યકૃતકાઠિન્ય (liver cirrhosis) : ચેપ કે અન્ય કોઈ કારણસર યકૃતકોષોને થયેલી ઈજાને કારણે યકૃતમાં તંતુઓ તથા યકૃતકોષોના ગંડિકા-સ્વરૂપ પુન:સંજનન(regeneration)થી ઉદભવતી સ્થિતિ. તેમાં પેશીવિકૃતિ-સ્વરૂપે મુખ્ય 2 વિકૃતિઓ ઉદભવે છે  તંતુતા (fibrosis) અને ગંડિકાઓ (nodules). આ એક ગંભીર પ્રકારનો રોગ છે અને અમેરિકામાં મૃત્યુનાં કારણોમાં 10મે સ્થાને આવે છે. અમેરિકામાં વય-સંબંધિત મૃત્યુદર ગણવામાં આવેલો છે અને તે…

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું (Indian childhood cirrhosis) : ફક્ત ભારતીય ઉપખંડમાં જોવા મળતો બાળકોનો યકૃતકાઠિન્યનો વિકાર. તેને ભારતીય લાળ-યકૃતકાઠિન્ય પણ કહે છે. તે 1 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. તેમાં પેટ સતત મોટું થતું રહે છે, બાળક ઉશ્કેરાયેલું રહે છે, કારણ ન દર્શાવી શકાય તેવો અનિયમિત અને મંદતીવ્રતાવાળો તાવ આવે છે, મોટું થયેલું યકૃત અમૃદુ (firm)…

વધુ વાંચો >

યકૃતક્ષમતા-કસોટીઓ (liver function tests) : યકૃતનાં કાર્યો અને તેમાં થતી ક્રિયાઓ દર્શાવતી જૈવરાસાયણિક કસોટીઓ. તેમની મદદથી યકૃતના રોગોનું નિદાન, તેમનો એકબીજાથી નિદાનભેદ, યકૃતને થયેલા નુકસાનની તીવ્રતા તથા સારવારની અસર જાણી શકાય છે. તેમની કેટલીક મર્યાદાઓ પણ છે અને તે ઘણી વખત તીવ્ર વિકારની હાજરીમાં લગભગ સામાન્ય પરિણામો પણ આપે છે. વળી ક્યારેક જે રોગોમાં યકૃત…

વધુ વાંચો >

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy) : યકૃતના રોગને કારણે થતી બેભાનાવસ્થા. તેને કમળી અથવા યકૃતવિકારજન્ય મસ્તિષ્કરુગ્ણતા કહે છે. તેના લક્ષણસમૂહમાં વિવિધ ચેતા-માનસિક લક્ષણો થઈ આવે છે; જેમ કે સભાનતામાં ઘટાડો, વર્તનવિકાર, વ્યક્તિત્વવિકાર, વધઘટ થતાં ચેતાતંત્રીય ચિહ્નો, પંખકંપન (asterixis અથવા flapping tremor) વગેરે. મગજનો વીજાલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram) વિશિષ્ટ પ્રકારના ફેરફારો દર્શાવે છે. તે ઉગ્ર, દીર્ઘકાલી…

વધુ વાંચો >

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension) : આંતરડાં અને બરોળમાંથી આવતા લોહીને યકૃતમાં મોકલવામાં આવે તેવા રુધિરાભિસરણમાં વધેલું દબાણ. બરોળ અને આંતરડાંમાંનું લોહી લઈ જતી શિરાઓ એકબીજીને મળીને નિવાહિકા શિરા (portal vein) બનાવે છે. તે યકૃતમાં પ્રવેશે છે અને યકૃતના કોષોની વચ્ચે આવેલી વિવરિકાભો (sinusoids) નામની પોલી જગ્યાઓમાં લોહી ઠાલવે છે. વિવરિકાભોમાંનું લોહી મધ્યસ્થ શિરાઓ(central veins)માં એકઠું…

વધુ વાંચો >

યકૃતમાં ગાંઠ : યકૃતમાં કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠ. તેના મુખ્ય 2 પ્રકારો છે : સૌમ્ય (benign) અને મારક (malignant). મારક ગાંઠને કૅન્સર કહે છે. યકૃતમાં થતા કૅન્સરને યકૃતકૅન્સર, યકૃતકોષીય કૅન્સર, યકૃતકોષીય કર્કાર્બુદ (hepato-cellular carcinoma), યકૃતાર્બુદ (hepatoma) – એમ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. (જુઓ કૅન્સર, યકૃતનું). યકૃતમાં આંતરડાં, જઠર, ફેફસાં, સ્તન તથા અન્ય અવયવોમાંથી…

વધુ વાંચો >

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય (drug and toxin induced liver disease) : દવાઓ તથા રસાયણોની યકૃત પર થતી ઝેરી અસર. રોજ નવી દવાઓ બને છે, નવાં નવાં રસાયણોના સંસર્ગમાં અવાય છે. કુદરતી (નૈસર્ગિક) કે દ્રુમજન્ય (herbal) ઔષધોનો ઉપયોગ કરાય છે. આ બધાંમાંથી ઘણાં યકૃતમાં વિષતા સર્જે છે. તેને ઘણી વખત વિષાણુજ યકૃતશોથ (viral hepatitis) અથવા પિત્તરોધી…

વધુ વાંચો >

યકૃતવિપાક (hepatic abscess) : યકૃતમાં ગૂમડું થવું તે. તેને યકૃતીય સપૂય ગડ પણ કહે છે. યકૃતમાં થતાં ગૂમડાં અમીબા તથા જીવાણુઓ (bacteria) દ્વારા લાગતા ચેપથી થાય છે. જીવાણુથી લાગતા ચેપમાં પરુવાળાં ગૂમડાં થાય છે માટે તેને પૂયકારી સપૂય ગડ (pyogenic abscess) પણ કહે છે. (1) અમીબાજન્ય યકૃતવિપાક ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોમાં વધુ પ્રમાણમાં થાય છે…

વધુ વાંચો >