Sports
ઓલિમ્પિક રમતોત્સવ
ઓલિમ્પિક રમતોત્સવ : આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતો રમતોનો સ્પર્ધાત્મક ઉત્સવ. ઓલિમ્પિક રમતોના ઉદભવ વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. છતાં લિખિત નોંધને આધારે પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવની શરૂઆત ઈ. પૂ. 776માં થઈ હતી. ઈ. સ. 393 સુધી તે સમયાંતરે યોજાતી રહી. આ રમતોત્સવ દર ચાર વર્ષે ગ્રીસમાં ઓલિમ્પસ પર્વતની તળેટીમાં ઓલિમ્પિયાના મેદાનમાં યોજાતો…
વધુ વાંચો >ઑલિમ્પિક સ્ટેડિયમ – મ્યુનિક
ઑલિમ્પિક સ્ટેડિયમ – મ્યુનિક : વર્ષ 1972ના ઉનાળાની ઑલિમ્પિક રમતો માટે જર્મનીના મ્યુનિક શહેરમાં બનાવાયેલ અને આશરે 74,૦૦૦ ચોમી. ક્ષેત્રમાં પ્રસરેલ સ્ટેડિયમ. આ પ્રકારની શ્રેણીનાં મકાનોમાં એક ઉલ્લેખનીય રચના છે. આશરે મહત્તમ 8૦,૦૦૦ દર્શકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમની રચના ફ્રાઈ ઓટો તથા ગુંથેર બેહનીશ નામના સ્થપતિ અને તેની ટીમ દ્વારા કરાઈ…
વધુ વાંચો >ઓવેન્સ, જેસી
ઓવેન્સ, જેસી (જ. 12 સપ્ટેમ્બર 1913, ડેન્વિલ, આલાબામા, યુ.એસ.; અ. 31 માર્ચ 1980, ફિનિક્સ, ઍરિઝોના) : વીસમી સદીના વિખ્યાત અમેરિકન દોડવીર; મૂળ નામ જેમ્સ ક્લીવલૅન્ડ ઓવેન્સ. કપાસ પકવનાર સાધારણ કુટુંબમાં જન્મ. કપાસનો પાક નિષ્ફળ જતાં ઑવેન્સકુટુંબ આલાબામા છોડીને ક્લીવલૅન્ડ આવ્યું. ગરીબાઈમાં ભણવાની સાથોસાથ ઑવેન્સે બૂટપૉલિશ માટેની દુકાનમાં કામ કરેલું. શાળામાં…
વધુ વાંચો >ઔલી સ્કીઇંગ કેન્દ્ર
ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…
વધુ વાંચો >કપિલદેવ રામલાલ નિખંજ
કપિલદેવ, રામલાલ નિખંજ (જ. 6 જાન્યુઆરી 1959, ચંદીગઢ) : ક્રિકેટની રમતમાં વિશ્વનો ઉત્કૃષ્ટ ઑલ રાઉન્ડર, ઝડપી ગોલંદાજ અને આક્રમક બૅટ્સમૅન તથા ભારતીય ક્રિકેટ ટીમનો ચોત્રીસ ટેસ્ટમાં સુકાની. ટેસ્ટ 115, રન 4,689 (સરેરાશ 36.45), વિકેટ 401 (સરેરાશ 29.67), ટેસ્ટ સદી 7, શ્રેષ્ઠ જુમલો 163, શ્રીલંકા વિરુદ્ધ કાનપુર ખાતે 1986-87. શ્રેષ્ઠ ગોલંદાજી…
વધુ વાંચો >કપ્તાન વસંતરાવ
કપ્તાન, વસંતરાવ (જ. 5 ફેબ્રુઆરી 1905, વડોદરા; અ. 25 સપ્ટેમ્બર 1974, વડોદરા) : આજીવન વ્યાયામપ્રવર્તક, વડોદરામાં ‘ગુજરાત ક્રીડામંડળ’ સંસ્થાના સ્થાપક અને સંચાલક તથા સરદાર પટેલ યુનિવર્સિટી(વલ્લભ વિદ્યાનગર)ના પૂર્વ શારીરિક શિક્ષણ-નિયામક (1951-1963). જન્મ મહારાષ્ટ્રી કુટુંબમાં; પિતા બળવંતરાવ; માતા રાધિકાબાઈ. વડોદરામાં તાત્યાસાહેબ સહસ્રબુદ્ધેના શિષ્ય અને નારાયણ ગુરુની પરંપરાની કુસ્તીના તેઓ પારંગત હતા.…
વધુ વાંચો >કરમાકર, દીપા
કરમાકર, દીપા (જ. 9 ઑગસ્ટ 1993, અગરતલા, ત્રિપુરા, ભારત) : ઑલિમ્પિક્સમાં ભાગ લેનારાં ભારતનાં પ્રથમ જિમ્નાસ્ટ. દીપાએ છ વર્ષની ઉંમરથી જિમ્નાસ્ટિક્સની તાલીમ લેવી શરૂ કરી દીધી હતી. તેના પિતા દુલાલ કરમાકર વેઇટલિફ્ટિંગના કોચ હતા. પિતાની ઇચ્છા હતી કે તેમની નાની દીકરી દીપા જિમ્નાસ્ટિક્સની તાલીમ લે. દીપાએ શાળાકીય શિક્ષણ અભોયનગર નઝરુલ…
વધુ વાંચો >કર્ણીસિંહ શાર્દૂલસિંહ
કર્ણીસિંહ શાર્દૂલસિંહ (જ. 21 એપ્રિલ 1924, બિકાનેર; અ. 6 સપ્ટેમ્બર 1988, દિલ્હી) : નિશાનબાજીમાં ટ્રૅપ-શૂટિંગની સ્પર્ધાના ભારતના શ્રેષ્ઠ ખેલાડી. 28 વર્ષની વયે નૅશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો. એ પછી અમેરિકામાં કુશળ પ્રશિક્ષક પાસે તાલીમ લઈને ભારત આવ્યા. પાંચમી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધામાં સોમાંથી 93 નિશાન વીંધીને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો અને એ…
વધુ વાંચો >કામ્યા કાર્તિકેયન
કામ્યા કાર્તિકેયન ( જ. 10 ઑગસ્ટ 2007 ,મુંબઈ) : ભારતીય પર્વતારોહણમાં એક ઊભરતો સિતારો. કામ્યા કાર્તિકેયન ભારતની સૌથી નાની અને પ્રેરણાદાયી પર્વતારોહકોમાંની એક છે, જે ખૂબ જ નાની ઉંમરે તેની અસાધારણ સિદ્ધિઓ માટે જાણીતી બની છે. તેણેએ વિશ્વના કેટલાક દુર્ગમ ઉચ્ચ શિખરો સર કરવા અને વૈશ્વિક પર્વતારોહણ પ્લૅટફૉર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ…
વધુ વાંચો >