Sports
ઇમરાનખાન
ઇમરાનખાન (જ. 25 નવેમ્બર 1952, લાહોર) : પાકિસ્તાનના તેમજ વિશ્વના એક મહાન સર્વાશ્ર્લેષી (all-rounder) ક્રિકેટર તથા પાકિસ્તાનના રાજકીય અગ્રણી, ક્રિકેટ સમીક્ષક અને કૅન્સર હૉસ્પિટલના દાતા તથા તહરીક-એ-ઇન્સાફ નામના રાજકીય પક્ષના ચૅરમૅન. તેમનું એવું મોહક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ છે કે તેઓ એકલે હાથે આખી ટીમને એકસૂત્રે જકડી રાખી શકે. છેક 1985માં…
વધુ વાંચો >ઈડન ગાર્ડન સ્ટેડિયમ (કૉલકાતા)
ઈડન ગાર્ડન સ્ટેડિયમ (કૉલકાતા) : ભારતમાં સૌથી જૂનું રમતનું મેદાન (1864) અને દેશનું સૌથી વધુ બેઠકોવાળું (અધિકૃત, 90,000) સ્ટેડિયમ. તે બે માળવાળું છે. 1950માં સ્ટેડિયમનો પાયો નંખાયો હતો. 1951માં યંત્રથી ચાલતું સ્કોરબોર્ડ, હવે વીજળીથી ચલાવાય છે. દોઢ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ તેની પાછળ થયેલું. મોટા સ્ટૅન્ડને ‘રણજી સ્ટૅન્ડ’ નામ આપ્યું…
વધુ વાંચો >ઈરાની કપ
ઈરાની કપ : આશરે રૂ. 2,000/-ની કિંમતનો સેન્સર ઍન્ડ કંપનીએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડના માનાર્હ ખજાનચી (1948-67), ઉપપ્રમુખ (1963-65) અને પ્રમુખ (1966-69) જાલ રુસ્તમ ઈરાનીની સ્મૃતિમાં આપેલો આ કપ રાષ્ટ્રીય વિજેતા અને શેષ ભારત વચ્ચેની રમતના વિજેતાને અર્પણ થાય છે. શેષ ભારતની પસંદગી ભારતીય વરણી સમિતિ કરે છે. પ્રથમ રમત…
વધુ વાંચો >ઉબેર કપ
ઉબેર કપ : બેડમિન્ટનમાં મહિલાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ઇંગ્લૅન્ડનાં શ્રીમતી એચ. એસ. ઉબેરે આ કપ ‘આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ફેડરેશન’ને ઈ.સ. 1956માં ભેટ આપ્યો હતો. તેઓ બેડમિન્ટનનાં ખ્યાતનામ ખેલાડી હતાં અને તેમણે 25 વર્ષ સુધી આ રમતમાં ઇંગ્લૅન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કપને લગતી સ્પર્ધાનું આયોજન દર ત્રણ વર્ષે ભૌગોલિક ઝોન…
વધુ વાંચો >ઉમરીગર, પાહલનજી (પોલી) રતનજી
ઉમરીગર, પાહલનજી (પોલી) રતનજી (જ. 28 માર્ચ 1926, સોલાપુર, મહારાષ્ટ્ર, અ. 7 નવેમ્બર, 2006 મુંબઈ) : ક્રિકેટ ખેલાડી. જમોડી બૅટ્સમૅન, મધ્યમ ઝડપી અને ઑફસ્પિન-બૉલર. મહારાષ્ટ્રના સોલાપુર ગામમાં પ્રાથમિક અભ્યાસ કર્યા બાદ પોલી ઉમરીગર મુંબઈ આવ્યા અને ત્યાં ભરડા ન્યૂ હાઈસ્કૂલમાં અને પછી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરી બી.એસસી. થયા. અભ્યાસ…
વધુ વાંચો >ઉષા પી. ટી.
ઉષા, પી. ટી. (જ. 20 મે 1964, પાયોલી, કેરળ) : ભારતની શ્રેષ્ઠ દોડરાણી. ભારતીય ખેલકૂદના ક્ષેત્રમાં મિલ્ખાસિંહ પછી સૌથી તેજ ધાવક કોઈ પાક્યું હોય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદના તખ્તા પર ભારતનું નામ કોઈએ સૌથી વધુ રોશન કર્યું હોય તો તે એશિયાઈ દોડરાણીએ. તે ‘ફ્લાઇંગ રાણી’, ‘પાયોલી એક્સપ્રેસ’, ‘ગોલ્ડન ગર્લ’ જેવા જુદા…
વધુ વાંચો >એકલવ્ય ઍવૉર્ડ
એકલવ્ય ઍવૉર્ડ : ભાઈઓ માટેની રાષ્ટ્રીય ખોખો હરીફાઈમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર રમતવીરને ખોખો ફેડરેશન ઑવ્ ઇન્ડિયા તરફથી દર વર્ષે અપાતો એવૉર્ડ (પુરસ્કાર). ખોખોની રમતનો વિકાસ થાય, ટેકનિક ખીલે તથા ઉત્તમ ખેલાડી બનવા માટે પ્રેરણા મળે તે ઉદ્દેશથી આ એવૉર્ડ 1964ની સાલથી દર વર્ષે શ્રેષ્ઠ ખોખો ખેલાડીને બહુમાન રૂપે અપાય છે.…
વધુ વાંચો >એડલજી ડાયના
એડલજી ડાયના ( જ. 26 જાન્યુઆરી 1956, મુંબઈ) : મહિલાક્રિકેટનાં પ્રણેતા અને વહીવટકર્તા. એડલજી ભારતીય મહિલાક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન અને દેશની સર્વકાલીન શ્રેષ્ઠ ડાબોડી સ્પિન બૉલરોમાંની એક છે. એક ખેલાડી, કૅપ્ટન અને વહીવટકર્તા તરીકેની તેમની સિદ્ધિઓ દ્વારા, તેમણે ભારતમાં મહિલાક્રિકેટના વિકાસ અને પ્રોત્સાહનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જન્મ એક પારસી…
વધુ વાંચો >