Sports

રૅડમિલૉવિક, પૉલ

રૅડમિલૉવિક, પૉલ (જ. 5 માર્ચ 1886, કાર્ડિફ, ગ્લેમરગન, વેલ્સ; અ. 29 સપ્ટેમ્બર 1968, સમરસેટ) : તરણ તથા વૉટરપોલોના યુ.કે.ના ખેલાડી. બ્રિટિશ ટીમના ખેલાડી તરીકે વૉટર-પોલોની રમતમાં ઓલિમ્પિક રમતોત્સવ ખાતે 1908, 1912 અને 1920માં  એ રીતે ઉત્તરોત્તર 3 વાર સુવર્ણ ચન્દ્રકોના તેમજ 1908માં 4  200 મી. ફ્રીસ્ટાઇલ તરણમાં સુવર્ણ ચન્દ્રકના વિજેતા…

વધુ વાંચો >

રેનશૉ, વિલિયમ

રેનશૉ, વિલિયમ (જ. 3 જાન્યુઆરી 1861 લૅમિંગ્ટન, વૉરવિકશાયર, યુ.કે.; અ. 12 ઑગસ્ટ 1904, સ્વાનેજ, ડૉરસેટ) : યુ.કે.ના ટેનિસ ખેલાડી. તેમણે વિમ્બલડન સ્પર્ધાઓ ખાતે 1881થી ’86 અને 1889 – એમ કુલ 7 વખત એકલા રમીને (singles) વિજયપદક તથા પોતાના જોડકા ભાઈ અર્નેસ્ટ સાથે 1884થી ’86 અને 1888–89 એમ કુલ 5 વખત…

વધુ વાંચો >

રેરડન, રેમંડ

રેરડન, રેમંડ (જ. 8 ઑક્ટોબર 1932, ટ્રેડગર, મન્માઉથશાયર, યુ.કે.) : સ્નૂકરના 1970ના દશકાના ટોચના આંગ્લ ખેલાડી. 1970માં બીજા પ્રયત્ને તેઓ વિશ્વવિજયપદકના વિજેતા બન્યા; એ પછી 1973થી ’76 દરમિયાન દર વર્ષે અને 1978માં પણ વિજયપદકના વિજેતાનો એ જ દોર ચાલુ રહ્યો; 1978નું છેલ્લું વિશ્વવિજયપદક તો તેઓ 45 વર્ષ 6 મહિનાની ઉંમરે…

વધુ વાંચો >

રોઝ, મરે

રોઝ, મરે (જ. 6 જાન્યુઆરી 1939, બર્મિંગહામ, ઇંગ્લૅન્ડ) : ઑસ્ટ્રેલિયાના તરણ-ખેલાડી. 1956માં મેલબૉર્ન ખાતેના ઓલિમ્પિક રમતોત્સવ ખાતે ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના ખેલાડી તરીકે 3 સુવર્ણ ચન્દ્રકના વિજેતા બન્યા અને તરણ-સ્પર્ધામાં વીરોચિત બહુમાન પામ્યા; 400 મી. અને 1,500 મી.ની તરણ-સ્પર્ધાના સુવર્ણ ચન્દ્રક ઉપરાંત ઑસ્ટ્રેલિયાની ટીમને 4 × 200 મી.ની રિલે સ્પર્ધામાં…

વધુ વાંચો >

રોઝ, લાઇનલ

રોઝ, લાઇનલ (જ. 21 જૂન 1948, વૉરેગલ, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : મુક્કાબાજીની સ્પર્ધાના ઑસ્ટ્રેલિયાના ખેલાડી. કોઈ પણ રમતમાં વિશ્વવિજયપદક જીતનાર તેઓ એકમાત્ર આદિવાસી (aboriginal) ખેલાડી છે. 1964માં તેમણે વ્યવસાયી ધોરણે મુક્કાબાજી રમવાનો પ્રારંભ કર્યો; 1966માં તેઓ ઑસ્ટ્રેલિયાના ચૅમ્પિયન નીવડ્યા; 1968માં જાપાનના ‘ફાઇટિંગ હારડા’ને પૉઇન્ટના ધોરણે હરાવીને વિશ્વનું બૅન્ટમવેટ (54 કિગ્રા. સુધીનું…

વધુ વાંચો >

રૉઝવૉલ કેન

રૉઝવૉલ, કેન (જ. 2 નવેમ્બર 1934, સિડની, ન્યૂ સાઉથ વૅલ્સ; ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ટેનિસ-ખેલાડી. તેમની રમવાની શૈલી  છટાદાર હતી. તેમના અદભુત ગ્રાઉન્ડ-સ્ટ્રોકના પરિણામે તેઓ સર્વવ્યાપી પ્રશંસા પામ્યા. તેમના અપાર કૌશલ્ય અને સામર્થ્યથી તેઓ વિમ્બલડન એકલ-સ્પર્ધા સિવાય અન્ય તમામ મહત્વની સ્પર્ધામાં વિજેતા બન્યા. જોકે 1954, 1956, 1970 અને 1976માં તેઓ ફાઇનલમાં…

વધુ વાંચો >

રોઝેનુ, એન્જેલિકા

રોઝેનુ, એન્જેલિકા (જ. 15 ઑક્ટોબર 1921, બુખારેસ્ટ, રુમાનિયા) : રુમાનિયાના ટેબલટેનિસનાં મહિલા-ખેલાડી. બીજા વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોમાં તેઓ ગિઝ ફર્કાસના અનુગામી તરીકે વિશ્વના પ્રથમ ક્રમનાં મહિલા-ખેલાડી બન્યાં. પ્રારંભમાં 1936માં તેઓ 15 વર્ષની વયે રુમાનિયાના સિંગલ્સ વિજયપદકનાં વિજેતા બન્યાં અને લગભગ નિવૃત્તિ સુધી તેમણે એ પદ જાળવી રાખ્યું. 1936માં તેમણે વિશ્વ-ચૅમ્પિયનશિપમાં સૌપ્રથમ…

વધુ વાંચો >

રૉડીના, ઇરિના

રૉડીના, ઇરિના (જ. 1949, મૉસ્કો) : રશિયાનાં નામી ફિગર-સ્કેટર. 3 ઓલિમ્પિક રમતોમાં એટલે કે 1972, 1976 અને 1980માં તેઓ અન્યની જોડી(pair)માં રહી વિજેતા-પદક જીત્યાં અને એ જ રીતે 1969થી ’72 દરમિયાન ઉબાનૉવની જોડીમાં 4 તથા 1973થી 1978 દરમિયાન ઝૈત્સેવ સાથે 6 વાર વિશ્વવિજેતા પદક જીત્યાં. એ જ વર્ષો દરમિયાન યુરોપિયન…

વધુ વાંચો >

રૉડ્ઝ, વિલ્ફ્રેડ

રૉડ્ઝ, વિલ્ફ્રેડ (જ. 1877, કર્ક હિટન, વેસ્ટ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ, યુ.કે.; અ. 1973) : આંગ્લ ક્રિકેટ ખેલાડી. તેમની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેઓ યૉર્કશાયર તથા ઇંગ્લૅન્ડ તરફથી ક્રિકેટ રમતા રહ્યા અને 1895થી 1930 સુધીની ક્રિકેટ-કારકિર્દીમાં વિશ્વવિક્રમ રૂપે તેમણે કુલ 4,187 વિકેટો ઝડપી અને ખેલાડી તરીકે 39,722 રન નોંધાવ્યા. એક જ સીઝનમાં 100…

વધુ વાંચો >

રોનો, હેન્રી

રોનો, હેન્રી (જ. 12 ફેબ્રુઆરી 1952, કૅપ્રિર્સેંગ, નંદી હિલ્સ, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. શ્રેણીબંધ નોંધપાત્ર વિશ્વવિક્રમોને પરિણામે તેમની તેજસ્વી પ્રતિભા જોવા મળી હતી. જોકે કેન્યા દ્વારા કરેલ બહિષ્કારને લીધે તેઓ 1976 અને 1980ના ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લઈ શક્યા ન હતા. પરંતુ 1978નું વર્ષ તેમને માટે મહાન નીવડ્યું; કૉમનવેલ્થ રમતોત્સવ…

વધુ વાંચો >