Space science
વૉસ્ટૉક અંતરીક્ષયાન
વૉસ્ટૉક અંતરીક્ષયાન : સોવિયેત રશિયાના પ્રથમ સ-માનવ અંતરીક્ષયાન શ્રેણીનું કોઈ પણ અંતરીક્ષયાન. આ શ્રેણીમાં કુલ છ અંતરીક્ષયાનો હતાં, જેમાંના વૉસ્ટૉક-1 યાનમાં સોવિયેત અંતરીક્ષયાત્રી યુરી ગેગેરીને 12 એપ્રિલ, 1961ના રોજ સૌપ્રથમ અંતરીક્ષયાત્રા કરી હતી. વૉસ્ટૉક અંતરીક્ષયાનમાં ગોળાકાર અંતરીક્ષયાત્રી-કક્ષ (cosmonaut’s cabin) હતો, જેની સાથે પ્રમોચન-રૉકેટનો છેલ્લો તબક્કો જોડાયેલો હતો. અંતરીક્ષયાત્રી-કક્ષનો વ્યાસ 2.3…
વધુ વાંચો >વ્યાધ (Sirius)
વ્યાધ (Sirius) : આકાશના બધા જ તારાઓમાં દેખીતી તેજસ્વિતામાં પ્રથમ ક્રમે આવતો તારો. પશ્ચિમના લોકો એને ‘Sirius’ નામે ઓળખે છે, અને પોષ માસમાં આ તારાને રાત્રિની શરૂઆતના ભાગમાં પૂર્વ આકાશમાં જોઈ શકાય છે. મોટા શ્વાન (Canis Major) તરીકે ઓળખાતા તારામંડળનો આ પ્રમુખ તારો હોવાથી તેનું શાસ્ત્રીય નામ alpha Canis Majoris…
વધુ વાંચો >શર્મા, રાકેશ
શર્મા, રાકેશ (જ. 1954, પતિયાળા) : ભારતના પ્રથમ અંતરિક્ષયાત્રી. વાયુસેનામાં સ્ક્વૉડ્રન લીડરના પદેથી વિવિધ સૈનિક-વિમાનોના પરીક્ષણ-ચાલક રૂપે તેઓ સેવા આપતા રહેલા. ભારતના અંતરિક્ષ વિકાસ કાર્યક્રમ હેઠળ 30 વર્ષની વયના રાકેશની પ્રથમ અંતરિક્ષયાત્રા માટે વરણી થઈ. પણ ત્યારે ભારત પોતાનું અંતરિક્ષયાન છોડવાની સ્થિતિમાં નહોતું, તેથી રશિયાના સહકારના પ્રસ્તાવનો ભારતે સ્વીકાર કર્યો.…
વધુ વાંચો >શર્મિષ્ઠા (કૅશિયોપિયા – Cassiopeia; સંક્ષેપ : CAS)
શર્મિષ્ઠા (કૅશિયોપિયા – Cassiopeia; સંક્ષેપ : CAS) : પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાંથી જોતાં ઉત્તર આકાશમાં આવેલાં ઊડીને આંખે વળગે એવાં બે તારામંડળો પૈકીનું એક તે સપ્તર્ષિ અને બીજું તે આ શર્મિષ્ઠા કે કાશ્યપિ (કૅશિયોપિયા કે કૅસિયોપિયા). આ બંને તારામંડળો ખગોલીય ઉત્તર ધ્રુવની નજદીક આવેલાં છે. હકીકતે ધ્રુવ તારાની બંને તરફ, 30…
વધુ વાંચો >શેપર્ડ, એલન બાર્ટલેટ
શેપર્ડ, એલન બાર્ટલેટ (જ. 1923, ઈસ્ટ ડેરી, ન્યૂ હૅમ્પશાયર, અમેરિકા) : અમેરિકાના અવકાશયાત્રી. તે અવકાશયાત્રા કરનાર પ્રથમ અમેરિકન લેખાયા. તેમણે યુ.એસ. નેવલ એકૅડેમી (1945) ખાતે તાલીમ લીધી; 1947થી તેમણે પરીક્ષણ માટે તથા તાલીમી મિશન માટે જેટ વિમાનમાં ઉડ્ડયન કર્યાં. ‘નાસા’ના મૂળ 7 અવકાશયાત્રીઓમાંના તે એક હતા. 5 મે, 1961ના રોજ…
વધુ વાંચો >શ્મિટ ટેલિસ્કોપ અથવા શ્મિટ કૅમેરા (Schmidt Telescope/Schmidt Camera)
શ્મિટ ટેલિસ્કોપ અથવા શ્મિટ કૅમેરા (Schmidt Telescope/Schmidt Camera) : આકાશી સર્વેક્ષણ માટે વપરાતું વિશિષ્ટ પ્રકારનું પરાવર્તક દૂરબીન. વર્તક (refracting) અને પરાવર્તક (reflecting) દૂરબીનો સિવાય ખગોળશાસ્ત્રમાં એક ત્રીજા પ્રકારના દૂરબીનનો વ્યાપક ઉપયોગ થાય છે, જે તેના શોધક બર્નહાર્ડ શ્મિટ- (1879-1935)ના નામ પરથી ‘શ્મિટ ટેલિસ્કોપ’ તરીકે ઓળખાય છે. ઇસ્ટોનિયામાં જન્મેલા શ્મિટે આ…
વધુ વાંચો >શ્રીહરિકોટા અંતરીક્ષ કેન્દ્ર (SHAR)
શ્રીહરિકોટા અંતરીક્ષ કેન્દ્ર (SHAR) : ચેન્નાઈથી ઉત્તરમાં 100 કિમી. દૂર આવેલા શ્રીહરિકોટા ટાપુ ઉપર સ્થાપવામાં આવેલું ઇસરોનું એક માત્ર ઉપગ્રહ-પ્રક્ષેપણ-કેન્દ્ર. અહીંથી પૂર્વ દિશામાં ઉપગ્રહ પ્રક્ષેપિત કરી શકાય છે તેથી તેનું મહત્વ વિશેષ છે. ઉપગ્રહના પ્રક્ષેપણ અંગે જરૂરી બધી તકનીકી સુવિધા ઉપરાંત પ્રક્ષેપણ-રૉકેટમાં વપરાતા ઘન પ્રોપેલન્ટ બનાવવાનું એક કારખાનું અને પ્રવાહી…
વધુ વાંચો >‘સર્વેયર’ અંતરીક્ષયાન શ્રેણી
‘સર્વેયર’ અંતરીક્ષયાન શ્રેણી : ચંદ્રની ધરતી પર હળવેથી ઉતરાણ કરી શકે તે પ્રકારનાં અમેરિકાનાં માનવ-વિહીન અંતરીક્ષયાનોની શ્રેણી. આ શ્રેણીમાં કુલ સાત અંતરીક્ષયાનો હતાં. દરેક યાન ધીમી ગતિથી ઉતરાણ કરી શકે તે માટે તેમાં ઊર્ધ્વ-રૉકેટોનો ઉપયોગ કરવામાં આવતો હતો તથા યાન સ્થિરતાથી ધરતી પર રહી શકે તે માટે તેમાં પાયા અને…
વધુ વાંચો >સંવર્ધિત અંતરીક્ષયાન પ્રમોચક વાહન (ASLV)
સંવર્ધિત અંતરીક્ષયાન પ્રમોચક વાહન (ASLV) : ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રમોચન વાહન (Satellite Launch Vehicle SLV-3)ની ક્ષમતા વધારીને તૈયાર કરવામાં આવેલું પ્રમોચક વાહન (Augmented Satellite Launch Vehicle ASLV). ઉપગ્રહ પ્રમોચન વાહન (SLV3) 40 કિગ્રા. વજનના ઉપગ્રહને પૃથ્વીની નજીકની લંબ-વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતું હતું. તેની સરખામણીમાં ‘સંવર્ધિત અંતરીક્ષયાન પ્રમોચક વાહન’…
વધુ વાંચો >સાં માર્કો અંતરીક્ષ-મથક
સાં માર્કો અંતરીક્ષ–મથક : કેન્યા(આફ્રિકા)ના કિનારાથી દૂર 5 કિમી.ના અંતરે 3° દ.અ., 40° પૂ.રે. પર હિંદી મહાસાગરમાં આવેલું ઉપગ્રહ-પ્રમોચન-મંચ (platform). આ મંચ મૂળ એક તેલના કૂવાનું માળખું (oil-rig) હતું, જેને પ્રમોચન-મંચના રૂપમાં તબદીલ કરવામાં આવ્યું હતું. સમુદ્રના રેતાળ તળિયામાં લોખંડના 20 પાયા (સ્તંભો) ખોડીને આ મંચ તૈયાર કરવામાં આવ્યો છે.…
વધુ વાંચો >