Sociology

વહીવંચા બારોટ

વહીવંચા બારોટ : યજમાનના કુળની વ્યક્તિઓનાં નામ અને તેમનાં જીવનકાર્યની મહત્વની વિગતોની પોતાના ચોપડામાં વિધિપૂર્વક ઉચિત નોંધ રાખી અને યથાસમય તેનું વાચન કરતી વ્યાવસાયિક કુળ-ધર્મ ધરાવતી બારોટ કોમની વ્યક્તિઓ. બારોટ સૂત કે ભાટ નામની જ્ઞાતિમાંથી આવ્યા છે અને વિવિધ જ્ઞાતિઓની વિગતો પરંપરાગત વહી(ચોપડો)માં નોંધવી – એ એમનો મુખ્ય વ્યવસાય રહ્યો…

વધુ વાંચો >

વા. રામસ્વામી

વા. રામસ્વામી (જ. 1889, થિંગુલર, જિ. તાંજાવર, તમિલનાડુ; અ. 1951) : તમિળ નવલકથાકાર, પત્રકાર, ચરિત્રલેખક અને સ્વાતંત્ર્યવીર. સનાતની વૈષ્ણવ બ્રાહ્મણ પરિવારમાં જન્મ. 1905માં કૉલેજમાં ઇન્ટરમીડિયેટનો અભ્યાસ છોડીને રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા. 1909માં તેઓ બંગાળા ગયા. પુદુચેરીમાં છૂપા વેશે રહેતા અરવિંદને નાણાકીય સહાય આપવા તથા સંદેશાવાહક તરીકે કામ કરવા તેમને છૂપા દૂત…

વધુ વાંચો >

વાર્નેર વિલિયમ લૉઇડ

વાર્નેર વિલિયમ લૉઇડ (જ. 26 ઑક્ટોબર 1898, રેડલૅન્ડ્ઝ, કાલિફ; અ. 23 મે 1970, શિકાગો) : અમેરિકાના સામાજિક નૃવંશશાસ્ત્રી. તેમણે ઈ. સ. 1926માં બી.એ.ની પદવી નૃવંશશાસ્ત્રમાં લીધી. તેમણે 1927થી 1929 દરમિયાન ઑસ્ટ્રેલિયામાં રહીને મુર્નજિન લોકોનો અભ્યાસ કર્યો. ઈ. સ. 1929માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં નૃવંશશાસ્ત્રના મદદનીશ પ્રાધ્યાપક તરીકે અને 1935માં શિકાગો યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

વાલેસા, લેચ

વાલેસા, લેચ (જ. 8 સપ્ટેમ્બર 1943, પોપોવો, પોલૅન્ડ) : પોલૅન્ડના અગ્રણી મજૂરનેતા, દેશના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ તથા 1983ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. પિતા સુથારનો વ્યવસાય કરતા અને તેમને રાજકીય કારણોસર ફરજિયાત શ્રમશિબિરમાં ધકેલવામાં આવ્યા હતા, જ્યાં થયેલી ગંભીર ઈજાઓને કારણે 1946માં તેમનું અવસાન થયું હતું. માત્ર પ્રાથમિક કક્ષાનું શિક્ષણ લીધા પછી…

વધુ વાંચો >

વિધવા

વિધવા : જેનો પતિ મૃત્યુ પામ્યો છે અને જેણે પુનર્લગ્ન નથી કર્યું તેવી સ્ત્રી. ભારતીય સમાજમાં સ્ત્રીના નિમ્ન દરજ્જાને વાસ્તવિક રીતે જોવો- સમજવો હોય તો ‘વિધવા’ની પરિસ્થિતિ તેનું સચોટ ઉદાહરણ છે. પતિનું મૃત્યુ થતાં તેની પત્નીને મળતું વિધવાનું નામ ઘણું બધું કહી જાય છે. ધાર્મિક નીતિનિયમોના કડક પાલનથી શરૂ કરી…

વધુ વાંચો >

વિલ્ફ્રેડ, પેરેટૉ

વિલ્ફ્રેડ, પેરેટૉ (જ. 1848, પૅરિસ; અ. 1923) : સમાજશાસ્ત્રના અભ્યાસી. પેરેટૉનો જન્મ ઇટાલિયન માતા-પિતાને ત્યાં થયો હતો. ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં વિદ્યાભ્યાસની શરૂઆત કરીને વીસ વરસ પછી અર્થશાસ્ત્ર, રાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં ઊંડો રસ લેવા લાગ્યા. સ્વિટ્ઝર્લૅન્ડમાં લોસાને યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના પ્રાધ્યાપકનું કામ કર્યું. સમાજશાસ્ત્રમાં યંત્રવાદી (michanistic) વિચારશાખાના સિદ્ધાંત ઉપર અગત્યનું…

વધુ વાંચો >

વૃદ્ધાવસ્થા (old age)

વૃદ્ધાવસ્થા (old age) : 60થી 99 વર્ષની વય સુધીનો (અને કેટલાક દાખલામાં તે પછીની વયની પણ) જીવનનો યુવાવસ્થા પછીનો ત્રીજો અને છેલ્લો ગાળો. આમ લાંબા આયુષ્યવાળા લોકો માટે વૃદ્ધાવસ્થાની મર્યાદા 60 વર્ષની (અને અપવાદરૂપ વ્યક્તિઓ માટે તેનાથી પણ લાંબી) હોઈ શકે. ચાર દાયકા સુધી ફેલાયેલા આ ગાળાની સર્વ વ્યક્તિઓને એક…

વધુ વાંચો >

વેશ્યાપ્રથા

વેશ્યાપ્રથા : પોતાના દેહના સોદા દ્વારા ગ્રાહકોની જાતીય પિપાસાને સંતોષવાની સેવા આપતી પ્રથા. વેશ્યાપ્રથા વિશ્વની કેટલીક પ્રાચીનતમ પ્રથાઓમાંની એક છે. તેને એક વ્યવસાય ગણવામાં આવે છે. આ વ્યવસાય માત્ર સ્ત્રીઓ જ ચલાવે છે એવું મનાય છે. પરંતુ પુરુષ- વેશ્યાઓ પણ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. ‘વેશ્યા’ શબ્દ ઉપરાંત ‘ગણિકા’, ‘રૂપજીવિની’…

વધુ વાંચો >

વૉરંટી

વૉરંટી : વસ્તુની યોગ્યતાની ગ્રાહકને ખાતરી આપતો કરાર. તે અનુસાર જો ખાતરીનો ભંગ થાય તો ખરીદનાર સમારકામ કે નુકસાન માટે વળતર માગી શકે છે, પરંતુ બાંયધરી(guarantee)ની માફક કરાર રદ કરી માલનો અસ્વીકાર કરી શકતો નથી. કરારના મુખ્ય ઉદ્દેશ માટેના જરૂરી ઉલ્લેખને બાંયધરી (guarentee) કહેવામાં આવે છે, જ્યારે ઉદ્દેશના આનુષંગિક ઉલ્લેખને…

વધુ વાંચો >

વોરા (દાઊદી વોરા સહિત)

વોરા (દાઊદી વોરા સહિત) : પશ્ચિમ ભારતમાં મુખ્યત્વે વેપારધંધો કરતી એક જાતિ. વોરા હિન્દુ અને મુસ્લિમ બંને કોમોમાં હોય છે. મુસ્લિમ વોરા મોટેભાગે ગુજરાતમાં રહે છે. ‘વોરા’ શબ્દની વ્યુત્પત્તિ અને વોરા જાતિના મૂળ વિશે બે મત પ્રવર્તે છે. એક મતાનુસાર ગુજરાતી ભાષાના શબ્દ ‘વહોરવું’ ઉપરથી ‘વોરા’ અથવા ‘વહોરા’ શબ્દ બન્યો…

વધુ વાંચો >