પટેલ, સાંકળચંદ કાળીદાસ (જ. 20 ફેબ્રુઆરી 1909, વીસનગર; અ. 28 નવેમ્બર 1986, અમદાવાદ) : મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિના જનક અને ઉત્તર ગુજરાતના અગ્રણી લોકસેવક. વીસનગરની જી. ડી. હાઈસ્કૂલમાં અંગ્રેજી ધોરણ 3 સુધીનો અભ્યાસ કર્યો. 1940માં પ્રજામંડળમાં જોડાયા અને ત્યારથી તેમના જાહેર જીવનનો આરંભ થયો. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં મહેસાણા જિલ્લા કક્ષાએ સક્રિય ભાગ ભજવ્યો. 1946માં…

વધુ વાંચો >

પટેલ, (ડૉ.) સી. કે. એન (જ. 2 જુલાઈ 1938, બારામતી) : વાયુ (ખાસ કરીને કાર્બન-ડાયૉક્સાઇડ) લેસરના સર્જક અને પુરસ્કર્તા. તે નડિયાદ(ગુજરાત)ના વતની છે. પાયાનું શિક્ષણ મહારાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રમાંથી લીધું. ચૌદ વર્ષની નાની વયે માધ્યમિક શિક્ષણ પૂરું કરીને 1958માં યુ.એસ.ની સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા. આ યુનિવર્સિટીમાંથી તેમણે એમ. એસ. અને પીએચ.ડી.ની ઉપાધિઓ મેળવી. 1961માં બેલ પ્રયોગશાળામાં…

વધુ વાંચો >

પટેલ, સી. સી. (જ. 26 એપ્રિલ 1926; અ. 4 નવેમ્બર 2011) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતના ઇજનેર અને જળસ્રોતના વિકાસ તથા સંચાલનના નિષ્ણાત. આખું નામ ચંદ્રકાન્ત છોટાલાલ પટેલ. તેમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જ્વળ રહી છે. મુંબઈ યુનિવર્સિટી સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષામાં કેન્દ્રીય સેવા માટેની સમસ્ત ભારતની સિવિલ એન્જિનિયરોની ભરતીની પરીક્ષામાં તેમજ ભારતીય રેલવેની સિવિલ એન્જિનિયરોની ભરતી માટેની…

વધુ વાંચો >

પટેલ, સુરેન્દ્ર [24 સપ્ટેમ્બર 1923, ભડિયાદ (પીર); અ. 13 ડિસેમ્બર 2006] : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના એક અર્થશાસ્ત્રી. પ્રાથમિક શિક્ષણ ગાયકવાડીનાં જુદાં જુદાં ગામોમાં તથા માધ્યમિક શિક્ષણ ધંધૂકા ખાતે લીધા પછી અમદાવાદની એચ.એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાંથી મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમની પદવી 1945માં પ્રાપ્ત કરી અને ત્યાર પછી 1947માં તેમણે અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીને સંલગ્ન વ્હાર્ટન સ્કૂલ ઑવ્…

વધુ વાંચો >

પટેલ, સુલેમાન (જ. 1934, થાનગઢ; અ. 6 ઑગસ્ટ 1992, થાનગઢ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ગુજરાતના વન્ય જીવનના છબીકાર. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના એક સાધારણ ખેડૂતના તેઓ પુત્ર. અભ્યાસ માત્ર સાત ધોરણ સુધી જ કર્યો હતો. 16 વરસની ઉંમરે સુલેમાનના જીવનમાં એક અસાધારણ પ્રસંગ બની ગયો. 1948માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ‘ગીર અભયારણ્ય’નું ઉદ્ઘાટન કરી રહ્યા…

વધુ વાંચો >

પટેલિયા : મધ્યપ્રદેશ અને ગુજરાતની એક આદિવાસી જાતિ. ગુજરાતના આદિવાસીઓમાં પટેલિયા શિક્ષિત અને આગળ પડતી આદિવાસી જાતિ છે, જે પંચમહાલ જિલ્લામાં દાહોદ અને લીમખેડા તાલુકાઓમાં મુખ્યત્વે છે. ગુજરાત બહાર મધ્યપ્રદેશમાં ઝાબુઆ, અલિરાજપુર, ધાર, ઇન્દોર, ગુના તથા રાજગઢ જિલ્લાઓમાં તેની સવિશેષ વસ્તી છે. તેમની ઉત્પત્તિ અંગે કોઈ ચોક્કસ પુરાવા મળતા નથી; પરંતુ ગામમાં વહીવટકર્તા તરીકે કામગીરી…

વધુ વાંચો >

પટોલ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા કુકરબીટેસી (કૂષ્માન્ડાદિ) કુળની વનસ્પતિ. તેની બે જાતિઓ થાય છે : એક જાતિનું વૈજ્ઞાનિક નામ Trichosanthes cucumerina L. (સં. અમૃતફળ, કષ્ટભંજન, કુલક, પટોલ, કટુપટોલી, કર્કશચ્છદ, તિક્તોત્તમ; હિં. કડવે પરવલ, જંગલી ચિંચોડા, વનપટોલ; બં. પલતાલના, તિત્ પલતા, તિત્ પટોલ; મ. સોન-કટુ પડવળ, રાન પરવલ, ગુ. કડવી પાડર, કડવી પટોલ, પંડોરી, કડવું…

વધુ વાંચો >

પટૌડી, મનસૂરઅલીખાન ઇફ્તિખારઅલી (જ. 5 જાન્યુઆરી 1941, ભોપાલ; અ. 22 સપ્ટેમ્બર 2011, નવી દિલ્હી) : ભારતનો સાહસિક ટેસ્ટસુકાની, આકર્ષક બૅટધર અને ચપલ ક્ષેત્રરક્ષક. મનસૂરઅલીખાનના પિતા ઇફ્તિખારઅલી 1946માં ઇંગ્લૅન્ડ ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના સુકાની હતા. ઇંગ્લૅન્ડના અભ્યાસકાળ દરમિયાન નાની વયથી જ તેજસ્વી પ્રતિભા ધરાવનાર મનસૂરઅલીખાનને 1961ની પહેલી જુલાઈએ સાંજે મોટર-અકસ્માત થતાં જમણી આંખની રોશની લગભગ ગુમાવવી…

વધુ વાંચો >

પટ્ટ : બે થાંભલા વચ્ચેના દરવાજા કે બારી ઉપરના આધારને પટ્ટ કહેવાય છે. તે પથ્થરની એક જ પાટમાંથી ઘડાયેલ હોવાથી કદાચ આ નામે ઓળખાય છે. આવા પટ્ટ દ્વારા દરવાજાની બારી અથવા દીવાલમાંના બાકોરાની ઉપર ફરીથી ચણતર થઈ શકે છે. અંગ્રેજીમાં આને ‘લિંટલ’ અથવા ‘બીમ’ કહેવાય છે. ‘ઓતરંગ’ કે ‘પાટડો’ ‘પટ્ટ’ના સમાનાર્થી શબ્દો છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

પટ્ટચિત્ર : કાપડ તથા કાગળ જેવી સામગ્રી પર ચિત્રો આલેખવાની 2,500 વર્ષ જૂની પરંપરા. કાપડ અને કાગળ પર આલેખિત ‘ચિત્રપટ્ટ’ કે ‘ઓળિયા’ને લોકસમૂહ સામે દર્શાવી-વર્ણવીને તેમાંથી આજીવિકા મેળવનારા પટ્ટપ્રદર્શકો ઘણા પ્રાચીન કાળથી જાણીતા છે. સાંપ્રત કાળમાં પણ સમગ્ર ભારતમાં એવા પટ્ટદર્શકોની પરંપરા જીવિત રહી છે. પ્રાચીન તેમજ મધ્યકાળે હાથે વણેલી ખાદીના વસ્ત્રનું તેના ઉપર ચોખાના…

વધુ વાંચો >