Posts by Jyotiben
પટેલ, મોહનભાઈ ડાહ્યાલાલ
પટેલ, મોહનભાઈ ડાહ્યાલાલ (જ. 22 ફેબ્રુઆરી 1924; અ. 1995) : સિવિલ એન્જિનિયર, ઉચ્ચ સ્તરના વહીવટકર્તા. જન્મ એક સામાન્ય ખેડૂત કુટુંબમાં. પિતા ડાહ્યાભાઈનું દૃઢનિશ્ચયીપણું અને ખેડૂતોને છાજે તેવી કરકસર તથા તેમનાં માતાનો પ્રેમ મોહનભાઈની પ્રત્યેક પ્રવૃત્તિમાં પ્રતિબિંબિત થયેલાં જોવા મળતાં. મોહનભાઈમાં તેજસ્વિતા, નિયમિતતા અને નિષ્ઠા જોવા મળતાં. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આણંદમાં લીધું. તેમણે આણંદની…
વધુ વાંચો >પટેલ, મોહનભાઈ શંકરભાઈ
પટેલ, મોહનભાઈ શંકરભાઈ (જ. 8 જૂન 1920, વડદલા, તા. પેટલાદ; અ. 2 જાન્યુઆરી 2002) : વિવેચક, સંશોધક અને ગુજરાતીના જાણીતા અધ્યાપક. મુંબઈ યુનિવર્સિટીમાંથી 1946માં બી.એ. તથા 1948માં એમ.એ. થયા. વલ્લભવિદ્યાનગર, અલિયાબાડા વગેરે સ્થળે અધ્યાપન. તે પછી ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના પ્રાધ્યાપક, આચાર્ય તથા વિનયન વિભાગના ડીન તરીકે યશસ્વી સેવા આપીને નિવૃત્ત થયા. મધ્યકાલીન ફાગુનું સ્વરૂપ તથા…
વધુ વાંચો >પટેલ રણછોડભાઈ
પટેલ રણછોડભાઈ (જ. ; અ. 3 જાન્યુઆરી, 1980, મુંબઈ) : ભારતના આઝાદી સંગ્રામના લડવૈયા અને કામદાર નેતા. સત્યાગ્રહ-આંદોલનમાં સૂરત ખાતે દારૂની દુકાન પર પિકેટિંગ કરવા બદલ તેમને જેલની સજા થઈ હતી. જેલવાસી સત્યાગ્રહીઓમાં દિનકર મહેતા, હરિપ્રસાદ દેસાઈ, જયંતિ દલાલ, કરસનદાસ માણેક વગેરેનો સહવાસ તેમને સાંપડ્યો હતો. તેમણે દિનકર મહેતાને સમાજવાદી વિચારો તરફ આકર્ષ્યા હતા. જેલમાંથી…
વધુ વાંચો >પટેલ, રાવજી છોટાલાલ
પટેલ, રાવજી છોટાલાલ (જ. 15 નવેમ્બર 1939, ભાટપુરા, જિ. ખેડા; અ. 8 ઑગસ્ટ 1968, અમદાવાદ) : આધુનિક ગુજરાતી કવિ અને વાર્તાકાર. પ્રારંભિક શિક્ષણ વતનમાં ને ડાકોરની સંસ્થાન સ્કૂલમાં. એસ.એસ.સી. અમદાવાદમાં. કૉલેજના બીજા વર્ષથી આર્થિક સંકડામણો અને બીમારીને લીધે અભ્યાસ છોડી દેવો પડેલો. મિલ, પુસ્તકાલય, ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’ વગેરેનાં કાર્યાલયોમાં મનમોજ પ્રમાણે નોકરી કરેલી ને…
વધુ વાંચો >પટેલ, રાવજીભાઈ ડાહ્યાભાઈ
પટેલ, રાવજીભાઈ ડાહ્યાભાઈ (જ. 10 એપ્રિલ 1917, પીપલગ, જિ. ખેડા; અ. 10 ઑગસ્ટ 2011, ફિજી) : ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિક અને ફિજીના સામાજિક કાર્યકર. પ્રાથમિક શિક્ષણ પીજમાં. પાછળથી સૂરત અને અમદાવાદમાં અભ્યાસ કરી બી.એ. (ઑનર્સ), એલએલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. મુંબઈ હાઈકોર્ટમાં ઍડવોકેટ (ઓ.એસ.) તરીકે વકીલાત માટે શરૂઆતમાં ક. મા. મુનશીની ચેમ્બરમાં જોડાયા. ઇંગ્લૅન્ડની લિંકન ઇનમાંથી બાર-ઍટ-લૉ થયા.…
વધુ વાંચો >પટેલ, રાવજીભાઈ મણિભાઈ
પટેલ, રાવજીભાઈ મણિભાઈ (જ. 1886, સોજિત્રા; અ. 20 જાન્યુઆરી 1962, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક, લોકસેવક, લેખક. પેટલાદ બૉર્ડિંગ હાઉસમાં રહી મૅટ્રિક સુધી માધ્યમિક શિક્ષણ લીધું. પુસ્તકાલય પ્રવૃત્તિવાળા મોતીભાઈ અમીનથી પ્રભાવિત. તેમની પ્રેરણાથી સ્વદેશભક્ત બન્યા. ગાંધીજીલિખિત ‘હિંદ સ્વરાજ’ વાંચ્યા બાદ જીવનનું દૃષ્ટિબિંદુ બદલાઈ ગયું. દક્ષિણ આફ્રિકા જઈ વેપાર શરૂ કર્યો; પરંતુ ધાર્મિક વાચન બાદ ગાંધીજીએ સ્થાપેલ ફિનિક્સ…
વધુ વાંચો >પટેલ, રાવજીભાઈ હીરાભાઈ
પટેલ, રાવજીભાઈ હીરાભાઈ (જ. 10 જૂન 1911, વાસદ; અ. 5 નવેમ્બર 2005) : ગુજરાતના શાસ્ત્રીય સંગીતના ગાયક અને શિક્ષણકાર. જન્મ ખેડૂત કુટુંબમાં. પિતા ભજનો લલકારતા. બાળપણથી જ રાવજીભાઈને સંગીત પ્રત્યે અભિરુચિ થઈ. અવાજની કુદરતી બક્ષિસ તો હતી જ. પ્રાચીન ભક્તકવિઓનાં પદો ઉપરાંત રાષ્ટ્રીય ચળવળમાં સભા-સરઘસોમાં દેશભક્તિનાં ગીતો પણ ગાતા. બારડોલીની ‘ના-કર’ની લડત, ધરાસણાનો મીઠાનો સત્યાગ્રહ…
વધુ વાંચો >પટેલ, લતાબહેન
પટેલ, લતાબહેન (જ. 1956, ગુજરાત) : બ્રેન્ટ બરો, લંડનનાં પ્રથમ મહિલા ગુજરાતી મેયર. મૂળ ચરોતરના સોજિત્રા ગામનાં. લતાબહેનને 4 વર્ષની વયે યુગાન્ડામાં સ્થાયી થવાનું બન્યું. 1972માં યુગાન્ડામાં ઈદી અમીનના શાસન હેઠળ ભારતીયોની હકાલપટ્ટી કરાતાં તેમનું સમગ્ર કુટુંબ બ્રિટનમાં સ્થાયી થયું. આથી તેમનું શાલેય અને કૉલેજશિક્ષણ બ્રિટનમાં થયું. અભ્યાસ પૂરો કરીને તેમણે વીમા કંપની અને પેટ્રોલ…
વધુ વાંચો >પટેલ, વલ્લભભાઈ ઝવેરભાઈ (સરદાર)
પટેલ, વલ્લભભાઈ ઝવેરભાઈ (સરદાર) (જ. 31 ઑક્ટોબર 1875, નડિયાદ, જિ. ખેડા; અ. 15 ડિસેમ્બર 1950, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની. સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી. ખેડૂત કુટુંબમાં જન્મેલ વલ્લભભાઈ બાલ્યવયથી જ નીડરતા તથા નેતાગીરીના ગુણ ધરાવતા હતા. માતા લાડબાઈની ધાર્મિકતા તથા પિતા ઝવેરભાઈની સ્વાતંત્ર્યપ્રીતિ અને નીતિમત્તાના સંસ્કાર પણ તેમને મળેલા હતા. બહારથી કડક પરંતુ અંદરથી…
વધુ વાંચો >પટેલ, વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ
પટેલ, વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ (જ. 27 સપ્ટેમ્બર 1873, નડિયાદ; અ. 22 ઑક્ટોબર 1933, જિનીવા) : ભારતના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને મધ્યસ્થ ધારાસભાના પ્રથમ હિન્દી પ્રમુખ. વિઠ્ઠલભાઈ મધ્યમવર્ગના ખેડૂત કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. માત્ર નવ વર્ષની વયે તેમનાં લગ્ન સોજિત્રાનાં દિવાળીબહેન સાથે થયાં હતાં. વિઠ્ઠલભાઈએ પ્રાથમિક શિક્ષણ વતન કરમસદમાં…
વધુ વાંચો >