યંગ, માઇકલ યંગ, બૅરન (ઑવ્ ડાર્ટિંગ્ટન) (જ. 1915) : બ્રિટિશ શિક્ષણશાસ્ત્રી. તેમણે લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો; પછી ગ્રે’ઝ ઇન ખાતે બૅરિસ્ટરની તાલીમ લીધી. 1953માં તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કમ્યૂનિટી સ્ટડીઝના નિયામક નિમાયા. 1965માં કન્ઝ્યુમર્સ ઍસોસિયેશનના પહેલા અધ્યક્ષ અને પછી પ્રમુખ તરીકે તેમણે કાર્યભાર સંભાળ્યો. ત્રીજા વિશ્વમાં દૂરવર્તી શિક્ષણ-પ્રક્રિયાનો વિકાસ કરવામાં તેઓ અગ્રેસર બન્યા તેમજ નૅશનલ એક્સેન્ટેશન…

વધુ વાંચો >

યંગ મેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન : સામાજિક, શૈક્ષણિક, શારીરિક વગેરે પ્રવૃત્તિઓ દ્વારા ખ્રિસ્તીઓના વિકાસાર્થે સ્થપાયેલી બિનરાજકીય સંસ્થા. લંડનમાં જૂન 1844માં જ્યૉર્જ વિલિયમ્સની આગેવાની હેઠળ 12 યુવકોએ તેની સ્થાપના કરી હતી. ત્યારબાદ એવી સંસ્થાઓ યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થપાવા લાગી. ઑસ્ટ્રેલિયામાં 1850માં અને ઉત્તર અમેરિકામાં 1851માં આવી સંસ્થાઓ સ્થાપવામાં આવી. ઉત્તર અમેરિકામાં પ્રથમ મૉન્ટ્રિયલ(કૅનેડા)માં અને તે પછી બૉસ્ટન(યુનાઇટેડ સ્ટેટ્સ)માં…

વધુ વાંચો >

યંગ, લોરેટા (જ. 6 જાન્યુઆરી 1913, સૉલ્ટ લેક સિટી; અ. 12 ઑગસ્ટ 2000, કૅલિફૉર્નિયા) : ચલચિત્રો અને ટેલિવિઝનમાં સુદીર્ઘ કારકિર્દી ધરાવતાં અભિનેત્રી. તેમનું મૂળ નામ ગ્રેચન મિશેલા યંગ હતું. માત્ર ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતા-પિતા વચ્ચે વિચ્છેદ થતાં માતા ત્રણેય દીકરીઓને લઈને હૉલિવુડ આવ્યાં અને એક બૉર્ડિંગહાઉસ શરૂ કર્યું. ચાર વર્ષની ઉંમરે લોરેટાએ બાલકલાકાર…

વધુ વાંચો >

યંગ વિમેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન : યુવતીઓના શારીરિક, સામાજિક, બૌદ્ધિક અને નૈતિક વિકાસનો હેતુ ધરાવતી વિશ્વની સૌથી જૂની સંસ્થા. 1855માં લંડનમાં યુવતીઓના એક જૂથે પ્રેયર યુનિયનની સ્થાપના કરી હતી. એ સમય દરમિયાન એમા રૉબર્ટ્સની આગેવાની હેઠળ કેટલીક સ્ત્રીઓએ ક્રિમિયાના યુદ્ધ(1853–56)માંથી પાછી આવેલી નર્સો માટે રહેઠાણની વ્યવસ્થા કરવા એક મંડળ સ્થાપ્યું. આ મંડળે ખ્રિસ્તી ગૃહો સ્થાપ્યાં. 1877માં…

વધુ વાંચો >

યંગ, શાલૉર્ટ (મેરી) (જ. 11 ઑગસ્ટ 1823, ઓત્તરબૉર્ન, હૅમ્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 24 માર્ચ 1901) : અંગ્રેજ મહિલા-નવલકથાકાર. તેમની નવલકથા ‘ધી એર ઑવ્ રેડક્લિફ’(1853)એ તેમને ભારે ખ્યાતિ અપાવી. તે અત્યંત ભાવનાસભર નવલકથા છે. તેમની એટલી જ જાણીતી બીજી નવલકથા છે : ‘હાર્ટ સીઝ’ (1854); ‘ધ ડેઇઝી ચેન’ (1856), ‘યંગ સ્ટેપ મધર’ (1861). આ નવલકથાઓ યુવાવર્ગ તેમજ…

વધુ વાંચો >

યંગ, સાઈ (જ. 29 માર્ચ 1867, ગિલ્મોર, ઓહાયો, અમેરિકા; અ. 4 નવેમ્બર 1955, ન્યૂકમર્સટાઉન, ઓહાયો) : બેઝબૉલની રમતના અગ્રણી અમેરિકન ખેલાડી. મૂળ નામ ડેન્ટન ટ્રુ યંગ. લીગકક્ષાની મહત્વની મૅચમાં રમવાનો પ્રારંભ તેમણે 1890માં કર્યો. આ જમણેરી ખેલાડીએ 22 વર્ષની (1890–1911) તેમની રમત-કારકિર્દી દરમિયાન 5 ટીમ માટે દડા-ફેંક ખેલાડી (pitcher) તરીકેની કામગીરી બજાવી. આ સુર્દઢ બાંધાના…

વધુ વાંચો >

યંગ, સિમોન (જ. 1961, સિડની, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાની ગાયન-વાદનવૃંદ-સંચાલિકા. તેમણે સિડની સંગીતશાળામાં અભ્યાસ કર્યો. 1982માં ઑસ્ટ્રેલિયન ઑપેરામાં જોડાયાં. 1987માં તેમને કૉલોન સ્ટેટ ઑપેરા તરફથી રોકવામાં આવ્યાં, પ્રથમ ઑપેરા ગાયકવૃંદનાં કંઠ્યસંગીત-શિક્ષિકા તરીકે અને પછી મદદનીશ સંચાલિકા તરીકે. ત્યારબાદ તેઓ વિયેના વૉકસોપર, વિયેના સ્ટારસોપર અને પૅરિસ ઑપેરાનાં સૌપ્રથમ સંચાલિકા તરીકે સ્થાપિત થયાં. 1994માં તેમણે…

વધુ વાંચો >

યંગહસબન્ડ, ફ્રાન્સિસ એડ્વર્ડ, સર (જ. 31 મે 1863, મરી, ભારત; અ. 31 જુલાઈ 1942, ડૉરસેટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના સાહસખેડુ પ્રવાસી અને સૈનિક. 1882માં લશ્કરમાં જોડાયા. 1886–87માં મંચુરિયાનો સાહસ-પ્રવાસ હાથ ધરી પેકિંગ(બીજિંગ)થી યારકંદ થઈને મધ્ય એશિયા પાર કર્યું; પાછા વળતાં કાસ્ગરથી મુસ્તાંગ ઘાટમાં થઈને ભારતમાં પ્રવેશવાનો માર્ગ તેમણે શોધી કાઢ્યો. 1902માં તેમણે બ્રિટિશ સૈન્ય સાથે લહાસામાં…

વધુ વાંચો >

યંત્ર (machine) : નિર્ધારિત ગતિ આપવા ઉપરાંત પ્રાપ્ય યાંત્રિક શક્તિને સુધારી નિર્ધારિત કાર્યમાં તેનું પ્રેષણ કરી શકે તેવું સાધન. આમાં ઉચ્ચાલન, ચક્ર, ગરગડી, સ્ક્રૂ જેવાં સાદાં યંત્રોથી માંડીને આધુનિક ગાડીઓમાં વપરાતાં એન્જિનોનો પણ સમાવેશ થાય. યંત્રોનાં દેખાવ, કદ અને કાર્ય વિવિધ અને વ્યાપક હોય છે. પેપર-પંચ મશીનથી માંડીને હવાઈ જહાજ સુધીનાં જાતજાતનાં યંત્રો કાર્યરત હોય…

વધુ વાંચો >

યંત્રમાનવ (robot) : માનવની માફક કાર્ય કરતું માનવસર્જિત યંત્ર. યંત્રમાનવની ઘણી વ્યાખ્યાઓમાં ‘ફરી ફરી પ્રોગ્રામ કરી બહુવિધ કાર્ય કરી શકે તેવું કૌશલ્યધારી યંત્ર’ એવી વ્યાખ્યા સ્વીકારાઈ છે. અહીં કૌશલ્યનો અર્થ છે – ફેરફારો કરી જરૂરી કાર્ય કરવાની ક્ષમતા. અઢારમી સદીના અંતભાગમાં વરાળયંત્રો શોધાયાં અને ત્યારબાદ ઓગણીસમી સદીમાં અનેક પ્રકારનાં યંત્રો વિકસતાં માનવશરીર દ્વારા કરવાનું થતું…

વધુ વાંચો >