યુકાતાન : મેક્સિકોના અગ્નિ છેડા પર આવેલો દ્વીપકલ્પીય ભૂમિભાગ. ભૌગોલિક સ્થાન : તે 19° 30´ ઉ. અ. અને 89° 00´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,97,600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ અને ઉત્તર તરફ મેક્સિકોનો અખાત તથા પૂર્વ તરફ કૅરિબિયન સમુદ્ર આવેલા છે. આ ભૂમિભાગમાં યુકાતાન, ક્વિન્તાના રૂ, કૅમ્પેક જેવાં મેક્સિકન રાજ્યો તથા…

વધુ વાંચો >

યુકાવા, હિડેકી (જ. 23 જાન્યુઆરી 1907, ટોકિયો; અ. 10 સપ્ટેમ્બર 1981, કિયોટો) : ન્યૂક્લિયર બળો ઉપર સૈદ્ધાંતિક સંશોધન કરતાં મેસૉન નામના કણના અસ્તિત્વની આગાહી કરનાર જાપાનીઝ ભૌતિકવિજ્ઞાની. 1949માં (ભૌતિકવિજ્ઞાનનો) નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ જાપાની. 1926માં તેઓ કિયોટો યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. ત્યારબાદ ઓસાકા યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. તે પછી તેમણે આ બંને યુનિવર્સિટીઓમાં ભૌતિકવિજ્ઞાનનું શિક્ષણ આપ્યું.…

વધુ વાંચો >

યુકિયો-ઈ કાષ્ઠ-છાપ ચિત્રકલા (1600–1900) : જાપાનની ટોકુગાવા સમયની લોકપ્રિય બનેલી કાષ્ઠ-છાપ ચિત્રકલા. ‘યુકિયો-ઈ’ (Ukiyo-e) શબ્દનો અર્થ જાપાની ભાષામાં ‘ક્ષણભંગુર જીવનનાં ચિત્રો’ એવો થાય છે. પ્રશિષ્ટ જાપાની ચિત્રકલાથી વિપરીત યુકિયો-ઈમાં ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોને કોઈ સ્થાન નહોતું, પરંતુ ટોકિયોના ‘યોશીવારા’ નામે જાણીતા બનેલા વેશ્યાવાડાની વેશ્યાઓ, રૂપાળી લલનાઓ, કાબુકી થિયેટરનાં લોકપ્રિય બનેલાં અભિનેતાઓ તથા અભિનેત્રીઓ અને નિસર્ગ…

વધુ વાંચો >

યુકેન, રૂડૉલ્ફ ક્રિસ્ટૉફ (જ. 5 જાન્યુઆરી 1846, ઑરિચ; ઈસ્ટ ફ્રીઝલૅન્ડ, પ. જર્મની; અ. 4 સપ્ટેમ્બર 1926, જેના, પૂ. જર્મની) : જર્મનીના આદર્શવાદી તત્વવેત્તા. શૈશવકાળમાં જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠા; પણ અત્યંત સ્નેહાળ અને ઊંચી બુદ્ધિમત્તા ધરાવનાર માતાની હૂંફ નીચે પોતાના ગામ ઑરિચની શાળામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું અને તે દરમિયાન પોતાના જ એક શિક્ષક મહાન…

વધુ વાંચો >

યુકોન : કૅનેડાના વાયવ્ય ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 60°થી 70° ઉ. અ. અને 124°થી 141° પ. રે. વચ્ચેનો 4,83,450 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યની દક્ષિણે બ્રિટિશ કોલંબિયા, ઉત્તર અને પશ્ચિમ દિશાએ યુ.એસ.ના અલાસ્કા રાજ્યની સીમા, ઉત્તર ભાગમાં થઈને ઉત્તર ધ્રુવવૃત્ત પસાર થાય છે, જ્યારે વધુ ઉત્તર તરફ બ્યુફૉર્ટ સમુદ્રની સીમા…

વધુ વાંચો >

યુકોન (નદી) : ઉત્તર અમેરિકાના વાયવ્ય ભાગમાં આવેલી લાંબામાં લાંબી નદી. તે કૅનેડાના ભૂમિભાગમાંથી નીકળે છે અને યુકોન તથા અલાસ્કામાં થઈને વહે છે. આ નદીનો લગભગ B ભાગ અલાસ્કામાં આવેલો છે. બ્રિટિશ કોલંબિયામાં આવેલા તેના ઉપરવાસથી બેરિંગ સમુદ્રકિનારે આવેલા તેના મુખભાગ સુધીની તેની કુલ લંબાઈ 3,185 કિમી. જેટલી છે. આ નદી તેની આખીય લંબાઈમાં જળમાર્ગ…

વધુ વાંચો >

યુક્કા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એગેવેસી કુળની એક સદાહરિત, ક્ષુપીય પ્રજાતિ. તે મેક્સિકો, વેસ્ટ ઇંડિઝ અને યુ.એસ.ના શુષ્ક પ્રદેશોની મૂલનિવાસી છે અને લગભગ 30 જેટલી જાતિઓની બનેલી છે. તે શોભન વનસ્પતિ તરીકે પણ કેટલીક જગાઓએ ઉગાડવામાં આવે છે. કેટલીક જાતિઓ રેસાઓ માટેનો સ્રોત પણ છે. ભારતમાં તેની 4 જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. તે…

વધુ વાંચો >

યુક્રેન : અગ્નિ યુરોપમાં આવેલો ખેતીપ્રધાન, ઔદ્યોગિક અને ખનિજ-સમૃદ્ધ પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 49° 00´ ઉ. અ. અને 32° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 6,03,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં રશિયા, ઉત્તરમાં બેલારુસ, દક્ષિણમાં મોલ્દેવિયા, રુમાનિયા અને કાળો સમુદ્ર તથા પશ્ચિમે પોલૅન્ડ, સ્લોવાક પ્રજાસત્તાક અને હંગેરી આવેલાં છે. 1920થી 1991 સુધી…

વધુ વાંચો >

‘યુ’ ખીણ  : ખીણનો એક પ્રકાર. યુ ખીણ એ હિમજન્ય ઘસારાનું પરિણામ છે. હિમનદીના વહનપથ-વિભાગમાં હિમજથ્થાની બંને બાજુની ટેકરીઓના ઊર્ધ્વ ઘસારાને કારણે U-આકારના આડછેદનું ખીણદૃશ્ય ઊભું થતું હોવાથી આ પ્રકારનું ભૌમિતિક નામ પડેલું છે. કાશ્મીર વિસ્તારના ઉચ્ચ હિમાલયમાં આવેલી મોટાભાગની ખીણો ‘યુ’ આકારની છે. ક્યારેક કેટલીક નદીઓના ખીણભાગો પણ છીછરા ‘U’–આકારવાળા હોય છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >