યંત્રવાદ : સજીવ અને નિર્જીવ તમામ પદાર્થો વિવિધ પ્રકારનાં યંત્રો જ છે, એવી વિચારધારા. યંત્રવાદ, ભૌતિકવાદ, કાર્યકારણ-આધારિત નિયતિવાદ અને પ્રકૃતિવાદ – આ બધા મતો સામાન્ય રીતે એકબીજાને ટેકો આપતા વિચારોનું જૂથ છે. ક્યાંક દ્વૈતવાદ પણ યંત્રવાદ સાથે જોડાયેલો છે. આધુનિક તત્વચિંતનના સ્થાપક ફ્રેન્ચ ચિંતક ડેકાર્ટ (1596–1650) દ્વૈતવાદી (dualist) હતા; મન કે ચેતના વિચાર કરનાર વસ્તુ…

વધુ વાંચો >

યંત્ર-શસ્ત્ર-પરિચય : આયુર્વેદવિજ્ઞાન માનવજીવનનું એક શ્રેષ્ઠ વિજ્ઞાન છે, જેમાં સ્વસ્થને સ્વસ્થ રહેવાનું, રોગીને ફરી સ્વસ્થ કરવાનું અને દીર્ઘાયુ જીવન આપતું જ્ઞાન છે. ચિકિત્સા ત્રણ પ્રકારની છે : મંત્રચિકિત્સા, ઔષધિચિકિત્સા અને શલ્ય-શાલાક્ય(વાઢકાપ, સર્જરી)ની ચિકિત્સા. આયુર્વેદવિજ્ઞાનમાં પ્રાચીન કાળમાં પણ સર્જરી કે વાઢકાપની વિદ્યા ખૂબ ઉન્નત કક્ષાએ હતી. ખાસ કરી મહાભારતના યુદ્ધમાં વૈદ્યો ઘાયલ સૈનિકોનો ખૂબ કુશળતાપૂર્વક ઇલાજ…

વધુ વાંચો >

યાઉન્દે (Yaounde) : મધ્ય આફ્રિકાના પશ્ચિમ ભાગમાં આવેલા કૅમેરૂન દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 3° 52´ ઉ. અ. અને 11° 31´ પૂ. રે. તે દેશના દક્ષિણ ભાગમાં ઉચ્ચપ્રદેશ પર વસેલું છે અને પશ્ચિમ કિનારા પરના દૌઆલા બંદરેથી 210 કિમી.ને અંતરે પૂર્વ તરફ આવેલું છે. આ શહેર દેશના સરકારી વહીવટનું મુખ્ય મથક છે; પરંતુ અહીં બહુ…

વધુ વાંચો >

યાક : હિમાલય પર્વતના તિબેટ અને તેની આસપાસના વિસ્તારમાં વસતું ગાય-બળદ(cattle)ના જેવું બોવિડે કુળનું પ્રાણી. શાસ્ત્રીય નામ Bos grunniens. સામાન્યપણે તે બરફથી આચ્છાદિત ઢાળઢોળાવ, ખીણ તેમજ ઘાસવિસ્તાર(grassy land)માં દેખાય છે. પર્વતની 4,000થી 6,000 મીટર ઊંચાઈએ આવેલો ભાગ અતિશય ઠંડો અને ઉજ્જડ હોય છે. યાક આવા પ્રદેશોમાં જોવા મળે છે. યાક મોટું અને ભારે વજનવાળું પ્રાણી…

વધુ વાંચો >

યાકુસેવ, ઍલેક્ઝાંડર સર્ગેવિચ (જ. 2 જાન્યુઆરી 1947, બાલશિખ, મૉસ્કો) : બરફ પર રમાતી હૉકી(ice hockey)ના રશિયન ખેલાડી. 1972 અને 1976ની યુ.એસ.એસ.આર.ની વિજેતા ટુકડીમાં ઑલિમ્પિક રમતોમાં સુવર્ણચંદ્રક-વિજેતા. 1972માં યુ.એસ.એસ.આર. તથા નૅશનલ હૉકી લીગ (યુ.એસ.) વચ્ચેની શ્રેણી દરમિયાન ઉત્તર અમેરિકાના સંખ્યાબંધ દર્શકોને તેમના અદભુત રમતકૌશલ્યનો પહેલી જ વાર પ્રભાવક પરિચય થયો. તેઓ વીજળીક ઝડપે ગતિ કરતા અને…

વધુ વાંચો >

યાકૂબ, મૅગ્દી હબીબ, સર (જ. 1935, કેરો) : હૃદયને લગતી શસ્ત્રક્રિયાના નામી સર્જ્યન. તેમણે કેરો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને શિકાગો ખાતે અધ્યાપન કર્યું. ત્યારબાદ બ્રિટન ગયા અને ત્યાં 1969થી હેરફિલ્ડ હૉસ્પિટલ ખાતે હૃદય-વક્ષ:સ્થળ(cardio-thoracic)ના સલાહકાર સર્જન નિમાયા. વળી 1992થી તેમણે તબીબી સંશોધન તથા શિક્ષણ વિભાગના નિયામક તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો. 1986માં તેઓ નૅશનલ હાર્ટ ઍન્ડ લંગ…

વધુ વાંચો >

યાકૂબી, અલ મસૂદી (જ. ?; અ. હિ. સ. 284, ઈ. સ. 897, ઇજિપ્ત) : આરબ ઇતિહાસકાર અને ભૂગોળવેત્તા. મૂળ નામ અહમદ ઇબ્ને અલી યાકૂબ અલ મિસરી. પિતાનું નામ અબૂ યાકૂબ હતું. તેમના પૂર્વજ વાદીહ સાહિલની આઝાદ વ્યક્તિ હતા, અને તેમણે ખલીફા મન્સૂર પછી પોતાના કુટુંબ માટે અલ અબ્બાસી નામ ધારણ કર્યું હતું. તેમણે યુવાન વયે…

વધુ વાંચો >

યાકૉબ્સન, યેન્સ પીટર (જ. 7 એપ્રિલ 1847, થિસ્ટેડ, યુટ્લૅન્ડ, ડેન્માર્ક; અ. 30 એપ્રિલ 1885, થિસ્ટેડ) : ડેનિશ નવલકથાકાર અને કવિ. પ્રકૃતિવાદી ચળવળના સ્થાપક અને પુરસ્કર્તા. શુદ્ધ વિજ્ઞાનના અભ્યાસી. ચાર્લ્સ ડાર્વિનના અનુયાયી. ડાર્વિનના ‘ઑન ધી ઑરિજિન ઑવ્ સ્પીસિઝ’ (1871–73) અને ‘ધ ડિસેન્ટ ઑવ્ મૅન’ (1874) ગ્રંથોનો ડેનિશ ભાષામાં તેમણે અનુવાદ કર્યો છે. તેમણે બે નવલકથાઓ, કેટલીક…

વધુ વાંચો >

યાજુષ સર્વાનુક્રમણી : યજુર્વેદની વિવિધ સૂચિઓનો ગ્રંથ. વેદના અભ્યાસ માટે વેદાંગો જેવું જ સહાયક સર્વાનુક્રમણી સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું હતું. સર્વાનુક્રમણી એટલે વેદના દેવ, છંદ વિશેનો શબ્દસંગ્રહ (concordance) એમ કહી શકાય. વિશેષ સંદર્ભને માટે આ સર્વાનુક્રમણીઓ ઉપયોગી બની. પ્રત્યેક વેદ અને તેની શાખા માટે અલગ સર્વાનુક્રમણી રચવામાં આવી. વેદનાં છંદ, ઋષિ, દેવતા, પદ, ઇત્યાદિના અભ્યાસ માટે…

વધુ વાંચો >

યાજ્ઞવલ્ક્યસ્મૃતિ : ભારતીય ધર્મશાસ્ત્રનો ખૂબ જાણીતો ગ્રંથ. અનેક સ્મૃતિગ્રંથોમાં ખૂબ જાણીતી ‘મનુસ્મૃતિ’માં જે વિષયો ચર્ચવામાં આવ્યા છે તે બધાને સંક્ષેપમાં રજૂ કરવાનું શ્રેય આ ગ્રંથને ફાળે જાય છે. ‘શુક્લ યજુર્વેદ’ના ઉદભાવક, ‘શતપથબ્રાહ્મણ’માં અને ‘બૃહદારણ્યક’ જેવાં ઉપનિષદોમાં ઉલ્લેખાયેલા યાજ્ઞવલ્ક્ય આ સ્મૃતિના રચયિતા હોવાથી તેને ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’ એવું નામ આપવામાં આવ્યું છે. ઈ. પૂ. પહેલી સદીથી ઈ. સ.…

વધુ વાંચો >