Posts by Jyotiben
પટેલ, પ્રમોદકુમાર
પટેલ, પ્રમોદકુમાર (જ. 20 સપ્ટેમ્બર 1933, અબ્રામા; અ. 24 મે 1996, વડોદરા) : વિવેચક. આજીવન અભ્યાસી, વિદ્વાન અને કર્મઠ અધ્યાપક તરીકે પંકાયેલા ડૉ. પ્રમોદકુમાર પટેલ નવસારી પાસેના (ખારા) અબ્રામા ગામના વતની હતા. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં મેળવ્યું ને ત્યાંથી જ અધ્યાપનક્ષેત્રે કાર્ય શરૂ કરેલું. પછી તરતનાં વર્ષોમાં બારડોલી કૉલેજમાં જોડાયા હતા. બાર-ચૌદ વર્ષનો આ સમયગાળો એમને…
વધુ વાંચો >પટેલ, પ્રાણલાલ કરમશીભાઈ
પટેલ, પ્રાણલાલ કરમશીભાઈ (જ. 1 જાન્યુઆરી 1910, કેશિયા, જિ. જામનગર; અ. 18 જાન્યુઆરી 2014, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી ફોટોકલાકાર. 1929માં વર્નેક્યુલર ફાઇનલ પાસ કર્યા પછી 1932થી બળવંત ભટ્ટ અને રવિશંકર રાવળ પાસે બૉક્સ-કૅમેરા વડે તાલીમ લેવી શરૂ કરી. 1936માં સુપર આઇકૉન્ટા, 1939માં રોલિફૅક્સ અને નિકોન કૅમેરા વડે તેઓ છબી પાડતા હતા. તેમણે મુખ્યત્વે શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં…
વધુ વાંચો >પટેલ, બરજોર
પટેલ, બરજોર (જ. 17 ઑગસ્ટ 1930, મુંબઈ) : નવી રંગભૂમિના સફળ નટદિગ્દર્શક. મુંબઈમાં પ્રારંભમાં ભરડા હાઈસ્કૂલ અને પછી એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી તેમણે એલએલ.બી.ની ડિગ્રી મેળવી. હસમુખા અને વિનોદી સ્વભાવને કારણે તેઓ મિત્રવૃંદમાં સારી લોકચાહના પ્રાપ્ત કરી શક્યા હતા. અભ્યાસ દરમિયાન એમને નાટ્યકલાનો રંગ લાગેલો. એમની અભિનય-કારકિર્દી(1949-66)ના વિકાસમાં અદી મર્ઝબાન, નરીમાન પટેલ તેમજ હોમી તવડિયા…
વધુ વાંચો >પટેલ, બાબુભાઈ જશભાઈ
પટેલ, બાબુભાઈ જશભાઈ (જ. 9 ડિસેમ્બર 1911, નડિયાદ; અ. 3 ડિસેમ્બર 2002, ગાંધીનગર) : ગુજરાતના અગ્રણી રાજપુરુષ અને ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. જશભાઈ મકનદાસ પટેલનું બીજું સંતાન અને સૌથી મોટા પુત્ર. સ્વામિનારાયણ પંથ અને વૈષ્ણવ ધર્મ-બંનેની કૌટુંબિક પરંપરામાં ઉછેર. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદ અને વડતાલમાં. અભ્યાસ દરમિયાન રાષ્ટ્રવાદી વાતાવરણથી રંગાતા ગયા. સ્કાઉટ પ્રવૃત્તિમાંથી…
વધુ વાંચો >પટેલ, બાલકૃષ્ણ
પટેલ, બાલકૃષ્ણ (જ. 1925, અમદાવાદ; અ. 2004, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી અમૂર્ત ચિત્રકાર. તેમની ચિત્રકલાની તાલીમની શરૂઆત કલાગુરુ રવિશંકર રાવળ પાસે ‘ગુજરાત ચિત્રકલા સંઘ’માં થઈ હતી. આ પછી સમવયસ્ક ચિત્રકાર શાંતિ દવે સાથે થોડો સમય અમદાવાદમાં એક જ સ્ટુડિયોમાં કામ કર્યું. 1950માં વડોદરાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં નારાયણ શ્રીધર બેન્દ્રે પાસે અવૈધિક તાલીમ લીધી. પોતે…
વધુ વાંચો >પટેલ, બ્રિજેશ પરશુરામ
પટેલ, બ્રિજેશ પરશુરામ (જ. 24 નવેમ્બર 1952, વડોદરા) : ભારતના આક્રમક જમોડી ટેસ્ટ બૅટ્સમૅન અને કવર પૉઇન્ટ પરના ચપળ ફિલ્ડર. 1966માં કર્ણાટક રાજ્યની સ્કૂલ-ટીમમાં સ્થાન મેળવનાર બ્રિજેશ પટેલ 1969ની ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય સ્કૂલ-ટીમમાં પણ સ્થાન પામ્યા હતા. 1969ના ઑગસ્ટમાં મૈસૂર (હાલનું કર્ણાટક રાજ્ય) તરફથી આંધ્રપ્રદેશ સામે ટ્રૉફી ખેલીને કારકિર્દીની શરૂઆત કરી. એ વર્ષે મુંબઈની…
વધુ વાંચો >પટેલ, ભાઈલાલભાઈ દ્યાભાઈ
પટેલ, ભાઈલાલભાઈ દ્યાભાઈ (જ. 7 જૂન 1888, સારસા, જિ. ખેડા; અ. 31 માર્ચ 1970, અમદાવાદ) : ગુજરાત રાજ્યમાં આવેલ વલ્લભવિદ્યાનગરના વિશ્વકર્મા, ગુજરાતના સ્વતંત્ર પક્ષના સુકાની. ભાઈલાલભાઈનો જન્મ સોજિત્રાના મધ્યમવર્ગના પાટીદાર કુટુંબમાં સારસા (મોસાળમાં) મુકામે થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સોજિત્રામાં લીધું હતું. માત્ર 10 વર્ષની ઉંમરે વીરસદનાં ગંગાબહેન સાથે તેમનાં લગ્ન થયાં. એ…
વધુ વાંચો >પટેલ, ભોળાભાઈ શંકરભાઈ
પટેલ, ભોળાભાઈ શંકરભાઈ (જ. 7 ઑગસ્ટ 1934, સોજા, જિ. મહેસાણા; અ. 20 મે 2012, અમદાવાદ) : અનેકભાષાવિદ, ગુજરાતીના સર્જક, વિવેચક અને ઉત્તમ પ્રાધ્યાપક. માતાનું નામ રેવાબહેન. 1952માં એસ.એસ.સી., 1957માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ.; 1960માં ગુજરાત યુનિવર્સિટીમાંથી હિન્દી વિષયમાં એમ.એ. પ્રથમ ક્રમે; એ જ વર્ષે હિન્દીના અધ્યાપક તરીકે કારકિર્દીનો આરંભ. 1968માં ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે ફરીથી…
વધુ વાંચો >પટેલ, મણિબહેન વલ્લભભાઈ
પટેલ, મણિબહેન વલ્લભભાઈ (જ. 3 એપ્રિલ 1903 કરમસદ; અ. 26 માર્ચ 1990, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક અને અગ્રણી સામાજિક કાર્યકર. ભારતના રાષ્ટ્રનેતા સરદાર વલ્લભભાઈ પટેલનાં એકમાત્ર પુત્રી. પિતા બૅરિસ્ટર હોવાથી પુત્રીના શિક્ષણ પ્રત્યે શરૂઆતથી જ સભાન હતા. મણિબહેનનું શિક્ષણ વિવિધ સ્થળે થયું હતું : બોરસદની પ્રાથમિક શાળા, મુંબઈમાં ક્વીન મેરી હાઈસ્કૂલ અને કૉન્વેન્ટમાં તથા 1917થી અમદાવાદમાં.…
વધુ વાંચો >પટેલ, માનસિંહભાઈ પૃથ્વીરાજ
પટેલ, માનસિંહભાઈ પૃથ્વીરાજ (જ. 15 નવેમ્બર 1919, ચરાડા, જિ. મહેસાણા; અ. 30 સપ્ટેમ્બર 1970, મહેસાણા) : ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લાના સહકારી સમાજસેવા પ્રવૃત્તિના આગેવાન. શરૂઆતથી જ ગાંધીવિચારથી પ્રભાવિત થઈને વીસ વર્ષની ઉંમરે સ્વદેશીનું વ્રત લીધું. વડોદરા કૉલેજમાં અભ્યાસ કરી બી.એ., એલએલ.બી. થયા. વડોદરા રાજ્યની ધારાસભામાં યુવાન-વયે ચૂંટાયા. વડોદરા રાજ્યનું દ્વિભાષી મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થતાં, મુંબઈ…
વધુ વાંચો >