World history
ઝૂલુ યુદ્ધ
ઝૂલુ યુદ્ધ : દક્ષિણ આફ્રિકાના પૂર્વ તરફના પ્રદેશ પર આધિપત્ય જમાવવા માટે 1879માં બ્રિટિશ લશ્કર અને તે પ્રદેશના સ્થાનિક ઝૂલુ રાજા વચ્ચે થયેલ સશસ્ત્ર સંઘર્ષ. ઓગણીસમી સદીના આઠમા દશકની શરૂઆતમાં કેટેવૅયો ઝૂલુ પ્રદેશનો રાજા બન્યો. આ સ્થાનિક રાજાએ બ્રિટિશોનું વર્ચસ્વ સ્વીકારવાને બદલે તેમનો સામનો કરવા માટે આશરે 50,000 સૈનિકોનું સશસ્ત્ર…
વધુ વાંચો >ઝેન
ઝેન : બૌદ્ધ મહાયાન સંપ્રદાયની ચીનમાં આરંભાયેલી અને જાપાનમાં પ્રસરેલી શાખા. દક્ષિણ ભારતના આચાર્ય બોધિધર્મ (ઈ. સ. 470–543) ચીન ગયેલા; તેમના દ્વારા ઝેનનો ત્યાં આરંભ થયો. મૂળ સંસ્કૃત શબ્દ ‘ધ્યાન’નું ચીની ભાષામાં ‘ચ-આન’ કે ‘ચાન’ (ch-an) અને જાપાની ભાષામાં ‘ઝેન’ એવું રૂપાંતર થયેલું છે. ભગવાન બુદ્ધે ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત…
વધુ વાંચો >ઝૅપટેક
ઝૅપટેક : ઉત્તર અમેરિકામાં દક્ષિણ મેક્સિકોમાં આવેલ વહાકા (Oaxaca) પ્રદેશમાં વસતી મેસો-અમેરિકન રેડ ઇન્ડિયન જાતિ. આ લોકોના પૂર્વજો વિશિષ્ટ સંસ્કૃતિના સર્જક હતા. તેમની રાજધાની મૉન્ટી આલબાન ટેકરી ઉપર હાલના વહાકા નજીક આવેલી હતી. ઈ. સ. પૂ. 500માં આ નગરની સ્થાપના થઈ હતી. તે વખતે અહીં નગર સંસ્કૃતિ વિકસી ચૂકી હતી.…
વધુ વાંચો >ઝેવિયર, સેન્ટ ફ્રાન્સિસ
ઝેવિયર, સેન્ટ ફ્રાન્સિસ (જ. 7 એપ્રિલ 1506, નવારે, સ્પેન; અ. 22 ડિસેમ્બર 1552, કૅન્ટૉન નજીક, ચીન) : ‘પૂર્વના પ્રદેશોના દૂત’ (એપૉસલ ઑવ્ ધ ઇન્ડીઝ) તરીકે ઓળખાવાયેલા રોમન કૅથલિક મિશનરી. નવારેના રાજાના અંગત સલાહકાર સ્પૅનિશ પિતાના સૌથી નાના પુત્ર. પૅરિસ ખાતે અભ્યાસ કર્યો અને પછી વ્યાખ્યાનો આપવાનો પ્રારંભ કર્યો. 1534માં લોયોલાના…
વધુ વાંચો >ઝૈનુલ આબિદિન
ઝૈનુલ આબિદિન (શાસનકાળ : 1420–1470) : કાશ્મીરનો મહાન સુલતાન. અગાઉ તેનું નામ શાહીખાન હતું. તે ઝૈનુલ આબિદિન ખિતાબ ધારણ કરી ગાદીએ બેઠો. તેની બિનસાંપ્રદાયિક નીતિ તથા સારાં કાર્યોને લીધે મુઘલ શહેનશાહ અકબર સાથે તેને સરખાવવામાં આવ્યો છે. તેના સમયમાં કાશ્મીર રાજ્યની સરહદ સૌથી વધુ વિસ્તાર પામી અને રાજ્ય સમૃદ્ધ થયું.…
વધુ વાંચો >ઝૉલવરાઇન સંઘ
ઝૉલવરાઇન સંઘ : જર્મન ભાષામાં ‘ઝૉલવરાઇન’ (zollverein) તરીકે જાણીતો (જર્મન) જકાતી સંઘ. તેની સ્થાપના પ્રશિયાના નેતૃત્વ હેઠળ 1834માં કરવામાં આવી, પરિણામે તે સમયના જર્મનીમાં આવેલાં મોટાભાગનાં રાજ્યો વચ્ચેની જકાતી દીવાલ નાબૂદ કરવામાં આવી અને મુક્ત વ્યાપારનો વિસ્તાર રચવામાં આવ્યો. મુક્ત અર્થતંત્રના સિદ્ધાંતનું પ્રતિપાદન કરતા ફ્રેડરિક લિસ્ટ જેવા જર્મન અર્થશાસ્ત્રીઓના પ્રભાવ…
વધુ વાંચો >ઝ્યૂસ
ઝ્યૂસ : પ્રાચીન ગ્રીક લોકોનો મુખ્ય દેવ. તે બહુ શરૂઆતના આક્રમણકારો દ્વારા બહારથી ગ્રીસમાં પ્રસ્થાપિત થયો હતો. ઝ્યૂસને સંસ્કૃતમાં દ્યૌ અને લૅટિનમાં જ્યુપિટર તરીકે ઓળખવામાં આવે છે. તે અંતરિક્ષ અને મેઘગર્જનાના દેવ તરીકે જાણીતો છે. પ્રાચીન ગ્રીસમાં તેનાં મુખ્ય મંદિરો ડોડોના, ઑલિમ્પિયા અને નેમિયામાં આવેલાં હતાં. બધાં ગ્રીક દેવ-દેવીઓમાં તેનું…
વધુ વાંચો >ટબ્રિઝ
ટબ્રિઝ (tabriz) : ઈરાનના પૂર્વ ઍઝારબૈજાન પ્રાંતની રાજધાની અને મુખ્ય શહેર. તેનું નામ ઈરાની ભાષાના ‘ટપરીઝ’ ઉપરથી પડ્યું છે, જેનો અર્થ વહેતી ગરમી થાય છે. તે આર્મેનિયા રાજ્યની સરહદથી દક્ષિણે 97 કિમી., તુર્કસ્તાનથી પૂર્વમાં 177 કિમી. અને ઉર્મિયા સરોવરથી આશરે 55 કિમી. અંતરે છે. તે 38° ઉ. અ. અને 46°-3´…
વધુ વાંચો >ટાઇગ્રિસ
ટાઇગ્રિસ : પશ્ચિમ એશિયાની પ્રમુખ નદી. ભૌગોલિક સ્થાન : 33o ઉ. અ. અને 45o પૂ. રે.. આ નદીની લંબાઈ આશરે 1900 કિમી. તથા તેનું સ્રાવક્ષેત્ર (catchment area) 3,73,000 ચોકિમી. છે. તે મેસોપોટેમિયા(ઇરાક)ના સૂકા પ્રદેશની જીવાદોરી છે. તે પૂર્વ તુર્કસ્તાનના મધ્ય ભાગમાં આવેલ ગોલકુક સરોવરમાંથી પસાર થાય છે તથા ટર્કીના અગ્નિ…
વધુ વાંચો >ટાઇટસ
ટાઇટસ (જ. 30 ડિસેમ્બર 39; અ. 13 સપ્ટેમ્બર 81) : રોમનો ખૂબ લોકપ્રિય સમ્રાટ (ઈ. સ. 79–81) અને જેરૂસલેમનો વિજેતા (ઈ. સ. 70). તેનું મૂળ નામ ટાઇટસ ફ્લેવિયસ સેબિનસ વેસ્પેસિયેનસ હતું. તે રોમન સમ્રાટ વેસ્પેસિયનનો પુત્ર હતો. ટાઇટસ જર્મની અને બ્રિટનમાં યુદ્ધ લડ્યો હતો. ઈ. સ. 66માં તે વેસ્પેસિયન સાથે…
વધુ વાંચો >