Posts by Jyotiben
ન્યાયકોશ (1874)
ન્યાયકોશ (1874) : દાર્શનિક પરિભાષાઓની સમજૂતી આપતો, મહામહોપાધ્યાય ભીમાચાર્ય ઝળકીકરનો સંસ્કૃત કોશ. અહીં વસ્તુત: ફક્ત ન્યાયદર્શનનાં જ નહિ, પરંતુ વિવિધ દર્શનોના – એ દર્શનોમાં આવતા પારિભાષિક શબ્દો લેવામાં આવ્યા છે. એ શબ્દોની શાસ્ત્રીય વ્યાખ્યા, તેના પ્રકારો વગેરેની સમજ આપતો આ ગ્રંથ વિશ્વકોશની ઢબનો છે. લેખકે 1874માં સર્વપ્રથમ આ ન્યાયકોશની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી ત્યારે ફક્ત…
વધુ વાંચો >ન્યાયતંત્ર
ન્યાયતંત્ર : દેશના બંધારણનાં વિવિધ પાસાંઓનું તથા દેશની સંસદે અને વિધાનસભાઓએ પસાર કરેલા કાયદાઓનું જરૂર પડે ત્યારે અર્થઘટન કરવા માટે તથા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે, એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે, રાજ્ય અને નાગરિકો વચ્ચે અને નાગરિકો નાગરિકો વચ્ચે ઊભા થતા વિવાદો અંગે ન્યાય આપવા માટે સત્યના પક્ષે ચુકાદો આપવા માટે રચવામાં આવતું માળખું. રાજ્યનો…
વધુ વાંચો >ન્યાયદર્શન
ન્યાયદર્શન : ભારતીય વૈદિક ષડ્દર્શનોમાંનું એક. તેની વિશેષતા એ છે કે તેમાં આ દૃશ્ય જગતને કેવળ ભ્રમ કે બુદ્ધિનો કલ્પનાવિલાસ માનવાને બદલે તેની યથાર્થતા સ્વીકારી તેના સ્વરૂપનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે. એ રીતે તેના મૂળ કારણની મીમાંસા (ontology) તથા તેની યથાર્થતાની જ્ઞાનમીમાંસા (epistemology) અહીં એક વિશિષ્ટ પદ્ધતિથી થઈ છે. ન્યાયદર્શન જગતની વસ્તુગત સત્તા (objective reality)…
વધુ વાંચો >ન્યાયપંચાનન જયરામ
ન્યાયપંચાનન જયરામ (આશરે 17મી સદી) : પ્રાચીન અને નવ્ય ન્યાયશાસ્ત્રના લેખક અને નૈયાયિક. જોધપુરના રાજા અજિતસિંહના શાસનકાળમાં થયેલા ભીમસેન દીક્ષિતે 1656માં રચેલા ‘એકષષ્ઠ્યલંકારપ્રકાશ’ અને ‘અલંકારસારસ્થિતિ’ ગ્રંથોમાં જયરામનો ઉલ્લેખ કર્યો છે. જયરામ ઈ. સ. 1657માં વારાણસીમાં રહેતા હતા અને ત્યાં તેમણે ‘પદાર્થમાલા’ નામનો ગ્રંથ રચ્યો હતો એવો પુરાવો મળે છે. આથી એમનો સમય ઈ. સ.ની સત્તરમી…
વધુ વાંચો >ન્યાયપંચાનન વિશ્વનાથ
ન્યાયપંચાનન વિશ્વનાથ (આશરે 16મી સદી) : સંસ્કૃત નવ્યન્યાયના જાણીતા લેખક ને બંગાળના વતની. તેમની અટક ભટ્ટાચાર્ય હતી. તેમના પિતાનું નામ વિદ્યાનિવાસ ભટ્ટાચાર્ય. પ્રખર વિદ્વાન ઉદયનાચાર્યની ‘કિરણાવલી’ પર રઘુનાથ શિરોમણિએ લખેલી ‘ગુણપ્રકાશવિવૃતિ’ પર ‘ભાવપ્રકાશિકા’ નામની અને રઘુનાથ શિરોમણિની ‘દીધિતિ’ પર ટીકા લખનાર રુદ્ર ભટ્ટાચાર્ય તેમના ભાઈ હતા. વિશ્વનાથે ન્યાયદર્શનનાં ગૌતમ અક્ષપાદે રચેલાં સૂત્રો પર એક વૃત્તિ…
વધુ વાંચો >ન્યાયાધીશ
ન્યાયાધીશ : સમાજના વિવિધ ઘટકો વચ્ચે ઉદભવતા વિવાદોમાં પૂરતી તપાસ કરી સત્યપક્ષને ન્યાય મળે એવો ચુકાદો આપનાર અધિકારી. તે જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે ઊભા થતા મિલકત, વારસા કે લેણદેણના ઝઘડાઓમાં સાચા પક્ષે દીવાની હક્કો નક્કી કરી હુકમનામું કરી શકે છે. કૌટુંબિક લગ્નાદિવિષયક તકરારોમાં સાચા પક્ષને રક્ષણ-લાભ મળે એવું કરી શકે છે. ગુના કરીને સમગ્ર સામાજિક…
વધુ વાંચો >ન્યાયિક તપાસ, મૃત્યુના કારણની (inquest)
ન્યાયિક તપાસ, મૃત્યુના કારણની (inquest) : શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુના કારણ અંગેની તપાસ કે પૂછપરછ. જુદા જુદા સ્થળે જુદા જુદા અધિકારીઓને તે અંગે સત્તા અપાયેલી હોય છે; જેમ કે, એક્ઝિક્યુટીવ મૅજિસ્ટ્રેટ (executive magistrate), પોલીસ-અધિકારી, કૉરોનર અથવા તબીબ. ભારતમાં મુખ્યત્વે પોલીસ-અધિકારી આ કાર્ય કરે છે. સામાન્ય રીતે તેણે ક્રિમિનલ પ્રોસીજર કોડની 174મી કલમને આધારે આપઘાત, હત્યા…
વધુ વાંચો >ન્યાય્ય યુદ્ધ
ન્યાય્ય યુદ્ધ : યુદ્ધને લગતા નિયમો મુજબ લડવામાં આવતું યુદ્ધ. તેમાં યુદ્ધનું કારણ અને તેનું સંચાલન બંને ન્યાયપુર:સરનાં હોવાં જોઈએ એવો ભાવ રહ્યો છે. કયા સંજોગોમાં યુદ્ધનો આશ્રય ન્યાયી ગણાય અને ન્યાયી યુદ્ધ કેવી રીતે લડી શકાય, તેને લગતો સિદ્ધાંત મુખ્યત્વે મધ્યકાલીન ઈસાઈ વિચારમાંથી આવ્યો છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કાયદાના વિકાસ(હ્યુગો ગ્રોસિયસ તથા સૅમ્યુઅલ પુફેનડ્રોફનાં લખાણો)ને…
વધુ વાંચો >ન્યુમોનિયા
ન્યુમોનિયા ફેફસાંનો શોથ. ફેફસાંની નાની શ્વસનિકાઓ (bronchioles), વાયુપોટા (alveoli) તથા તેની આસપાસની અંતરાલીય પેશી (interstitium) વગેરે લોહીના કોષો ભરાવાથી લાલ, સોજાયુક્ત અને ગરમ થાય તેને ફેફસાંનો શોથ (inflammation) કહે છે. તેને શાસ્ત્રીય રીતે ફેફસીશોથ અથવા ફુપ્ફુસી (pneumonia) કહે છે. કારણવિદ્યા (aetiology) : ન્યુમોનિયા થવાનું મુખ્ય કારણ ચેપ છે. ક્યારેક કોઈ બાહ્ય પદાર્થ, જઠરમાંનું પ્રવાહી કે…
વધુ વાંચો >ન્યુરમબર્ગ ખટલો
ન્યુરમબર્ગ ખટલો : દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નેતાઓએ આચરેલ યુદ્ધનાં ગુનાઇત કૃત્યોને કારણે તેમના પર કામ ચલાવવા માટે મિત્ર-રાષ્ટ્રોએ હાથ ધરેલ ખટલો. 1945–49 દરમિયાન ત્યાં આવા 13 ખટલાઓ ચલાવવામાં આવ્યા હતા. એડૉલ્ફ હિટલરના નેતૃત્વવાળા જર્મનીના નાઝી પક્ષે પોતાના પ્રચાર માટે ન્યુરમબર્ગને કેન્દ્ર બનાવી અનેક વાર વિશાળ રૅલીઓ યોજી હતી. આ ખટલો ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય લશ્કરી…
વધુ વાંચો >