Political science

નરીમાન, ખુરશેદ ફરામજી

નરીમાન, ખુરશેદ ફરામજી [જ. 17 મે 1883, થાણે (મહારાષ્ટ્ર); અ. 4 ઑક્ટોબર 1948, મુંબઈ] : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા. વીર નરીમાન તરીકે જાણીતા. જન્મ મધ્યમવર્ગીય પારસી કુટુંબમાં થયો હતો. પિતા ફરામજી થોડો સમય જંજીરા સ્ટેટના દીવાન હતા અને પાછળથી તેમણે બેલગામમાં પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે કામ કર્યું હતું. ખુરશેદ નરીમાન તેમના ફુઆ અને…

વધુ વાંચો >

નવમાનવવાદ (neo-humanism)

નવમાનવવાદ (neo-humanism) : માનવને કેન્દ્રમાં રાખીને સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે વ્યવસ્થાઓ અને વ્યવહારોનું કેવી રીતે નિર્માણ કરવું એની વ્યવસ્થિત વિચારણા કરતી વિચારધારા. એથીય વિશેષ માનવવાદ જગતને જોવાનો, સમજવાનો એક પરિપ્રેક્ષ્ય અથવા અભિગમ પણ છે. આમ તો, માનવવાદ માનવઇતિહાસ જેટલો જૂનો છે પણ એની ખાસ અભિવ્યક્તિ પ્રાચીન ગ્રીક ચિંતક પ્રોટાગોરાસના…

વધુ વાંચો >

નવું ભારતીય સંસદ ભવન

નવું ભારતીય સંસદ ભવન :  આત્મનિર્ભર અને પ્રગત ભારતનો પરિચય કરાવતી અત્યાધુનિક ઇમારત. આ ભવન ત્રિકોણાકારમાં બનાવેલું છે. અગાઉ 1927માં બનેલા જૂના સંસદ ભવનમાં લોકસભામાં વધુમાં વધુ 552 અને સેન્ટ્રલ હોલમાં વધુમાં વધુ 436 વ્યક્તિઓ બેસી શકે એટલી જ ક્ષમતા હતી. વધતી જતી વસ્તી અને નવા સીમાંકનને પરિણામે ભવિષ્યમાં સાંસદોની…

વધુ વાંચો >

નહાસ પાશા મુસ્તફા

નહાસ પાશા મુસ્તફા (જ. 15 જૂન 1876, સમન્નુદ, ઇજિપ્ત; અ. 23 ઑગસ્ટ 1965, ઍલેક્ઝાન્ડ્રિયા) : ઇજિપ્તના મુત્સદ્દી. રાષ્ટ્રવાદી વફદ પક્ષના નેતા. 1952ની ક્રાંતિ સુધી ઇજિપ્તના રાજકારણમાં પ્રભાવશાળી વ્યક્તિ. તેઓ વ્યવસાયે વકીલ હતા. 1904માં નહાસની ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રચાયેલા વફદ પક્ષમાં તેઓ જોડાયા. 1927માં ઝઘલુલના મૃત્યુ…

વધુ વાંચો >

નહેરુ (નેહરુ), કમલા

નહેરુ (નેહરુ), કમલા (જ. 1 ઑગસ્ટ 1899, દિલ્હી; અ. 28 ફેબ્રુઆરી 1936, લોસાં, જર્મની) : સ્વાતંત્ર્યસૈનિક. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં પત્ની. દિલ્હીના એક વેપારી પંડિત જવાહરમલની પુત્રી. તેમનાં લગ્ન 1916માં અલ્લાહાબાદના યુવાન બૅરિસ્ટર જવાહરલાલ નહેરુ સાથે થયાં હતાં. 1918માં પુત્રી ઇન્દિરાનો જન્મ થયો. પછીનાં ત્રણ વર્ષમાં જવાહરલાલ ગાંધીજીના…

વધુ વાંચો >

નહેરુ (નેહરુ), જવાહરલાલ મોતીલાલ

નહેરુ (નેહરુ), જવાહરલાલ મોતીલાલ (જ. 14 નવેમ્બર 1889, પ્રયાગરાજ; અ. 27 મે 1964, ન્યૂ દિલ્હી) : સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્યસેનાની. વહીવટી વિશિષ્ટતા અને વિદ્વત્તા માટે પ્રસિદ્ધ કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં, અલ્લાહાબાદના પ્રખ્યાત વકીલ મોતીલાલને ત્યાં જવાહરલાલનો જન્મ. તેમના વડવાઓ અઢારમી સદીમાં કાશ્મીરથી સ્થળાંતર કરીને દિલ્હી, આગ્રા અને પછી અલ્લાહાબાદ…

વધુ વાંચો >

નહેરુ (નેહરુ) બી. કે.

નહેરુ (નેહરુ), બી. કે. (જ. 4 સપ્ટેમ્બર 1909, પ્રયાગરાજ, ઉ.પ્ર.; અ. 31 ઑક્ટોબર 2001, કસૌલી, હિમાચલપ્રદેશ) : ભારતીય રાજપુરુષ. આખું નામ બ્રિજકિશોર નહેરુ. બ્રિજલાલ અને રામેશ્વરી નહેરુના પુત્ર. બી.એસસી. સુધીનું તેમનું શિક્ષણ પ્રયાગરાજ ખાતે થયું હતું. ત્યારબાદ તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં બી.એસસી.ની ડિગ્રી હાંસલ કરી હતી. તેઓ બેલિઓલ…

વધુ વાંચો >

નંદા, ગુલઝારીલાલ

નંદા, ગુલઝારીલાલ (જ. 4 જુલાઈ 1898, સિયાલકોટ, પાકિસ્તાન; અ. 15 જાન્યુઆરી 1998, અમદાવાદ) : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, સ્વાતંત્ર્યસેનાની તથા અગ્રણી મજૂર નેતા. તેમના પિતાનું નામ બુલાખીરામ અને માતા ઈશ્વરદેવી. તેમનાં લગ્ન લક્ષ્મીદેવી સાથે થયાં હતાં. તેમણે લાહોર, આગ્રા અને અલ્લાહાબાદમાં અભ્યાસ કરી, અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ એલએલ.બી. થયા.…

વધુ વાંચો >

નાઇજિરિયા

નાઇજિરિયા : આફ્રિકા ખંડના મધ્ય-પશ્ચિમ ભાગમાં ઍટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલો દેશ. જળમાર્ગ અને સિંચાઈની સુવિધા પૂરી પાડતી નાઇજર નદી આ દેશમાંથી પસાર થતી હોવાથી તેનું નામ નાઇજિરિયા પડ્યું છે. તે લગભગ 4° 20´ ઉ. અ.થી 13° 48´ ઉ. અ. અને 2° 38´ પૂ. રે.થી 14° 38´ પૂ. રે વચ્ચે આવેલો…

વધુ વાંચો >

નાકાસોને, યાશુહિરો

નાકાસોને, યાશુહિરો (જ. 27 મે 1918, તાકાસાકી, જાપાન; 29 નવેમ્બર 2019, ટોકિયો, જાપાન) : જાપાની રાજકીય નેતા, મુત્સદ્દી અને વડાપ્રધાન (1982). ધનિક વ્યાપારીના પુત્ર નાકાસોનેએ ટોકિયો યુનિવર્સિટીમાંથી કાયદાના વિષયમાં સ્નાતકપદ મેળવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન લેફ્ટનન્ટ તરીકે જાપાની નૌકાદળમાં સેવાઓ આપી. હિરોશીમા પર ઝીંકવામાં આવેલ અણુબૉમ્બના તેઓ દૂરના સાક્ષી રહ્યા. 1947માં…

વધુ વાંચો >