ડૉ. સુમંત મહેતા અને રામનારાયણ પાઠક સંપાદિત આ સામયિકે પ્રજાની રાષ્ટ્રભાવનાને સક્રિય કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રભક્તિને પ્રજાહૃદયમાં દૃઢમૂલ કરવા માટે વિશ્વઇતિહાસ, વૈશ્વિક રાજકારણના પ્રવાહો અને સ્વાતંત્ર્ય અર્થે લડતી પ્રજાઓની ભાવનાનું પ્રકટીકરણ ‘યુગધર્મ’નો વિશેષ બની રહ્યા. ‘યુગધર્મ’માં પ્રસિદ્ધ લખાણો ઇન્દુલાલની વિશાળ દૃષ્ટિના પરિચાયક છે.…

વધુ વાંચો >

યુગલિક : મધ્યકાળમાં ટપાલને એક ગામથી બીજે ગામ લઈ જનાર દોડતો હલકારો. ‘પ્રબંધચિંતામણિ’માં તેમનો અધિકારીમાં સમાવેશ થતો હોવાનું જણાવ્યું છે. તેઓ ઘણું કરીને સરકારી પત્રાદિને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડતા. કુમારપાલના સમય(1143–1174)માં મેરુતુંગ કહે છે કે કુમારપાલની જ્યારે સકળ જૈન સંઘના પ્રમુખ તરીકે વરણી થઈ ત્યારે તેણે બધા જૈન તીર્થોની યાત્રા કરવાનું ઠરાવ્યું અને તે…

વધુ વાંચો >

યુગાન્ડા : પૂર્વ-મધ્ય આફ્રિકામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : આશરે 4° 10´ ઉ. અ.થી 1° 15´ દ. અ. અને 29° 30´ પૂ. રે.થી 35° 00´ પૂ. રે. વચ્ચેનો 2,35,880 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. તે લગભગ બધી બાજુએથી ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો છે. તેની ઉત્તરે સુદાન, પૂર્વમાં કેન્યા, દક્ષિણે ટાન્ઝાનિયા અને રુઆન્ડા તથા પશ્ચિમે ઝાયર…

વધુ વાંચો >

યુગોસ્લાવ ચલચિત્ર : યુગોસ્લાવિયન ચલચિત્રનો ઇતિહાસ તો ખૂબ જૂનો છે, પણ આ બાલ્કન પ્રદેશમાં ચલચિત્રોનું નિર્માણ હંમેશાં ઓછું રહ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1918માં સર્બ, ક્રોએટ અને સ્લોવન પ્રજાઓનું રાજ્ય રચાયું. એ પહેલાં એટલે કે છેક 1886માં યુગોસ્લાવિયામાં બેલગ્રેડ ખાતે લુમિયર બંધુઓનાં ચિત્રોનું પ્રદર્શન થઈ ચૂક્યું હતું, પણ ચલચિત્ર-ઉદ્યોગનો પાયો તો છેક બીજા વિશ્વયુદ્ધ પછી…

વધુ વાંચો >

યુગોસ્લાવ સાહિત્ય : યુગોસ્લાવિયા(હાલ સોશિયાલિસ્ટ ફેડરલ રિપબ્લિક ઑવ્ યુગોસ્લાવિયા)ની મુખ્ય ભાષાઓ સર્બિયન, ક્રોએશિયન, સ્લોવેનિયન, મૅસિડોનિયન, આલ્બેનિયન અને હંગેરિયન ઉપરાંત અન્ય અલગ સમુદાયોની 20 જેટલી સત્તાવાર ભાષાઓમાં રચાયેલું સાહિત્ય. આ એક દેશમાં રહેતા વિવિધ ભાષાઓ બોલનારાઓ પોતપોતાની પરંપરાઓને જાળવી રહ્યા છે. સર્બિયન અને ક્રોએશિયન સાહિત્યની મૂળભૂત ભાષા એક છે, પરંતુ સર્બ લોકો લખવામાં સાયરિલિક અને ક્રોઍટો…

વધુ વાંચો >

યુગોસ્લાવિયા અગ્નિ યુરોપમાં આવેલો પર્વતીય દેશ. તે ‘જુગોસ્લાવિયા’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે આશરે 42° 00´થી 47° 00´ ઉ. અ. અને 13° 30´ થી 23° 00´ પૂ. રે. વચ્ચેનો (અથવા 19° 00´ ઉ. અ. અને 44° 00´ પૂ. રે. આજુબાજુનો) આશરે 2,55,804 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે બાલ્કન દ્વીપકલ્પમાં એડિયાટ્રિક…

વધુ વાંચો >

યુગ્મક (zygote) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : લિંગી પ્રજનન દરમિયાન શુક્રકોષ (sperm) અને અંડકોષ(ovam)ના સંયોજનથી નિર્માણ થતા ગર્ભ(embryo)ની પ્રાથમિક અવસ્થા. બે બહુકોષીય સજીવો એક જ જાત(species)ના હોવા છતાં તેમનાં બધાં લક્ષણોમાં સમાનતા હોતી નથી. માનવીનો દાખલો લઈએ. એક વ્યક્તિ શ્યામવર્ણી હોય તો બીજી સાવ ગોરી હોઈ શકે છે. તેમનાં માનસિક લક્ષણોમાં પણ તફાવત જોવા મળે છે. સજીવોનાં આ…

વધુ વાંચો >

યુગ્મતારાઓ : પરસ્પર આકર્ષણબળને લીધે સંકળાયેલ બે તારાઓનું યુગ્મ. વિશ્વમાં આપણા સૂર્ય જેવા એકાકી  તારાઓ તો કુલ તારાઓના 30 ટકા જેટલા જ છે. 70 ટકા તારાઓ તો બે કે તેથી વધુ તારાઓના, પરસ્પરના ગુરુત્વાકર્ષણબળ વડે સંકળાયેલ જૂથમાં આવેલા કે યુગ્મતારાઓ છે. ગુરુત્વાકર્ષણબળના પ્રભાવ નીચે કક્ષાગતિની કેટલીક ખાસિયતોને કારણે નજીક નજીક આવેલ તારાઓ બેના યુગ્મસ્વરૂપે જ…

વધુ વાંચો >