Posts by Jyotiben
પરોલ (પેરોલ)
પરોલ (પેરોલ) : ન્યાયાલય દ્વારા કેદની સજા ભોગવતા કેદીને વાજબી કારણસર અપાતી કામચલાઉ શરતી મુક્તિ. કેદીને ફરમાવવામાં આવેલ કુલ સજામાંથી અમુક સજા ભોગવ્યા પછી જ તેને પરોલ પર છોડવામાં આવે છે. આવી રીતે છોડવામાં આવેલ કેદીએ પરોલ દરમિયાન કારાવાસની બહાર સારા વર્તનની બાંયધરી આપવાની હોય છે. તે માટે ઘડવામાં આવેલા નિશ્ચિત નિયમોમાંથી કેદી દ્વારા કોઈ…
વધુ વાંચો >પર્કિન, વિલિયમ હેન્રી (સર)
પર્કિન, વિલિયમ હેન્રી (સર) (જ. 12 માર્ચ 1838, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 14 જુલાઈ 1907, સડબરી, મિડલસેક્સ, ઇંગ્લૅન્ડ) : એનીલીન રંગકોના શોધક અને કાર્બનિક રસાયણ ઉદ્યોગના સ્થાપક. બ્રિટિશ રસાયણવિદ. પિતા થૉમસ પર્કિનનાં સાત સંતાનોમાં સૌથી નાના પુત્ર. પિતાની નામરજી છતાં પર્કિન 1853માં રૉયલ કૉલેજ ઑવ્ કેમિસ્ટ્રી (હવે ઇમ્પિરિયલ કૉલેજનો એક વિભાગ), લંડનમાં 15 વર્ષની ઉંમરે રસાયણવિજ્ઞાન…
વધુ વાંચો >પર્જન્ય
પર્જન્ય : ઋગ્વેદના એક ગૌણ કક્ષાના અંતરિક્ષ-સ્થાનીય દેવતા. પૃથિવીના પતિ અને દ્યૌ: ના આ પુત્રની ઋગ્વેદમાં માત્ર ત્રણ જ સૂક્તોમાં, પૃથ્વી પર જળસિંચન કરનાર દેવ તરીકે સ્તુતિ કરવામાં આવી છે. વર્ષાકાલીન મેઘના રૂપમાં, એક સજીવ દેવ તરીકે નિરૂપતી પર્જન્યની તુલના જોરથી બરાડા પાડતા વૃષભ સાથે કરવામાં આવી છે. તે જ્યારે વિશ્વને જળબંબાકાર કરે છે ત્યારે…
વધુ વાંચો >પર્ટ (Programme Evaluation and Review Technique – PERT)
પર્ટ (Programme Evaluation and Review Technique – PERT) : નિર્માણયોજનાનાં વિક્ટ કાર્યો પૂરાં કરવા માટે, સમયનો અંદાજ કાઢી તદનુસાર સમયસારણી બનાવીને વિકસાવવામાં આવેલી સંકલન-પદ્ધતિ. નિર્માણયોજના સાંગોપાંગ સમયસર પૂરી થાય તે માટે વિવિધ પ્રકારની સંચાલકીય અંકુશપદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે. તે પૈકી એક છે ‘કાર્યક્રમ મુલવણી અને પુનરવલોકન પદ્ધતિ’ (Programme Evaluation and Review Technique – PERT) અને…
વધુ વાંચો >પર્ણદત્ત
પર્ણદત્ત : ઈ. સ.ની પાંચમી સદીમાં સુરાષ્ટ્રનો રાજ્યપાલ. ગિરનાર અને જૂનાગઢની વચ્ચે આવેલા એક શૈલ ઉપર મગધના મહારાજધિરાજ સ્કંદગુપ્તના સમયનો અભિલેખ કોતરેલો છે. તેમાં એ સમયના સુરાષ્ટ્રના રાજ્યપાલ પર્ણદત્ત વિશે માહિતી આપી છે. બીજા બધા પ્રદેશોના ગોપ્તા (રાજ્યપાલ) નીમીને સ્દકંદગુપ્તે સુરાષ્ટ્રમાં કોઈ યોગ્ય ગોપ્તા નીમવા માટે બહુ ચિંતન કર્યું (કેમ કે, આ એ સામ્રાજ્યનો સીમાન્ત…
વધુ વાંચો >પર્ણવિન્યાસ (phyllotaxy)
પર્ણવિન્યાસ (phyllotaxy) : વનસ્પતિના પ્રકાંડ કે તેની શાખા પર ઉદ્ભવતાં પર્ણોનો ઉત્પત્તિક્રમ અને તેની ગોઠવણી. આ ગોઠવણી ખૂબ નિયમિત અને ગણિતીય હોય છે. જુદી જુદી વનસ્પતિની જાતિઓમાં પર્ણવિન્યાસ જુદો જુદો હોય છે; પ્રત્યેક જાતિમાં પર્ણવિન્યાસ નિશ્ચિત પ્રકારનો હોય છે. સામાન્યત: પ્રકાંડ નળાકાર અને લાંબું હોય છે અને જમીનની બહાર રહે છે. આવા પ્રકાંડ પર આવેલાં…
વધુ વાંચો >પર્થ
પર્થ : ઑસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ ભાગમાં આવેલા પશ્ચિમ ઑસ્ટ્રેલિયા રાજ્યનું પાટનગર, મોટામાં મોટું શહેર અને મહત્ત્વનું ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 31° 56´ દ. અ. અને 115° પૂ. રે.. પશ્ચિમમાં હિન્દી મહાસાગર અને પૂર્વમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી ડાર્લિંગ હારમાળા વચ્ચેના મેદાનમાં તે સ્વાન નદીના કિનારે વસેલું છે. ઑસ્ટ્રેલિયાની પૂર્વમાં આવેલા સિડનીથી તે 3352 કિમી.ને અંતરે આવેલું…
વધુ વાંચો >પર્થાઇટ (Perthite)
પર્થાઇટ (Perthite) : ફેલ્સપારનો પ્રકાર. બે ફેલ્સ્પારના આંતરવિકાસથી બનતું ખનિજ. ઑર્થોક્લેઝ અથવા માઇક્રોક્લિનનો આલ્બાઇટ સાથે આંતરવિકાસ રચાતાં તૈયાર થતું, મૂળ ખનિજોથી અલગ પડતું, ફેલ્સ્પાર ખનિજ. સૂક્ષ્મદર્શક હેઠળ જોવા મળતા આ પ્રકારના આંતરવિકાસને સૂક્ષ્મ-પર્થાઇટ (micro-perthite) કહેવો એ વધુ યોગ્ય ગણાય. આ પ્રકારના આંતરવિકાસમાં પોટાશ-ફેલ્સ્પારમાં સોડા-પ્લેજિયો- ક્લેઝની દોરીઓ, ટુકડાઓ કે વીક્ષાકારો જોવા મળે છે; આથી ઊલટું થાય…
વધુ વાંચો >પર્મિયન રચના
પર્મિયન રચના પ્રથમ જીવયુગના છ કાળગાળાઓ પૈકી છઠ્ઠા ક્રમે આવતા સૌથી ઉપરના વિભાગ પર્મિયન કાળ દરમિયાન તૈયાર થયેલી ખડકરચના. ભૂસ્તરીય ઇતિહાસના કાળક્રમમાં આ રચનાના સ્તરોની જમાવટ આજથી ગણતાં 28 ણ્ કરોડ વર્ષ અગાઉથી શરૂ થયેલી અને 22.5 કરોડ વર્ષ અગાઉ પૂરી થયેલી હોઈને તેનો કાળગાળો 5.5 કરોડ વર્ષનો ગણાય. તેની નીચે તરફ કાર્બોનિફેરસ રચના અને…
વધુ વાંચો >પર્મેનન્ટ ઇન્ટરનેશનલ પીસ બ્યૂરો
પર્મેનન્ટ ઇન્ટરનેશનલ પીસ બ્યૂરો : 1910ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારની વિજેતા સંસ્થા. સ્થાપના 1892. શાંતિ માટે સઘન પ્રયાસ કરી શકે તેવી સંસ્થા ઊભી કરવાનો વિચાર ફ્રેડરિક બેજર નામના વિશ્વશાંતિના પુરસ્કર્તાએ રજૂ કર્યો. 1880માં લંડન ખાતે મળેલી આંતરરાષ્ટ્રીય-રાજકીય પરિષદમાં તે માટે એક સમિતિની રચના કરવામાં આવી અને તેના અનુસંધાનમાં 1891માં સ્વિટ્ઝર્લૅન્ડના બર્ન નગરમાં આ સંસ્થાના માહિતીકેન્દ્રની…
વધુ વાંચો >