Sanskrit literature
સામવેદ
સામવેદ : જગતભરના પ્રાચીન વૈદિક સાહિત્યના પ્રધાન ચાર વેદોમાંનો એક વેદગ્રંથ. ‘ભગવદગીતા’માં સામવેદને ભગવાન કૃષ્ણે સ્વમુખે શ્રેષ્ઠ વેદ અને પોતાની વિભૂતિ તરીકે ગણાવ્યો છે. પરિણામે ‘બૃહદ્દેવતા’ મુજબ જે સામને જાણે છે તે જ જગતનું તત્ત્વ કે રહસ્ય જાણે છે. ખુદ ઋગ્વેદમાં જ કહ્યું છે કે જે જ્ઞાની છે તેને સામ…
વધુ વાંચો >સાયણાચાર્ય
સાયણાચાર્ય (જ. ઈ. સ. 1314, આંધ્ર; અ. ?) : વૈદિક સાહિત્ય પરના અનેક ભાષ્યગ્રંથોના લેખક. તેઓ કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખાના બ્રાહ્મણ હતા. યુવાવસ્થામાં તે કંપણ અને સંગમ રાજાઓના મંત્રી તરીકે નેલ્લોર અને તેની નજીકના વિસ્તારોમાં શાસનવ્યવસ્થામાં હતા. આમાંથી સંગમ વંશના રાજા હરિહર અને બુક્કે 15 એપ્રિલ, 1335ના રોજ વિજયનગર સામ્રાજ્યની…
વધુ વાંચો >સારમેય
સારમેય : વૈદિક સાહિત્યમાં પાત્ર રૂપે આવતું એક પ્રાણી. ઋગ્વેદ(10-108)માં કથા છે કે પણિઓ નામની પ્રજા પાસે ઇન્દ્રે ગુપ્તચર અને સંદેશવાહક તરીકે સરમાને મોકલી હતી. તેઓએ ગાયોને સંતાડી રાખી હતી. નિરુક્ત અને અન્ય ઉત્તરકાલીન વૈદિક સાહિત્યને આધારે માહિતી મળે છે કે આ સરમા દેવશુની (= દેવોની કૂતરી) હતી. આ સરમાને…
વધુ વાંચો >સારસ્વત વ્યાકરણ
સારસ્વત વ્યાકરણ : સંસ્કૃત ભાષા વિશેનો વ્યાકરણગ્રંથ. સરસ્વતીદેવીએ આનાં સૂત્રો આપેલાં માટે તેનું નામ ‘સારસ્વત’ પડ્યું એવી એક દંતકથા પ્રચલિત છે. તેની પ્રક્રિયા કે વૃત્તિ લખનારા પરમહંસ પરિવ્રાજક અનુભૂતિસ્વરૂપાચાર્ય નામના સંન્યાસીએ પંડિતો સાથે ચર્ચામાં ‘पुंसु’ શબ્દને બદલે દાંત પડી ગયા હોવાથી ‘पुंक्षु’ એવો ઉચ્ચાર કર્યો. આથી પ્રતિપક્ષીઓએ ‘पुंक्षु’ શબ્દ ખોટો…
વધુ વાંચો >સાહિત્યમીમાંસા
સાહિત્યમીમાંસા : ભારતીય અલંકારશાસ્ત્રનો આચાર્ય રુય્યકે રચેલો ગ્રંથ. આ કૃતિનો ઉલ્લેખ સ્વયં રુય્યકે તેમની જ કૃતિ ‘અલંકારસર્વસ્વ’ અને ‘વ્યક્તિવિવેકવ્યાખ્યાનમાં’ કર્યો છે. વિદ્યાનાથે ‘પ્રતાપરુદ્ર-યશોભૂષણ’માં લેખકના નામોલ્લેખ વગર પ્રસ્તુત કૃતિનો ઉલ્લેખ કર્યો છે. ‘સાહિત્યમીમાંસા’નું પ્રકાશન ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત સિરીઝમાં ઈ. સ. 1934માં થયું છે, તેમાં વચ્ચે ઘણુંબધું છૂટી ગયું છે. હસ્તપ્રતમાં પણ ખામી…
વધુ વાંચો >સિદ્ધસેન દિવાકર
સિદ્ધસેન દિવાકર : ઉચ્ચ કોટિના જૈન દાર્શનિક ચિન્તક અને કવિ. તેમના જીવન વિશે સમકાલીન સામગ્રી મળતી નથી, પરંતુ અનુક્રમે ઈ. સ. 1278, 1305 અને 1349માં રચાયેલ પ્રભાચન્દ્રકૃત ‘પ્રભાવકચરિત’, મેરુતુંગકૃત ‘પ્રબન્ધચિન્તામણિ’, રાજશેખરકૃત ‘ચતુર્વિશતિપ્રબન્ધ’ તેમજ લગભગ ઈ. સ. 11મી શતાબ્દીમાં રચાયેલ ભદ્રેશ્વરની ‘કહાવલિ’(અપ્રકાશિત)માં તેમના જીવનનો વૃત્તાન્ત આપવામાં આવેલ છે. – તેમાંથી આટલી…
વધુ વાંચો >સિદ્ધહેમ
સિદ્ધહેમ : સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણશાસ્ત્રનો ગ્રંથ. તેનું આખું નામ છે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’. તેના કર્તા છે જૈન આચાર્ય હેમચન્દ્ર. ગ્રન્થના શીર્ષકમાં ગૂર્જરનરેશ સિદ્ધરાજ અને હેમચન્દ્રનાં નામોનાં આગલાં પદોનો નિર્દેશ છે. સિદ્ધરાજ માલવાને જીતી ધારાનગરીનો અમૂલ્ય ભંડાર પાટણ લાવ્યા હતા. તેમાં ભોજે રચેલો ‘સરસ્વતી-કંઠાભરણ’ નામનો વ્યાકરણનો ગ્રન્થ તેમણે જોયો. ગુજરાતમાં ગુજરાતના વિદ્વાનના…
વધુ વાંચો >સિદ્ધાન્તકૌમુદી
સિદ્ધાન્તકૌમુદી : ભટ્ટોજી દીક્ષિતે પાણિનીય વ્યાકરણ વિશે રચેલો જાણીતો વૃત્તિગ્રંથ. આ ગ્રંથનું લેખકે આપેલું મૂળ નામ ‘વૈયાકરણસિદ્ધાન્તકૌમુદી’ એવું છે, પરંતુ તે ‘સિદ્ધાન્તકૌમુદી’ નામે ઓળખાય છે. તે પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ પર લખાયેલી પાંડિત્યપૂર્ણ વૃત્તિ છે. વિષયવાર સૂત્રોને વહેંચી, પ્રક્રિયા પ્રમાણે સૂત્રો ગોઠવી, ઉદાહરણ અને પ્રત્યુદાહરણ આપી લખાયેલી ‘મહાભાષ્ય’ પછી ‘કાશિકા’ વૃત્તિ સાથે…
વધુ વાંચો >સિદ્ધિચંદ્ર ગણિન્ (16મી17મી સદી)
સિદ્ધિચંદ્ર ગણિન્ (16મી17મી સદી) : ગુજરાતી જૈન કવિ અને આલંકારિક. તેઓ વિદ્વાન જૈન મુનિ હતા. તેમના પૂર્વજીવનની વિગતો મળતી નથી. તેમનો જન્મ પંદરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલો. જૈન મુનિ તરીકે તેઓ જાણીતા મહોપાધ્યાય ભાનુચંદ્ર ગણિન્ના શિષ્ય હતા અને વિજયસેનસૂરીશ્વરની શિષ્યપરંપરામાં થઈ ગયા. તેમનું નામ ‘સિદ્ધિચંદ્ર’ની જેમ ‘સિદ્ધચંદ્ર’ પણ મળે છે. ગુરુ…
વધુ વાંચો >સિંહદેવ ગણિન્
સિંહદેવ ગણિન્ : ગુજરાતી આલંકારિક ટીકાકાર. તેઓ જૈન મુનિ હતા. ગુજરાતના આ જૈન મુનિએ વાગ્ભટ નામના આલંકારિક આચાર્યે રચેલા અલંકારગ્રંથ ‘વાગ્ભટાલંકાર’ પર સંસ્કૃતમાં ટીકા એટલે સમજૂતી લખી છે. પોતાની ટીકાના આરંભમાં 24મા જૈન તીર્થંકર મહાવીરની સ્તુતિ કરી છે. તેમણે પ્રસ્તુત ટીકા પોતાની સ્મૃતિ પાકી કરવા અને સામાન્ય માણસને સમજ આપવા…
વધુ વાંચો >