Sports

લિંડવૉલ, રે

લિંડવૉલ, રે (જ. 3 ઑક્ટોબર 1921, મૅસ્કોટ, સિડની) : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ખેલાડી. સરળ અભિગમ તથા લયબદ્ધ ગોલંદાજી ક્રિયા(action)ના પરિણામે જે ઝડપ અને આઉટ-સ્વિંગ ગોલંદાજીનો તેમણે આવિષ્કાર કર્યો તેના પરિણામે તત્કાલીન યુદ્ધોત્તર દશકા દરમિયાન તેઓ સૌથી ભયાવહ ઝડપી ગોલંદાજ બની રહ્યા. કીથ મિલરના સાથમાં તેમની એક જોરદાર જોડી બની રહી, ઇંગ્લૅન્ડ સામેની…

વધુ વાંચો >

લીગ સ્પર્ધા

લીગ સ્પર્ધા : રાઉન્ડ રૉબિન ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી સ્પર્ધા. ગુજરાતીમાં ચક્ર ટુર્નામેન્ટ તરીકે તે જાણીતી છે. રમતોમાં જેમ વિવિધતા છે તેમ તેની ટુર્નામેન્ટના આયોજનમાં પણ વિવિધ પદ્ધતિઓ છે. સ્પર્ધા દરમિયાન એક ટીમ હારી જાય તો તે સ્પર્ધામાં આગળ ભાગ લઈ શકતી નથી. આવા પ્રકારની સ્પર્ધાને બાતલ પદ્ધતિ ટુર્નામેન્ટ કહેવામાં આવે…

વધુ વાંચો >

લેઝિમ

લેઝિમ : તાલબદ્ધ રીતે સાધન-વ્યાયામ કરવાની ખૂબ જ લોકપ્રિય પ્રાચીન ભારતીય પદ્ધતિ. શહેરો કરતાં ગામડાંઓમાં આજે પણ લેઝિમ ખૂબ જ લોકપ્રિય સાધન-વ્યાયામ ગણાય છે. લેઝિમની વિશેષતા એ છે કે લેઝિમ કરતી વખતે તેમાંથી જે ઝંકાર સાથે સંગીત નીકળે છે તેને કારણે લેઝિમ કરનારને થાક લાગતો નથી અને સાથે સાથે જો…

વધુ વાંચો >

લૅટિનીના, લૅરિસા

લૅટિનીના, લૅરિસા (Larisa Semyonovna Latynina) (જ. 27 ડિસેમ્બર 1934 ખેરસોન, યુક્રેન) : રશિયાનાં અંગકસરતનાં મહિલા-ખેલાડી. તેમના સમયનાં તેઓ અગ્રણી ખેલાડી હતાં. 1954થી 1966 સુધી વિશ્વકક્ષાનાં સ્પર્ધક તરીકે બીજા કોઈ પણ વ્યાયામવીર (ઍથ્લેટ) કરતાં અને બીજી કોઈ પણ રમત કરતાં તેમણે સવિશેષ ઓલિમ્પિક ચંદ્રકો મેળવ્યા હતા. 3 ઓલિમ્પિક રમતોત્સવ, વિશ્વ રમતોત્સવ…

વધુ વાંચો >

લેડી રતન તાતા કપ

લેડી રતન તાતા કપ : હૉકીની રમત માટે બહેનો માટેની રાષ્ટ્રીય ટ્રોફી. આ ટ્રોફી ભારતના મહાન ઉદ્યોગપતિ રતન તાતાની પત્નીના નામે અપાય છે. હૉકી ભારતની રાષ્ટ્રીય રમત હોવાને કારણે બહેનો માટે ‘લેડી રતન તાતા કપ’ ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાય છે; કારણ કે આ રાષ્ટ્રીય કપ મેળવનાર મહિલા ખેલાડીઓ મોટાભાગે ભારત…

વધુ વાંચો >

લૅન્ડલ, ઇવાન

લૅન્ડલ, ઇવાન (જ. 7 માર્ચ 1960, ઑસ્ટ્રાવા, ચેકોસ્લોવૅકિયા) : ટેનિસના ખેલાડી. સિંગલ્સનાં 94 અને ડબલ્સનાં 6 ટાઇટલ જીતનારા, ઇન્ટરનૅશનલ ટેનિસ હૉલ ઑવ્ ફેમમાં સ્થાન પામનાર ખેલાડી. 1978માં તેઓ વિમ્બલ્ડન જુનિયર, ફ્રેન્ચ જુનિયર અને ઇટાલિયન જુનિયર વિજયપદકના વિજેતા બન્યા અને આઈટીએફના સૌપ્રથમ વિશ્વ જુનિયર ચૅમ્પિયન થયા. ટેનિસના ઇતિહાસમાં તેઓ સૌથી વધુ…

વધુ વાંચો >

લૅમ્બ, ઍલન જોસેફ

લૅમ્બ, ઍલન જોસેફ (જ. 20 જૂન 1954, કેપ પ્રૉવિન્સ, દક્ષિણ આફ્રિકા) : આંગ્લ ક્રિકેટખેલાડી. તેમણે 1972-73માં વેસ્ટર્ન પ્રૉવિન્સ માટેની પ્રથમ કક્ષાની ક્રિકેટથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1978માં તેઓ નૉર્થહૅમ્પટનશાયર માટે ક્રિકેટ રમવા ઇંગ્લૅન્ડ આવ્યા. 1989માં તેઓ તેના કાઉન્ટી કપ્તાન બન્યા. તેમનાં માતાપિતા બ્રિટિશ હોવાથી તેઓ ઇંગ્લૅન્ડ વતી રમવા માટે પાત્ર…

વધુ વાંચો >

લેવર, રોડ

લેવર, રોડ (જ. 9 ઑગસ્ટ 1938, રોખેમ્પ્ટન, ક્વીન્સલૅન્ડ, ઑસ્ટ્રેલિયા) : ટેનિસ-જગતમાં અજોડ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ઑસ્ટ્રેલિયાના મહાન ખેલાડી. ગ્રૅન્ડસ્લૅમની વિશ્વસ્તરની ચારે સ્પર્ધાઓ (ફ્રેન્ચ ઓપન, ઑસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને યુ.એસ. ઓપન) એક જ વર્ષમાં જીતી જાય તો એને ‘ગ્રૅન્ડસ્લૅમ ચૅમ્પિયન’ કહેવામાં આવે છે. તેના માટેનાં મેદાનો સમાન હોતાં નથી; દા.ત., વિમ્બલ્ડન…

વધુ વાંચો >

લૉઇડ, ક્રિસ એવર્ટ

લૉઇડ, ક્રિસ એવર્ટ (જ. 21 ડિસેમ્બર 1954, લૉડરડૅલ, ફ્લૉરિડા, અમેરિકા) : અમેરિકાનાં મહિલા ટેનિસ ખેલાડી. 1970ના દશકાનાં તેમજ 1980ના દશકાનાં પ્રારંભિક વર્ષોનાં તેઓ અગ્રણી મહિલા ખેલાડી બની રહ્યાં. તેઓ તેમની અદભુત ગ્રાઉન્ડ સ્ટ્રોક (વિશેષ કરીને બે હાથે લગાવાતા બૅક-હૅન્ડ સ્ટ્રોક) લગાવવાની પદ્ધતિ, સાતત્ય તથા તણાવ દરમિયાન પણ સ્વસ્થ અને શાંત…

વધુ વાંચો >

લૉઇડ, ક્લાઇવ હ્યુબર્ટ

લૉઇડ, ક્લાઇવ હ્યુબર્ટ (જ. 31 ઑગસ્ટ 1944, ક્વીન્સટાઉન, જ્યૉર્જટાઉન, વેસ્ટ ઇંડિઝ) : વેસ્ટ ઇંડિઝના ક્રિકેટખેલાડી. તેઓ મિલનસાર સ્વભાવના હતા. છતાં એક સેનાપતિની અદાથી તેમણે વેસ્ટ ઇંડિઝની ટીમને સુસંગઠિત કરી ક્રિકેટજગતમાં તેને સૌથી શિસ્તબદ્ધ અને સૌથી સફળ બનાવી હતી. તેઓ ભરપૂર શક્તિ ધરાવતા ડાબેરી બૅટધર હતા. ઘૂંટણનું ઑપરેશન કરાવવું પડ્યું ત્યાં…

વધુ વાંચો >