પરીખ, ઇષિરા (જ. 11 માર્ચ 1962, અમદાવાદ) : કથક નૃત્યશૈલીનાં જાણીતાં કલાકાર. તેમણે સમગ્ર શિક્ષણ તથા નૃત્યની તાલીમ અમદાવાદ ખાતે લીધી છે. પિતાનું નામ સુબંધુ અને માતાનું નામ સાધના, જેઓ અમદાવાદની હરિવલ્લભદાસ કાળીદાસ આર્ટ્સ કૉલેજમાં મનોવિજ્ઞાન વિષયનાં અધ્યાપિકા હતાં. પિતા વ્યવસાયે કૉન્ટ્રેક્ટર છે. ઇષિરાના દાદા રસિકલાલ છોટાલાલ પરીખ ગુજરાતના જાણીતા વિદ્વાન હતા. ઇષિરા પરીખ ‘આનર્ત…

વધુ વાંચો >

પરીખ, ઉત્સવભાઈ શંકરલાલ (જ. 12 ડિસેમ્બર, 1912, આંતરસૂબા, જિ. ખેડા; અ. 23 જૂન, 1985) : સ્વાતંત્ર્ય-સૈનિક, જાહેર જીવનના આગેવાન, ગુજરાત રાજ્યના માજી મંત્રી. પ્રાથમિક શિક્ષણ આંતરસૂબામાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લઈને 1929માં મૅટ્રિક. તે પછી વિલ્સન કૉલેજમાં દાખલ થઈ ઉચ્ચ શિક્ષણ મેળવતા હતા તે દરમિયાન 1930માં સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થતાં વિદ્યાર્થી-પ્રવૃત્તિની આગેવાની સંભાળી. 1932માં બનારસ…

વધુ વાંચો >

પરીખ, ઊર્મિ રસિકલાલ (જ. 29 માર્ચ 1948, અમદાવાદ, ગુજરાત, અ. 8 એપ્રિલ 2007, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતનાં મહિલા ચિત્રકાર. ગુજરાતના અગ્રગણ્ય ચિત્રકાર રસિકલાલ પરીખનાં એ પુત્રી. બાળપણથી જ કલાશિક્ષક પિતા પાસેથી ચિત્રની તાલીમ લેવી શરૂ કરી. મૅટ્રિક પછી અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં ચિત્રકળાના ડિપ્લોમા માટે અભ્યાસ કર્યો. અભ્યાસ પછી ત્યાં જ તેઓ…

વધુ વાંચો >

પરીખ, દિલીપ રમણલાલ (જ. 14 ફેબ્રુઆરી 1937, મુંબઈ) : ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. તેઓ ગુજરાત યુનિવર્સિટીની બી.એ. (અર્થશાસ્ત્ર) તથા એલએલ.બી.ની પદવીઓ ધરાવે છે. તેમણે ગુજરાત વેપારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન, પ્લાસ્ટિક ઍન્ડ રબર ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ જેવી રાજ્યની અગ્રણી ઉદ્યોગ અને વાણિજ્યક્ષેત્રની સંસ્થાઓના પ્રમુખ તરીકે સેવાઓ…

વધુ વાંચો >

પરીખ, ધીરુ (ભાઈ) (જ. 31 ઑગસ્ટ, 1933, વીરમગામ; અ. 9 મે, 2021, અમદાવાદ) : ગુજરાતી સાહિત્યકાર અને સાહિત્યિક પત્રકાર. પિતાનું નામ ઈશ્વરલાલ, જેઓ ગાંધીવાદી વિચારસરણીને વરેલા હતા અને વીરમગામમાં ડૉક્ટરનો વ્યવસાય કરતા હતા. તેમણે આઝાદીની લડતમાં પણ ભાગ લીધો હતો. માતાનું નામ ડાહીબહેન. પત્ની કમળાબહેન અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજી વિભાગનાં વડાં હતાં. ધીરુભાઈનું…

વધુ વાંચો >

પરીખ, નરહરિભાઈ દ્વારકાદાસ (જ. 7 ઑક્ટોબર, 1891, કઠલાલ, જિ. ખેડા; અ. 15 જુલાઈ, 1957, બારડોલી) : ગાંધીવાદી બુનિયાદી શિક્ષણના હિમાયતી, કેળવણીકાર, સ્વાતંત્ર્ય-સૈનિક અને લેખક. પિતા દ્વારકાદાસ મોતીલાલ પરીખ વડોદરા રાજ્યમાં વકીલ હતા. પછી અમદાવાદમાં વસવાટ કર્યો. તેઓ ગુજરાતના એક નાના દેશી રાજ્યના દીવાન પણ હતા. નરહરિભાઈ કિશોરવયથી દેશનેતાઓ લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર…

વધુ વાંચો >

પરીખ, પ્રવીણચન્દ્ર ચિમનલાલ (જ. 26 માર્ચ 1937, ખેડા) : ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્વ, લિપિવિદ્યા, સ્થાપત્ય, શિલ્પ અને સિક્કાશાસ્ત્રના પ્રતિષ્ઠિત વિદ્વાન. તેમના પિતાશ્રી આબુરોડ સ્ટેશને પોસ્ટમાસ્ટર તરીકેની સેવા આપતા હતા. પિતાશ્રીના અવસાન બાદ વિધવા માતા શાંતાબહેને સંતાનો સાથે મહેમદાવાદ મુકામે નિવાસ કર્યો. પ્રવીણચંદ્રે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ મહેમદાવાદમાં લીધું હતું. 1955માં કુટુંબે અમદાવાદ મુકામે સ્થળાંતર કર્યું.…

વધુ વાંચો >

પરીખ, પ્રિયકાન્ત કાન્તિલાલ (જ. 1 જાન્યુઆરી 1937, રાજપીપળા, જિ. નર્મદા; અ. 2 ઑક્ટોબર 2011, વડોદરા) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર. માતાનું નામ ગજરાબા. 1957માં બી.એ., 1960માં એમ.એ. તથા 1980માં એમ.ફિલ.. મુંબઈની જી. ટી. હાઈસ્કૂલથી શરૂ કરી, હાલોલ, ડભોઈ વગેરે સ્થળોએ શિક્ષક તરીકે સેવા બજાવી. 1961થી 1969 દરમિયાન સંખેડા, ગોધરા, રાજપીપળા, સાબરમતી અને ભાદરણની કૉલેજોમાં અધ્યાપનકાર્ય…

વધુ વાંચો >

પરીખ, મુકુન્દ ભાઈલાલ (જ. 26 જાન્યુઆરી 1934, નદીસર, જિ. પંચમહાલ) : ગુજરાતના નવલકથાકાર, વાર્તાકાર, એકાંકીકાર અને કવિ. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વાડાસિનોર(બાલાસિનોર)માં લીધું. 1957માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. અને 1980માં એલએલ.બી.ની ડિગ્રી મેળવી. 1954થી 1980 દરમિયાન પ્રૉવિડંટ ફંડ કમિશનરની કચેરીમાં કામગીરી કરી. 1981થી ખાસ કરીને મજૂર-કાયદાઓ વિશે વકીલાતનો વ્યવસાય હાથ ધર્યો. તેમણે 1952થી સાહિત્યમાં…

વધુ વાંચો >

પરીખ, મોહનભાઈ નરહરિભાઈ (જ. 24 ઑગસ્ટ 1922, અમદાવાદ; અ. 14 ઑક્ટોબર 1991, યુનાઇટેડ સ્ટેટ્સ) : ભૂદાન કાર્યકર, સૂર્યકૂકરના અને કૃષિ-ઓજારોના સંશોધક. તેમના પિતા નરહરિભાઈ પરીખ પ્રસિદ્ધ સ્વાતંત્ર્યસેનાની અને ગાંધીવાદી લોકસેવક હતા. મોહનભાઈએ પ્રાથમિક શિક્ષણ ગૂજરાત વિદ્યાપીઠમાં લીધું હતું. અમદાવાદમાં 1941માં કોમી હુલ્લડ થયું ત્યારે રવિશંકર મહારાજ સાથે મૃતાત્માઓની દુર્ગંધવાળી લાશો બાળવાનું સેવાકાર્ય તેમણે કર્યું હતું.…

વધુ વાંચો >