Posts by Jyotiben
પરીખ રસિકલાલ (રાજવૈદ્ય)
પરીખ રસિકલાલ (રાજવૈદ્ય) (જ. અ. 14 નવેમ્બર 1989) : અમદાવાદની પ્રખ્યાત સંજીવની હૉસ્પિટલના સંચાલક વૈદ્ય. ગુજરાતભરમાં તેઓ શુદ્ધ આયુર્વેદના હિમાયતી તરીકે સુપ્રસિદ્ધ હતા. ‘ચરક’ નામનું માસિક પત્ર તેઓ પ્રકાશિત કરતા હતા. ગઢડાવાળા પ્રભાશંકર વૈદ્યના તેઓ પટ્ટશિષ્ય હતા. તન, મન, ધનથી આયુર્વેદની સેવા કરનારાઓમાં એમનું સ્થાન સર્વોપરી ગણાતું. ધૂની હોઈ પૈસા સામે જોયા વિના, તનતોડ મહેનત કરીને…
વધુ વાંચો >પરીખ, રસિકલાલ છોટાલાલ
પરીખ, રસિકલાલ છોટાલાલ (જ. 20 ઑગસ્ટ, 1897, સાદરા; અ. 1 નવેમ્બર, 1982, અમદાવાદ) : કવિ, નાટ્યલેખક, બહુશ્રુત વિદ્વાન, ઇતિહાસવિદ સંશોધક, વિવેચક, અનુવાદક અને સંપાદક. ઉપનામ ‘મૂસિકાર’ અને ‘સંજય’. એમણે પ્રાથમિક શિક્ષણ સાદરામાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં અને ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં લીધેલું. કૉલેજમાં તેમણે સંસ્કૃત નાટક તેમ જ વેદ, વેદાન્ત આદિ તત્ત્વજ્ઞાનની અભિરુચિ…
વધુ વાંચો >પરીખ, રસિકલાલ નરસિંહદાસ
પરીખ, રસિકલાલ નરસિંહદાસ (જ. 16 મે 1910, વાલિયા, રાજપીપળા; અ. 23 જૂન 1982, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી ચિત્રકાર અને ચિત્રશિક્ષક. બાળપણથી જ તેમને રમકડાં, શિલ્પ અને ચિત્રો બનાવવાની લગની હોવાથી 1929માં અમદાવાદમાં કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રનો અભ્યાસ શરૂ કર્યો. પછી 1931માં તેઓ દેવીપ્રસાદ રાયચૌધરી પાસે કલાશિક્ષણ લેવા ચેન્નાઈ ગયા અને પછી મુંબઈ જઈ…
વધુ વાંચો >પરીખ, રામલાલ ડાહ્યાભાઈ
પરીખ, રામલાલ ડાહ્યાભાઈ (જ. 18 એપ્રિલ, 1927, વડોદરા; અ. 21 નવેમ્બર 1999, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી કેળવણીકાર. જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં. માતાનું નામ હસુબહેન. પિતા ડાહ્યાભાઈ કારકુન હતા. નાનપણમાં જ પિતાનું છત્ર ગુમાવ્યું. મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના વિષય સાથે તેઓ એમ.એ. થયા. વિદ્યાર્થીકાળથી જ શાળાના શિક્ષણ ઉપરાંત અન્ય અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેઓ ભાગ…
વધુ વાંચો >પરીખ, વસંતરાય ગિરધરદાસ
પરીખ, વસંતરાય ગિરધરદાસ (જ. 17 માર્ચ 1933, શિહોર) : સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપક. શામળદાસ કૉલેજ, ભાવનગરમાં અભ્યાસ કરી બી.એ.માં કણિયા પ્રાઇઝ મેળવ્યું હતું. સંસ્કૃત વિષયમાં 1956માં એમ.એ.ની પદવી મેળવી. 1968માં ન્યાયવૈશેષિકમાં પીએચ.ડી.ની પદવી મેળવી. પ્રતાપરાય આર્ટ્સ કૉલેજ, અમરેલીમાં ક્રમશ: સંસ્કૃતના અધ્યાપક, અધ્યક્ષ અને અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ તરીકે કુલ તેત્રીસ વર્ષ સેવાઓ આપી. 1993માં નિવૃત્તિ દરમિયાન રાજકોટ,…
વધુ વાંચો >પરૂળેકર, ગોદાવરી
પરૂળેકર, ગોદાવરી (જ. 14 ઑગસ્ટ 1907, પુણે; અ. 8 ઑક્ટોબર 1996) : મરાઠી લેખિકા. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ પુણેમાં લીધું. એમણે એલએલ.બી.ની પદવી 1932માં મેળવી. જાણીતા સામ્યવાદી શામરાવ પરૂળેકર સાથે લગ્ન થયાં અને પતિની જોડે થાણાના આદિવાસી ક્ષેત્રમાં સેવાકાર્યમાં જોડાઈ ગયાં. ગોપાળ કૃષ્ણ દેવધરની પ્રેરણાથી તેમણે સમાજસેવાનું ક્ષેત્ર અપનાવ્યું. પાછળથી તે સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટીમાં…
વધુ વાંચો >પરેઝ, એસ્કવિલ ઍડૉલ્ફ
પરેઝ, એસ્કવિલ ઍડૉલ્ફ (જ. 26, નવેમ્બર, 1931, બુનોઝ એર્સ, આર્જેન્ટીના) : 1980ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા તથા માનવ-અધિકારોના પ્રખર પુરસ્કર્તા. તેમના પિતા સાધારણ માછીમાર હતા. આર્જેન્ટાઇન નૅશનલ સ્કૂલ ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1968માં તેઓ પ્રાધ્યાપક નિમાયા ત્યારે શિલ્પકાર તરીકે પણ જાણીતા બની ચૂક્યા હતા. વિવિધ અહિંસક સંગઠનોની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા તેમણે પોતાની તમામ શક્તિ કામે…
વધુ વાંચો >પરોક્ષ નમનકોણ
પરોક્ષ નમનકોણ : જુઓ, નમન, નમનકોણ (dip), નમનદિશા
વધુ વાંચો >પરોક્ષ શોષણ
પરોક્ષ શોષણ : કોષમાં ક્ષારોનું થતું અચયાપચયિક (non-metabolic) શોષણ. વનસ્પતિકોષને ક્ષારોના નીચી સાંદ્રતાવાળા માધ્યમમાંથી ઊંચી સાંદ્રતા ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે આયનોનું શરૂઆતમાં ઝડપથી શોષણ થાય છે અને ત્યાર પછી ચયાપચયિક નિયમન હેઠળ એકધારું ધીમું શોષણ થાય છે. આરંભિક ઝડપી શોષણ પર તાપમાન કે ચયાપચયિક અવરોધકોની અસર થતી નથી એટલે કે આ પ્રક્રિયા સાથે ચયાપચયિક…
વધુ વાંચો >પરોપજીવી પ્રાણીઓ
પરોપજીવી પ્રાણીઓ : જીવવા માટે અન્ય સજીવો પર અવલંબિત એવાં પ્રાણીઓનો સમૂહ. આમાંનાં કેટલાંક પ્રાણીઓ આખી જિંદગી દરમિયાન એક યા એક કરતાં વધારે સજીવોના શરીરમાં વાસ કરી પરજીવી જીવન પસાર કરતાં હોય છે (દા. ત., મલેરિયા જંતુ). કેટલાંક પ્રાણીઓ અંશત: અથવા તો અન્ય સજીવોના શરીર પર ચોંટીને (દા. ત., ઇતરડી) બાહ્ય પરોપજીવી તરીકે જીવે છે.…
વધુ વાંચો >