Sports
ઍન્થની ડીમેલો ટ્રૉફી
ઍન્થની ડીમેલો ટ્રૉફી : ભારતમાં રમાતી ક્રિકેટ ટેસ્ટ શ્રેણી માટે ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયા (C.C.I.) તરફથી તેના સ્થાપક મંત્રી ઍન્થની ડીમેલોની સ્મૃતિમાં અપાતી ટ્રૉફી. ટ્રૉફીનું કદ 14” x 18”. કિંમત લગભગ રૂ. 2,000/- શ્રેણીવિજેતાને પ્રતિકૃતિ અર્પણ થાય છે. ઇંગ્લૅન્ડ વિરુદ્ધ 2-0થી વિજય મેળવવા બદલ ભારતને આ ટ્રોફી 1961-62માં મળી હતી. તે…
વધુ વાંચો >એરડા, મીરા
એરડા, મીરા (જ. 24 ઑક્ટોબર, 2000, વડોદરા) : ભારતની પ્રથમ મહિલા કાર રેસર. મીરાએ વડોદરાની ઊર્મિ સ્કૂલ અને રોઝરી હાઈસ્ક્લૂમાં અભ્યાસ કર્યો હતો. નવરચના યુનિવર્સિટીના જર્નાલિઝમ ઍન્ડ માસ કૉમ્યુનિકેશનમાં અભ્યાસ કર્યો છે. તેમણે માત્ર નવ વર્ષની ઉંમરે રેસિંગ શરૂ કર્યું હતું. તેના પિતા કિરીટભાઈ મીરાને પુણેમાં જે કે ટાયર નૅશનલ…
વધુ વાંચો >એરોન મેન્યુઅલ
એરોન મેન્યુઅલ (જ. 30 ડિસેમ્બર 1935, મ્યાનમાર) : ભારતના ચેસના ઉત્તમ ખેલાડી. તમિળ માતાપિતાને ત્યાં જન્મ. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી 1955માં સ્નાતક પદવી મેળવીને તમિલનાડુમાં ઇન્ડિયા બૅન્કના ઑફિસર તરીકે જોડાયા. પિતાને ચેસ રમતા જોઈને 7 વર્ષની ઉંમરે તેમને ચેસની રમતમાં રસ ઉત્પન્ન થયો. રમતના પાયાના નિયમો શીખ્યા. બારમે વર્ષે ભારતના ઉત્તમ ખેલાડી…
વધુ વાંચો >એલ. બી. ડબ્લ્યૂ
એલ. બી. ડબ્લ્યૂ. : ક્રિકેટની રમતમાં વપરાતું લેગ બીફોર વિકેટનું સંક્ષિપ્તરૂપ. બૅટધરે પગથી વિકેટ સામે અવરોધ ઊભો કરવો તે. બૅટધરને અમ્પાયરે આઉટ જાહેર કર્યા બાદ તેને જો સૌથી વધુ અસંતોષ થતો હોય તો આ ‘એલ. બી. ડબ્લ્યૂ.’ના નિર્ણયથી ! ક્રિકેટની રમતમાં અમ્પાયરો તે કારણે બદનામ પણ થતા હોય છે. ક્રિકેટના…
વધુ વાંચો >એશિયન રમતોત્સવ
એશિયન રમતોત્સવ : એશિયન રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય ભારતના ઑલિમ્પિક સમિતિના સભ્ય અને ભારત સરકારના યુવક કલ્યાણ વિભાગના સલાહકાર જી. ડી. સોંધીને ફાળે જાય છે. તે મક્કમપણે માનતા હતા કે જો દર ચાર વર્ષે અને બે ઑલિમ્પિક રમતોત્સવની વચ્ચે એશિયા ખંડના દેશો માટે જો કોઈ રમતોત્સવ શરૂ કરવામાં આવે તો…
વધુ વાંચો >ઍશિસ
ઍશિસ : ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ટેસ્ટ ક્રિકેટ મૅચમાં હારજીતના ફેંસલાનું પ્રતીક. 1882ની ઓવલ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડને ઑસ્ટ્રેલિયા ઉપર વિજય મેળવવા 93 રનની જરૂર હતી, પણ 85 રનમાં આઉટ થયા. ‘સ્પૉર્ટિંગ ટાઇમ્સ’ અખબારમાં સર્લી બ્રુક્સે ઇંગ્લિશ ક્રિકેટ મૃત્યુ પામી છે અને તેના અંતિમ સંસ્કાર કરીને ભસ્મ એટલે કે ‘ઍશિસ’ ઑસ્ટ્રેલિયા…
વધુ વાંચો >ઍસ્ટ્રોટર્ફ
ઍસ્ટ્રોટર્ફ : ઘાસથી આચ્છાદિત નૈસર્ગિક સપાટીવાળા મેદાનને બદલે પ્લાસ્ટિક, રબર કે નાઇલૉન જેવા કૃત્રિમ પદાર્થની સપાટી ધરાવતું રમતનું મેદાન. 1967થી ઘાસના મેદાન પર રમાતી હૉકીની રમત ઍસ્ટ્રોટર્ફ પર રમાવાની શરૂઆત થઈ. આજે દુનિયામાં ઍસ્ટ્રોટર્ફનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. એને માટેના સિન્થેટિક પદાર્થનું ઉત્પાદન 3-m યુનાઇટેડ કિંગડમ લિમિટેડ કંપની કરે…
વધુ વાંચો >એંજિનિયર, ફરોખ
એંજિનિયર, ફરોખ (જ. 25 ફેબ્રુઆરી 1938, મુંબઈ) : ભારતના ચપળ વિકેટકીપર તથા આક્રમક ઓપનિંગ બૅટ્સમૅન. પારસી કુટુંબમાં જન્મ. મુંબઈની ડૉન બોસ્કો નામની અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ. પરંતુ એ શાળામાં ક્રિકેટનું બૅટ ઝાલવાનો પ્રસંગ ન આવ્યો. પુણે ખાતે શિવાજી મિલિટરી સ્કૂલમાં ફરોખને ક્રિકેટના પાઠ શીખવા મળ્યા. શાળાકીય અભ્યાસ પૂરો થતાં માટુંગાની…
વધુ વાંચો >ઓઝા, કિરીટ અનંતરાય
ઓઝા, કિરીટ અનંતરાય (જ. 20 જાન્યુઆરી 1951, ભાવનગર) : બાસ્કેટ બૉલની રમત માટે ગુજરાત સરકારના સરદાર પટેલ એવૉર્ડના વિજેતા. માતાનું નામ જયશ્રીબહેન. પ્રાથમિક શિક્ષણ ભાવનગરની ડી. એ. વી. સ્કૂલ, માધ્યમિક શિક્ષણ ઘરશાળા અને કૉલેજશિક્ષણ સર પી. પી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં પ્રાપ્ત કર્યું. સ્ટેટ બૅંક ઑવ્ સૌરાષ્ટ્રમાં અધિકારી છે. કૉલેજમાં પ્રવેશ…
વધુ વાંચો >ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ સ્પૉર્ટ્સ
ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ સ્પૉર્ટ્સ : અખિલ ભારતીય રમતગમત સમિતિ. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન, રાષ્ટ્રસેવાની ધગશથી વ્યાયામનો વિકાસ થયો હતો. પરંતુ સ્વતંત્ર થયા પછી આ પ્રકારની લોકપ્રવૃત્તિમાં ઓટ આવી. રમતગમતને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં લેવામાં આવ્યાં અને 1954માં ભારત સરકારે ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ સ્પૉર્ટ્સની રચના કરી; તેનાં મુખ્ય કાર્યો નીચે…
વધુ વાંચો >