Sociology

દાદૂ દયાલ

દાદૂ દયાલ (જ. 1544, અમદાવાદ, ગુજરાત; અ. 1603, નરાના, રાજસ્થાન) : ભારતના સમાજસુધારક, ધર્મસુધારક અને રહસ્યવાદી સંતકવિ.  નિર્ગુણોપાસક સંત. તેમનો જન્મ બ્રાહ્મણ કે પીંજારા કુટુંબમાં થયો હોવાના બે મત છે. તેમના શિષ્યો રજ્જબ તથા સુંદરદાસે તેમને પીંજારા જ્ઞાતિના કહ્યા છે. તેમના પિતાનું નામ લોધિરામ હતું. તેઓ 18 વર્ષના હતા ત્યારે…

વધુ વાંચો >

દાભોળકર, નરેન્દ્ર

દાભોળકર, નરેન્દ્ર (જ. 01 નવેમ્બર 1945; અ. 20 ઑગસ્ટ 2013, પુણે) : મહારાષ્ટ્રના સામાજિક કાર્યકર તથા અંધશ્રદ્ધા ઉન્મૂલન ઝુંબેશના અગ્રણી નેતા. પિતાનું નામ અચ્યુત અને માતાનું નામ તારાબાઈ. માતા-પિતાનાં દસ સંતાનોમાં સૌથી મોટા દેવદત્ત કેળવણીકાર, ગાંધીવાદી જીવનશૈલી અને સમાજવાદી વિચારસરણીને વરેલા હતા, જ્યારે ભાઈ-બહેનોમાં સૌથી નાના નરેન્દ્ર દાભોળકર હતા. નરેન્દ્રનું…

વધુ વાંચો >

દાસપ્રથા

દાસપ્રથા : સામંતશાહી અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલી શોષણની એક પ્રાચીન પ્રથા. મધ્યકાલીન યુરોપમાં તથા અન્યત્ર ચીન જેવા દેશોમાં ગુલામીના રૂપાંતરિત સ્વરૂપે તેનો આરંભ થયો હતો. આ પ્રથા હેઠળ સાંથીઓને જમીનના કોઈ ટુકડા કે ખંડ સાથે વારસાગત રીતે, સામંતની મરજી મુજબ વફાદારીની શરત સાથે કાયમ માટે બંધાઈ રહેવું પડતું હતું. રાજ્યની સત્તાનો…

વધુ વાંચો >

દિયરવટું

દિયરવટું : પતિના મૃત્યુ બાદ તેની વિધવા સાથે પતિનો નાનો ભાઈ એટલે કે દિયર પરણે એવી પ્રથા. આ પ્રથા સદીઓથી વિભિન્ન સમાજોમાં જોવા મળે છે. દિયરવટાની પ્રથા વધુ સ્પષ્ટ રીતે વિધવાવિવાહની સાથે સંકળાયેલી છે. ભારતમાં વેદકાળમાં વિધવાને પોતાની મરજી મુજબ પુનર્વિવાહ કે નિયોગ કરવાની કે એકલી રહીને જીવવાની તક મળતી.…

વધુ વાંચો >

દીક્ષિત, હૃદયનારાયણ

દીક્ષિત, હૃદયનારાયણ (જ. 25 ડિસેમ્બર 1946, લોવા, ઉન્નાવ, ઉત્તરપ્રદેશ) : શિક્ષણ અને સાહિત્ય માટે વર્ષ 2025માં ‘પદ્મશ્રી’ પારિતોષિક-વિજેતા, પ્રસિદ્ધ વિચારક, ફિલસૂફ, રાજનીતિજ્ઞ અને સામાજિક કાર્યકર્તા. ઉત્તરપ્રદેશની વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. હાલ ઉન્નાવ જિલ્લાની ભગવંતનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય. પિતા અંબિકા પ્રસાદ દીક્ષિત. હિંદુ બ્રાહ્મણ પરિવારમાં જન્મ. માતા ગૃહિણી. પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ઉન્નાવમાં…

વધુ વાંચો >

દુર્ખીમ, એમિલ

દુર્ખીમ, એમિલ (જ. 15 એપ્રિલ 1858, એપિનલ, ફ્રાન્સ; અ. 15 નવેમ્બર 1917) : સમાજશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વનું પ્રદાન કરનાર ફ્રાંસના સમાજશાસ્ત્રી. વીસમી સદીની શરૂઆતમાં આધુનિક સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોના ઘડવૈયાઓમાં ફ્રાંસના એમિલ દુર્ખીમ અને જર્મનીના મૅક્સવેબરનો સમાવેશ થાય છે. દુર્ખીમનો જન્મ યહૂદી કુટુંબમાં થયો હતો. દુર્ખીમના પરિવારમાં યહૂદીઓના પુરોહિત…

વધુ વાંચો >

દૂધપીતીનો રિવાજ

દૂધપીતીનો રિવાજ : સાધારણ રીતે બાળ પુત્રીને ખાનગીમાં ગળું ટૂંપીને, એને ભૂખે મારીને  કે માના સ્તન પર કોઈ ઝેરી પદાર્થ ચોપડીને સ્તનપાન કરાવીને મારવામાં આવતો અત્યંત ઘૃણિત રિવાજ. આ રિવાજ મુખ્યત્વે રાજપૂતાના, વારાણસી, કાઠિયાવાડ અને કચ્છ, જબલપુર અને સાગર, પંજાબમાં જેલમ અને રાવલપિંડી જિલ્લાઓમાં તેમજ મંડી, જમ્મુ અને કાશ્મીર જેવાં…

વધુ વાંચો >

દેશમુખ, દુર્ગાબાઈ

દેશમુખ, દુર્ગાબાઈ (જ. 15 જુલાઈ 1909, રાજામુંદ્રી; અ. 9 મે 1981, હૈદરાબાદ) : ભારતનાં અગ્રણી સામાજિક કાર્યકર, બાહોશ સાંસદ અને કુશળ વહીવટકર્તા. રાષ્ટ્રીયતાથી રંગાયેલા આંધ્રપ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં માતા દ્વારા ઉછેર. માતા પાસેથી બાળપણમાં સમાજકાર્યના બોધપાઠ મળ્યા. માતા જિલ્લા કૉંગ્રેસ કમિટીનાં મંત્રી હતાં. આઠ…

વધુ વાંચો >

દેસાઈ, અક્ષયકુમાર રમણલાલ

દેસાઈ, અક્ષયકુમાર રમણલાલ (જ. 16 એપ્રિલ 1915, નડિયાદ; અ. 12 ઑક્ટોબર 1994, વડોદરા) : ભારતના પ્રખર માર્કસવાદી કર્મશીલ સમાજશાસ્ત્રી. ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈ તેમના પિતા. તેમના બાળપણમાં જ માતા કૈલાસબહેનનું અવસાન થયેલું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હડતાળ પડાવવાને કારણે તેમને યુનિવર્સિટી છોડવી પડી અને વડોદરાથી મુંબઈ જવું પડ્યું. મુંબઈમાં…

વધુ વાંચો >

દેસાઈ, અરુણાબહેન

દેસાઈ, અરુણાબહેન (જ. 13 મે 1924, જૂનાગઢ; અ. 16 ફેબ્રુઆરી 2007, વઢવાણ, જિ. સુરેન્દ્રનગર) : સ્ત્રીઓનાં રક્ષણ અને સ્વાતંત્ર્ય માટે જીવન સમર્પિત કરનાર સમાજસેવિકા. પિતા શંકરપ્રસાદ. માતા ઇન્દિરાબહેન. અરુણાબહેને પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1946માં માનસશાસ્ત્રના વિષય સાથે તેઓ ગ્રૅજ્યુએટ થયાં હતાં. માત્ર ત્રણ જ વર્ષની…

વધુ વાંચો >