Sports
દંડ-બેઠક
દંડ-બેઠક : શરીરને ખડતલ અને સ્નાયુને બળવાન બનાવવા માટેનો સર્વ અંગની કસોટી કરતો ભારતીય વ્યાયામપ્રકાર. પ્રાચીન કાળથી કુસ્તીબાજો કુસ્તી માટે શરીરને કસવા દંડ-બેઠકની કસરત અવશ્ય કરે છે. આ કસરત નિયમિત કરવાથી ભુજાઓ મજબૂત અને ભરાવદાર બને છે; વક્ષસ્થળ ઉઠાવદાર અને ઘાટીલું બને છે; કરોડરજ્જુ બળવાન અને લચીલી બને છે. પગનાં…
વધુ વાંચો >દારાસિંગ
દારાસિંગ (જ. 19 નવેમ્બર 1928, પંજાબના અમૃતસર જિલ્લાનું ધરમૂજગ ગામ; અ. 12 જુલાઈ 2012, મુંબઈ) : ‘રુસ્તમે હિંદ’ અને ‘રુસ્તમે જહાં’નો ખિતાબ મેળવનાર, વિશ્વના નામાંકિત ફ્રીસ્ટાઇલ કુસ્તીબાજ, ફિલ્મ-અભિનેતા અને ફિલ્મનિર્માતા. એમના દાદાની પ્રેરણાથી ગામમાં ખેલાતી કુસ્તીમાં વિજેતાને મળતું આઠ આનાનું ઇનામ મેળવવા સદાય આતુર દારાસિંગ હરનામસિંહ પાસે ફ્રીસ્ટાઇલ અને ભારતીય…
વધુ વાંચો >દાવલે, શંકર લક્ષ્મણ
દાવલે, શંકર લક્ષ્મણ [જ. 5 જુલાઈ 1933, મહુ (Mhow) મ. પ્ર.; અ. 29 એપ્રિલ 2006, મહુ (Mhow)] : ભારતના હૉકીના સર્વશ્રેષ્ઠ ગોલકીપર. 1955થી 1966 સુધી તેમણે સતત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું હૉકીમાં પ્રતિનિધિત્વ કરેલું. 1955માં ભારતીય લશ્કરની ટીમ વતી તેમણે હૉકીની રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને શરૂઆતમાં જ…
વધુ વાંચો >દીવાન, ગૌતમ
દીવાન, ગૌતમ (જ. 22 જુલાઈ 1940) : ટેબલ-ટેનિસની સ્પર્ધાનો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારો ભારતીય ખેલાડી. 1956માં સોળ વર્ષની ઉંમરે ટેબલ-ટેનિસની રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજય મેળવનારો તે સૌથી નાની વયનો ખેલાડી બન્યો. 1959માં સતત ત્રીજી વાર રાષ્ટ્રીય વિજેતા બનતાં અગાઉ કોઈએ મેળવી નહોતી એવી સિદ્ધિ હાંસલ કરી. દેખાવડા, મધ્યમ બાંધો ધરાવતા, જય-પરાજયને પચાવી…
વધુ વાંચો >દુરાની, સલીમ અઝીઝ
દુરાની, સલીમ અઝીઝ (જ. 15 ઑગસ્ટ 1935, કરાંચી) : ક્રિકેટની રમતમાં ભારતનો ડાબોડી ટેસ્ટ ઑલરાઉન્ડર. ઊંચો અને છટાદાર સલીમ દુરાની આગવી શૈલી ધરાવતો ડાબોડી બૅટ્સમૅન, ધીમો પણ અસરકારક ડાબોડી સ્પિનર અને કુશળ વિકેટકીપર ગણાતો હતો. 1953થી ’54માં નિશાળમાં અભ્યાસ કરતો હતો ત્યારે સૌરાષ્ટ્ર તરફથી ગુજરાત સામે પહેલી રણજી ટ્રૉફી મૅચ…
વધુ વાંચો >દુલિપ ક્રિકેટ સ્કૂલ
દુલિપ ક્રિકેટ સ્કૂલ : નવોદિત ખેલાડીઓને ક્રિકેટની આયોજનબદ્ધ તાલીમ આપવા માટેની ભારતીય સંસ્થા. ઇંગ્લૅન્ડની આલ્ફ ગોવર ક્રિકેટ ટ્રેનિંગ સ્કૂલને લક્ષમાં રાખીને પોરબંદરના મહારાણાશ્રી નટવરસિંહજીએ એક સંસ્થા સ્થાપવાનો વિચાર કર્યો અને 1947માં ઉપર મુજબ સ્કૂલ સ્થાપી. તેમાં બૅટિંગ, બૉલિંગ, ફિલ્ડિંગ, સ્ટ્રોક, ઊભા રહેવાની સાચી સ્થિતિ વગેરે જુદી જુદી શાખાઓની તાલીમ માટે…
વધુ વાંચો >દુલિપ ટ્રૉફી
દુલિપ ટ્રૉફી : ક્રિકેટની એક રાષ્ટ્રીય સ્પર્ધા. રણજી ટ્રૉફીના અનુસંધાનમાં ભારતના જુદા જુદા ઝોન વચ્ચે ક્રિકેટસ્પર્ધા માટેની ટ્રૉફી. 1961ની 30 સપ્ટેમ્બરે મદ્રાસ (ચેન્નાઈ) ખાતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની 33મી વાર્ષિક સામાન્યસભામાં જામ રણજિતસિંહના ભત્રીજા અને બે વિશ્વયુદ્ધના ગાળામાં ઉત્તમ ક્રિકેટ કસબ દાખવનાર દુલિપસિંહના સ્મરણાર્થે આ પ્રકારની ક્રિકેટ સ્પર્ધા યોજવાનું ઠરાવાયું…
વધુ વાંચો >દુલિપસિંહ
દુલિપસિંહ (જ. 13 જૂન 1905, સરોદર, નવાનગર રાજ્ય, સૌરાષ્ટ્ર; અ. 5 ડિસેમ્બર 1959) : ભારતના પ્રથમ પંક્તિના ક્રિકેટ ખેલાડી. ઇંગ્લૅન્ડની ચેલ્ટનહામ કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી તેજસ્વી બૅટ્સમૅન તરીકે સહુનું ધ્યાન ખેંચ્યું હતું. 1925માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટીમ તરફથી ઑક્સફર્ડ યુનિવર્સિટીની ટીમ સામે 75 રન નોંધાવ્યા અને સસેક્સ કાઉન્ટી તરફથી ખેલવાની…
વધુ વાંચો >દૂઆ, મનજિત
દૂઆ, મનજિત (જ. 19 ઑક્ટોબર 1954) : ટેબલટેનિસનો ખ્યાતનામ ભારતીય ખેલાડી. શ્રી ગુરુ તેગબહાદુર ખાલસા સ્કૂલ, દિલ્હીમાં બૅડમિન્ટનની રમતમાં નિપુણતા ધરાવતા મનજિત પર દિલ્હીના બીજા ક્રમના ખેલાડી અને એના મોટા ભાઈ રાજીન્દર દૂઆની અસર થતાં બારમા વર્ષે એણે ટેબલટેનિસ ખેલવાનું શરૂ કર્યું. 1966માં દિલ્હીમાં ચૅકોસ્લોવૅકિયાની ટીમને રમતી જોઈને પ્રભાવિત થયેલા…
વધુ વાંચો >દેવધર ટ્રૉફી
દેવધર ટ્રૉફી : ક્રિકેટની રમતના ઉત્તેજન માટેની ટ્રૉફી. 1974માં ઇંગ્લૅન્ડ ખાતે પહેલી ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધા યોજાઈ. આ જાતની એક-દિવસીય મર્યાદિત ઓવરની ક્રિકેટ મૅચ માટે ભારતીય ખેલાડીઓ તૈયાર થઈ શકે તે આશયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 1973–74ની સિઝનથી એક-દિવસીય ક્રિકેટ મૅચવાળી દેવધર ટ્રૉફીનું આયોજન કર્યું. મહારાષ્ટ્રના વિખ્યાત ક્રિકેટર દિનકર બળવંત…
વધુ વાંચો >