જી-6-પી-ડી ઊણપ : રક્તકોષોમાં ગ્લુકોઝ-6 ફૉસ્ફેટ–ડીહાઇડ્રોજીનેઝ (G6PD) નામના ઉત્સેચક(enzyme)ની ઊણપને કારણે રક્તકોષો તૂટી જવાનો વિકાર. ગ્લુકોઝના ચયાપચયના એમ્બ્ડેન-મેયરહૉફ ગ્લાયકોજનલયી ચયાપચયી માર્ગમાં આવેલા હેક્ઝોસ મૉનોફૉસ્ફેટ શન્ટ(HMS)માં જી-6-પી-ડી નામનો ઉત્સેચક કાર્યરત હોય છે. તેની મદદથી રક્તકોષને ઊર્જા (શક્તિ) મળે છે. ગ્લુટેથિઑન રીડક્ટેઝ અને ગ્લુટેથિયોન પેરૉક્સિડેઝ નામના રક્તકોષને ઑક્સિડેશનની સામે અખંડિત રાખતા ઉત્સેચકો માટે HMS ઉપયોગી છે. G6PDની…

વધુ વાંચો >

જીંડવાંનો કોહવારો : કપાસમાં જીવાણુથી થતો ખૂણિયાં ટપકાંનો રોગ. શરૂઆતની અવસ્થામાં તે પાન પર આક્રમણ કરે છે. આ જ જીવાણુઓ કપાસમાં જીંડવાં બેસવાની શરૂઆત થતાં જીંડવાં પર આક્રમણ કરે છે. તેથી જીંડવાં પર પ્રથમ પાણીપોચાં વર્તુળ આકારનાં ચાઠાં પેદા થાય છે. પાછળથી તે બદામી અથવા કાળા રંગનાં, અનિયમિત આકારનાં અને બેસેલાં હોય છે. નવાં આક્રમિત…

વધુ વાંચો >

જુગાર : માત્ર પ્રારબ્ધ અજમાવીને લાભ પ્રાપ્ત કરવા માટે મારવામાં આવતી શરતો. આવો લાભ મેળવવા માટે નુકસાન વેઠવાનું જોખમ ખેડવું એ જુગારનું લાક્ષણિક અંગ ગણવામાં આવે છે. માનવજાતિના ઉદગમકાળથી માનવસંસ્કૃતિના ભાગ તરીકે તે અત્યાર સુધી એક યા બીજા સ્વરૂપે જળવાઈ રહ્યું છે તથા સમગ્ર વિશ્વમાં વ્યાપેલું છે. તાત્કાલિક લાભની લોલુપતા તથા તેની સાથે સંકળાયેલ રોમાંચનો…

વધુ વાંચો >

જુડા : ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઇબલના જૂના કરારમાં ઉલ્લેખ્યા પ્રમાણે જૅકબ અને લીહના ચોથા પુત્ર. તેમનો જીવનવૃત્તાંત બાઇબલના પ્રથમ ગ્રંથ ઉત્પત્તિખંડ(Genesis)માં છે. બાઇબલમાંની ઘટનાઓના વિવરણની શરૂઆત ઉત્પત્તિખંડથી થાય છે અને પશ્ચિમના ધર્મો તેને ઈશ્વરના વચન તરીકે સ્વીકારે છે. ઇઝરાયલના 12 પૈકીના એક કબીલાના પિતામહ તરીકે જુડાની ગણના થાય છે અને તેથી જ આ કબીલાને ‘જુડાના કબીલા’…

વધુ વાંચો >

જુનીપેરેસી : અનાવૃત બીજધારી વર્ગના (gymnosperm) શંકુદ્રુમ (conifer) સમૂહનું એક કુળ. આ કુળમાં 75 જેટલી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. અમેરિકામાં આ કુળની પ્રજાતિઓ વધુમાં વધુ પ્રમાણમાં મળી આવે છે. વૃક્ષો અથવા ક્ષુપો, પર્ણો ચિરલગ્ની, સન્મુખ અથવા ભ્રમીરૂપ, મોટે ભાગે નાનાં અને શલ્ક જેવાં, કેટલીક વાર દ્વિરૂપી; વનસ્પતિ એકગૃહી. નર શંકુ નાનો, અગ્રીય અથવા કક્ષીય, અથવા…

વધુ વાંચો >

જુનૂન : 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામની પાર્શ્વભૂમિ પર આધારિત કલ્પનારમ્ય હિન્દી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1978; દિગ્દર્શન તથા પટકથા : શ્યામ બેનેગલ; નિર્માતા : શશી કપૂર; સંવાદ : સત્યદેવ દૂબે, ઇસ્મત ચુગતાઈ; ગીતરચના સંત કબીર, અમીર ખુસરો, જિગર મુરાદાબાદી, યોગેશ પ્રવીણ; છબીકલા ગોવિંદ નિહલાની; સંગીત : વનરાજ ભાટિયા, કૌશિક; મુખ્ય કલાકાર : શશી કપૂર, શબાના આઝમી, જેનિફર…

વધુ વાંચો >

જુનેજો, મોહંમદખાન (જ. 18 ઑગસ્ટ 1932, સિન્ધરી, સન્ધાર જિલ્લો; અ. 17 માર્ચ 1993, બાલ્ટિમોર, અમેરિકા) : પાકિસ્તાનના  વડાપ્રધાન અને રાજકારણી. દીનમોહમ્મદ જુનેજોના પુત્ર. પ્રાથમિક શિક્ષણ વતનમાં મેળવ્યું. માધ્યમિક શિક્ષણ સેંટ પેટ્રિક સ્કૂલ, કરાંચી ખાતે લીધું અને સ્નાતકની પદવી હૅસ્ટિંગ્ઝ ઍગ્રિકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ, સસેક્સ, ઇંગ્લૅન્ડ ખાતેથી મેળવી. રાજકીય કારકિર્દીની શરૂઆત ધારાસભાના સભ્ય તરીકે થઈ. તે 1962માં પશ્ચિમ…

વધુ વાંચો >

જુનૈદ (સાતમી-આઠમી સદી) : સિંધમાં અરબોની સત્તા ર્દઢ કરનાર તથા તેને પશ્ચિમ ભારતમાં ફેલાવનાર સેનાપતિ. સિંધમાં અરબોની સત્તા મુહમ્મદ બિન કાસિમે 711ના અરસામાં સ્થાપી. ત્યાંના સ્થાનિક હિંદુ રાજ્યને ઉખાડીને આ સત્તા ર્દઢ કરવાનું કાર્ય જુનૈદે કર્યું. તત્કાલીન ખલીફા હિશામ (724–743) દ્વારા હિ. સં. 107(725)માં જુનૈદની સિંધના હાકેમ તરીકે નિયુક્તિ થઈ હતી. જુનૈદ ઘણો લડાયક, સ્વતંત્રમિજાજી…

વધુ વાંચો >

જુમ્મા મસ્જિદ : ઇસ્લામના અનુયાયીઓ માટે શુક્રવારે સામૂહિક નમાજ પઢવાનું સ્થળ. ઇસ્લામના ફેલાવા સાથે મુસલમાન વસ્તી વધી, તેવાં સ્થળોએ મુખ્યત્વે મુસલમાન બાદશાહોએ આ મસ્જિદો બંધાવી. આવી જુમ્મા મસ્જિદોમાં અમદાવાદ, દિલ્હી, આગ્રા, દોલતાબાદ, શ્રીનગર, ગુલબર્ગ આદિની મસ્જિદો નોંધપાત્ર છે. અમદાવાદમાં 1424માં જુમ્મા મસ્જિદનું બાંધકામ પૂરું થયું. તેનું બાંધકામ સુલતાન અહમદશાહે કરાવ્યું હતું. પશ્ચિમ ભારતની વાસ્તુશૈલીથી પ્રભાવિત…

વધુ વાંચો >

જુરાસિક રચના : મેસોઝોઇક યુગની મધ્યકાલીન રચના. ભૂસ્તરીય કાળગણનાક્રમમાં મેસોઝોઇક યુગ પૈકીનો દ્વિતીય કાળગાળો જુરાસિક કાળ નામથી ઓળખાય છે. તે કાળગાળા દરમિયાન જમાવટ પામેલી સ્તરસમૂહશ્રેણીથી બનેલી રચના એટલે જુરાસિક રચના. તેની નીચે ટ્રાયાસિક અને ઉપર ક્રિટેશિયસ રચનાઓ આવેલી છે. આ રચનાના ખડકો મહદ્અંશે સમુદ્રજન્ય છે. ભૂસ્તરીય, ઇતિહાસમાં આ રચનાની જમાવટ આજથી ગણતાં 19.5 કરોડ વર્ષ…

વધુ વાંચો >