જીવાણુરહિત રોગોનાં ઔષધો કોઈ જીવાણુને લીધે નહિ; પરંતુ અન્ય કારણોથી થતા રોગો. આ કારણોમાં શરીરનાં ચયાપચય(metabolism)માં ફેરફાર, જન્મજાત ખામી હોવી અગર પાછળથી ખામી ઉદભવવી, આનુવંશિક યા જનીનની ખામી, વાતાવરણની અસરથી ઉદભવતી ખામી વગેરે ગણાવી શકાય. માનવીમાં સામાન્ય ઍમિનોઍસિડ(દા. ત., ફિનાઇલ એલેનિન)માં વિઘટન માટે જરૂરી એવા ઉત્સેચકની ખામી ફિનાઇલ કીટોન્યુરિયા (PKU) નામની બીમારી નોતરે છે, જે…

વધુ વાંચો >

જીવાત : મનુષ્યને વિવિધ ક્ષેત્રે નુકસાન પહોંચાડતા મુખ્યત્વે સંધિપાદ સમુદાયના કીટક વર્ગનાં ઉપદ્રવી પ્રાણીઓ. તે સમગ્ર જીવન દરમિયાન કે જીવનચક્રની અમુક અવસ્થામાં માનવીને ઉપયોગી વસ્તુઓ, ઊભા પાક, બાગબગીચા, અનાજ કે ધાન્ય પદાર્થને નુકસાન પહોંચાડે છે. તેના નિકંદન માટે વિવિધ પદ્ધતિઓ હોવા છતાં આ જીવો તેની સામે પ્રતિકારક શક્તિ મેળવી ટકી રહે છે. જીવાત સામાન્યત: ખોરાકરૂપે…

વધુ વાંચો >

જીવાવરણ : તમામ પ્રકારના જીવનનું અસ્તિત્વ જ્યાં જોવા મળે છે એવો, પૃથ્વીની સપાટી સાથે સંકળાયેલો આવરણરૂપ વિભાગ. પૃથ્વીના શિલાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જીવંત સ્થિતિમાં રહેલાં પ્રાણી કે વનસ્પતિ જીવનસ્વરૂપોથી બનેલા આવરણને જીવાવરણ તરીકે ઓળખાવી શકાય. આ ત્રણે આવરણો અને જીવાવરણ વચ્ચે ભૌતિક અને રાસાયણિક આંતરસંબંધો રહેલા છે. જીવાવરણ ખાસ કરીને ભૂપૃષ્ઠનાં બિનજીવંત સેન્દ્રિય તેમજ અસેન્દ્રિય…

વધુ વાંચો >

જીવાવરણ (biosphere) : પૃથ્વી પર આવેલા શિલાવરણ (lithosphere), જલાવરણ (hydrosphere) અને વાતાવરણ- (atmosphere)થી બનેલા સજીવોના આવાસ. પૃથ્વી પર આ આવરણો અત્યંત પાતળા પડ રૂપે આવેલાં છે. જો પૃથ્વીના પરિઘનું નિરીક્ષણ કરવામાં આવે તો ક્ષૈતિજ કક્ષાએ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશેષ પ્રમાણમાં પ્રસરેલી છે. આમ તો, વિષુવવૃત્ત પાસે પૃથ્વીનો વ્યાસ 12,753 કિમી. થાય છે; પરંતુ જીવાવરણનો વિસ્તાર…

વધુ વાંચો >

જીવાવશેષ : ભૂસ્તરીય અતીતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણી કે વનસ્પતિ જીવનસ્વરૂપોના અનુકૂળ કુદરતી સંજોગો હેઠળ નિક્ષેપોમાં જળવાઈ રહેલા મળી આવતા અવશેષો કે અવશેષઅંશો. જીવનસ્વરૂપોના આ પ્રકારના અવશેષોને જીવાવશેષ કે જીવાશ્મ તરીકે ઓળખવામાં આવે છે. જીવાવશેષ પર્યાય મૂળભૂત રીતે ખડકોમાં મળી આવતી વિરલ વસ્તુ માટે વપરાયેલો; પરંતુ સત્તરમી સદીના અંત સુધીમાં તો તે માત્ર સેન્દ્રિય વસ્તુઓ માટે…

વધુ વાંચો >

જીવાવશેષશાસ્ત્ર (palaeontology) : જીવાવશેષોના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનશાખા. તેમાં ભૂસ્તરીય અતીતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણીઓ અને વનસ્પતિનાં જીવનસ્વરૂપોના ઇતિહાસનો એટલે કે તેમના પ્રકારો, ઉત્ક્રાંતિ, વિલોપ, વિસ્તરણ, વિતરણ, સ્થળાંતર, સ્થળકાળ મુજબના પ્રવર્તમાન સંજોગો વગેરેનો સમાવેશ થાય છે. આજે ખડકોમાં જોવા મળતાં સૂક્ષ્મ બૅક્ટેરિયાનાં 3 × 109 = 300 કરોડ વર્ષ જૂનાં બીબાં(moulds)થી માંડીને માત્ર થોડાં હજાર વર્ષ…

વધુ વાંચો >

જીવાશ્મ (fossil) : કરોડો વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવતા સજીવોના પાષણવત્ અવશેષો. આ અવશેષો મુખ્યત્વે જળકૃત (sedimentary) ખડકોમાં જોવા મળે છે. પૃથ્વીના પડને અગ્નિજ કે આગ્નેય (igneous) ખડકો અને જળકૃત અથવા અવસાદી ખડકોમાં વિભાજિત કરી શકાય. અગ્નિજ ખડકો જ્વાળામુખીને લીધે પ્રસરેલ દ્રાવ્ય પદાર્થના ઘનીકરણ અને સ્ફટિકીકરણથી થયેલા હોય છે. આવા  ખડકો પર્યાવરણની પ્રતિકૂળ અસર હેઠળ ઘસાઈને…

વધુ વાંચો >

જીવિતગુપ્ત 1લો : ઉત્તરકાલીન ગુપ્ત રાજવી. ઉત્તરકાલીન ગુપ્તોના રાજવંશમાં કૃષ્ણગુપ્ત પછી એનો પુત્ર હર્ષગુપ્ત અને હર્ષગુપ્ત પછી એનો પુત્ર જીવિતગુપ્ત ગાદીએ આવ્યો. એ પ્રાય: માળવાના પ્રતાપી રાજવી યશોવર્મા વિષ્ણુવર્ધન(533-34)નો સમકાલીન હતો. જીવિતગુપ્ત પરાક્રમી હતો. એણે સમુદ્રતટ પર આવેલા પ્રખર શત્રુઓનો પરાભવ કરેલો. આ શત્રુઓ પ્રાય: ગૌડો હતા. આદિત્યવર્માના અફસડ અભિલેખમાં આ ત્રણેય રાજાઓનાં પરાક્રમ નિરૂપાયાં…

વધુ વાંચો >

જીવિતગુપ્ત 2જો : ગુપ્તોનો છેલ્લો રાજવી. કનોજના ચક્રવર્તી હર્ષની હયાતી બાદ ઉત્તરકાલીન ગુપ્તો મગધમાં રાજ્ય કરતા હતા. માધવગુપ્તના પુત્ર આદિત્યસેને ‘મહારાજાધિરાજ’ પદવી ધારણ કરી હતી. એના ઉત્તરાધિકારીઓએ આ પદવી ચાલુ રાખી. તેઓમાં છેલ્લો હતો જીવિતગુપ્ત 2જો. એણે પ્રાય: પોતાની સત્તા ગોમતીતટ સુધી પ્રસારી. કનોજના પ્રતાપી રાજા યશોવર્માએ મગધાધિપનો પરાજય કરી એનો વધ કરેલો એવું ‘ગૌડવહો’…

વધુ વાંચો >