Telugu literature
ગુરુજાડ અપ્પારાવ
ગુરુજાડ અપ્પારાવ (જ. 21 સપ્ટેમ્બર 1862, રામવરમ્, જિ. વિશાખાપટ્ટનમ્ આંધ્રપ્રદેશ, અ. 30 નવેમ્બર 1915, વિશાખાપટ્ટનમ્, આંધ્રપ્રદેશ ) : તેલુગુ કવિ, નાટકકાર, વાર્તાકાર તથા સમીક્ષક. પિતા વેંકટરામદાસ અને માતા કૌસલ્યમ્મા વિજયનગરના રાજા ગણપતિ રાજુલુનાં આશ્રિત હતાં. ગણપતિ રાજુલુને કાવ્યશાસ્ત્ર અને નાટ્યમાં સવિશેષ રસ હતો. અપ્પારાવનું શિક્ષણ આ રાજાનાં આશ્રય અને દેખરેખ…
વધુ વાંચો >ગોન યુદ્ધા રેડ્ડી
ગોન યુદ્ધા રેડ્ડી : પ્રસિદ્ધ તેલુગુ લેખક અડિવિ બાપ્પીરાજુની નવલકથા તથા મુખ્ય પાત્રનું નામ. ગોન રેડ્ડી કાકતીય સામ્રાજ્યનો સેનાપતિ હતો. એ ઐતિહાસિક નાયકના ચરિત્રને આધારે નવલકથાની રચના થઈ છે. સ્વાભાવિક રીતે આ ચરિત્રપ્રધાન નવલકથા છે. ગોન રેડ્ડીએ યુદ્ધકૌશલથી યુદ્ધો જીતેલાં એ તો ખરું જ, પણ એ મુત્સદ્દીગીરીમાં પણ એટલો જ…
વધુ વાંચો >ગોપી, એન.
ગોપી, એન. (જ. 25 જૂન 1948, ભોંગરી, જિ. નાલગોંડા, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કાલાન્નિ નિદ્ર પોનીવ્વનુ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને 1979માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ બોર્ડ ઑવ્ સ્ટડીઝના અધ્યક્ષ અને તેલુગુ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય…
વધુ વાંચો >ગોવિંદન્
ગોવિંદન્ (જ. 1919, ગંતુર, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે ગંતુર નગરમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચશિક્ષણ લીધેલું. બી.એ.ની પરીક્ષામાં પાસ થતાં જ તેમણે સરકારના શિક્ષણ ખાતામાં નોકરી લીધેલી અને એમાં આગળ વધતાં ઊંચી પાયરીએ પહોંચેલા. પણ નોકરી એમના સાહિત્યિક સર્જનમાં બાધારૂપ લાગતાં એમણે તે છોડીને પોતાનો બધો સમય લેખનપ્રવૃત્તિ માટે ફાળવ્યો. એમણે…
વધુ વાંચો >ચલમ
ચલમ (જ. 18 મે 1894, ચેન્નાઈ; અ. 4 મે 1979, અરુણાચલમ્) : સુપ્રસિદ્ધ તેલુગુ નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર. તેમનું મૂળ નામ વેંકટચલમ્ ગુડિપતિ હતું. તેમનો જન્મ ચેન્નાઈના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કોમ્મુરી શંભાશિવ અને માતાનું નામ વેંકટ સુબ્બમ્મા હતું. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તેનાલી અને કાકિનાડામાં લીધા…
વધુ વાંચો >ચંદૂર, માલતી
ચંદૂર, માલતી (જ. 21 ડિસેમ્બર 1930, નુઝવિદ, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ; અ. 21 ઑગસ્ટ 2013, ચેન્નાઇ, તમિળનાડુ) : આંધ્રનાં જાણીતાં નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર તથા અનુવાદક. તેમને તેમની તેલુગુ નવલકથા ‘હૃદયનેત્રી’ માટે 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નુઝવિદ અને એલરુમાં લીધું. તેમણે કૉલેજશિક્ષણ મેળવ્યું નથી.…
વધુ વાંચો >ચિવરકુ મિગિલેદિ (પુરુષાર્થને અંતે)
ચિવરકુ મિગિલેદિ (પુરુષાર્થને અંતે) : તેલુગુ નવલકથાકાર બુચ્છી બાબુની (જ. 1916, અ. 1967) સર્વોત્તમ કૃતિ. પાત્રના મનનાં ઊંડાણોનું આલેખન લેખકની વિશિષ્ટતા છે. આ નવલકથામાં નાયક દયાનિધિના આંતરિક સંઘર્ષો – તેનો સ્વભાવ અને આસપાસના પરિવેશ વચ્ચેના સંઘર્ષો પણ – વર્ણવવામાં આવ્યા છે. કથામાં મુખ્ય ઘટનાઓ નાયકના નારીપાત્રો સાથેના સંબંધો સાથે જોડાયેલી…
વધુ વાંચો >ચેકુરી, રામારાવ
ચેકુરી, રામારાવ (જ. 1 ઑક્ટોબર 1934, ઇલ્લિનદલપદુ, જિ. ખમ્મા, આંધ્રપ્રદેશ; અ. 24 જુલાઈ 2014, હૈદરાબાદ) : તેલુગુ નિબંધકાર, કવિ. તેમને તેમના નિબંધસંગ્રહ ‘સ્મૃતિ કિણાંકમ્’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે આંધ્ર વિશ્વવિદ્યાલય, વાલ્ટેયરમાંથી તેલુગુ ભાષા અને સાહિત્યમાં એમ.એ. અને કૉરનેલ વિશ્વવિદ્યાલય, ઇથાકા, ન્યૂયૉર્ક, અમેરિકામાંથી ભાષાવિજ્ઞાનમાં…
વધુ વાંચો >ચેમકુર, વેંકટ (સત્તરમી સદી)
ચેમકુર, વેંકટ (સત્તરમી સદી) : તેલુગુ કવિ. તેમનું આખું નામ ચેમકુર વેંકટ રાજુ હતું. તેઓ તાંજોરના રઘુનાથ નાયકના પ્રસિદ્ધ રાજકવિ હતા. તેમણે રાજાને તેમના લશ્કરી આક્રમણ દરમિયાન સેવા આપી હોવાનું જણાય છે. તેઓ પોતાને નિયોગી બ્રાહ્મણ કહેતા, પરંતુ આમ તો તેઓ નિમ્ન વર્ણના હતા. તેલુગુ ભાષાનાં 5 મહાકાવ્યોમાં તેમની યશોદાયી…
વધુ વાંચો >જનપ્રિય રામાયણ
જનપ્રિય રામાયણ : તેલુગુ કાવ્ય. 1983માં તેલુગુના પ્રસિદ્ધ કવિ નારાયણાચાર્યે રચેલું ‘જનપ્રિય રામાયણ’ સાહિત્ય અકાદમીએ 1983ના તેલુગુના શ્રેષ્ઠ પુસ્તક તરીકે પુરસ્કારયોગ્ય ગણ્યું હતું. એ જ વર્ષમાં આંધ્રપ્રદેશ સરકાર તરફથી પણ નારાયણાચાર્યને એ પુસ્તકની રચના માટે પુરસ્કૃત કરાયા હતા. મધ્યકાલીન યુગમાં તેલુગુમાં રામાયણવિષયક અનેક ઉત્કૃષ્ટ રચના થઈ હતી; પરંતુ અર્વાચીન યુગમાં…
વધુ વાંચો >