Physics

લાયમાન રેખાઓ

લાયમાન રેખાઓ : વિદ્યુતચુંબકીય વિકિરણના પારજાંબલી (ultraviolet) વિસ્તારમાં નિશ્ચિત તરંગલંબાઈઓને અનુરૂપ મળતી રેખાઓની શ્રેણી. લાયમાન શ્રેણીમાં સમાવિષ્ટ થતી તરંગલંબાઈઓ(l)નો નીચેના સૂત્રથી નિર્દેશ કરી શકાય છે : જ્યાં R રીડ્બર્ગ અચળાંક છે. અધોરક્ત વિભાગમાં પાશ્ચેન, બ્રેકેટ અને ફુન્ડ શ્રેણીઓ મળે છે; જ્યારે ઇલેક્ટ્રૉન ઉચ્ચ ઊર્જાતલ(level)માંથી નિમ્ન ઊર્જાતલમાં કૂદકો મારે છે, ત્યારે…

વધુ વાંચો >

લાર્જ હેડ્રૉન કોલાઇડર

લાર્જ હેડ્રૉન કોલાઇડર : શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપની સન્નિકટ ઝડપે પ્રોટૉન કણોને પ્રવેગિત કરનાર અને તેમની કિરણાવલિઓનો સંમુખ સંઘાત કરાવનાર ભૂગર્ભ બુગદામાં બંધાયેલ મહાકાય કણપ્રવેગક. તેનો અર્થ વિરાટ હેડ્રૉન સંઘાતક થાય. લાર્જ હેડ્રૉન કોલાઇડર એક અત્યંત શક્તિશાળી કણપ્રવેગક (વિશ્વકોશ ખંડ 4) છે. પરમાણુની અંદર એક ‘ભીતરી બ્રહ્માંડ’ રહેલું છે. પરમાણુ પોતે…

વધુ વાંચો >

લાલ, દેવેન્દ્ર

લાલ, દેવેન્દ્ર (જ. 14 ફેબ્રુઆરી 1929, વારાણસી, ઉત્તર પ્રદેશ) : ખ્યાતિપ્રાપ્ત ભૌતિકવિજ્ઞાની. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વારાણસીમાં લીધું. ત્યારબાદ 1947માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એસસી., 1949માં આ જ યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને 1960માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. 1959–60 દરમિયાન કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, સાન ડિયાગો ખાતે પોસ્ટડૉક્ટરલ સંશોધન કર્યું. 1949–72 સુધી તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્…

વધુ વાંચો >

લિપમાન ગેબ્રિયલ

લિપમાન, ગેબ્રિયલ (જ. 16 ઑગસ્ટ 1845, હોલેરિક, લક્ઝમબર્ગ, ફ્રાન્સ; અ. 13 જુલાઈ 1921) : વ્યતિકરણની ઘટના પર આધારિત ફોટોગ્રાફિક પદ્ધતિથી રંગો પેદા કરવાની રીત માટે 1908ની સાલનો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રેન્ચ ભૌતિકવિજ્ઞાની. લિપમાન ઇકોલ નૉરમાલેમાં દાખલ થયા. પ્રયોગોમાં હોશિયાર અને આશાસ્પદ હોવા છતાં તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા નહિ. ત્યારબાદ…

વધુ વાંચો >

લીડન જાર

લીડન જાર : વિદ્યુતભારનો સંગ્રહ કરવા માટેની પ્રયુક્તિ. તેની શોધ 1746માં લીડન(નૅધરલેન્ડ્ઝ)માં થઈ હતી. લીડન જાર એ કાચની બરણી છે, જેને બૂચ વડે બંધ કરવામાં આવેલી હોય છે. બરણીને અંદર અને બહારથી અડધે સુધી ધાતુના પતરાથી ઢાંકવામાં આવે છે. ધાતુના પતરામાંથી વિદ્યુતનું વહન થાય છે, પણ કાચમાંથી થતું નથી. બૂચમાંથી…

વધુ વાંચો >

લી, ડેવિડ મોરિસ

લી, ડેવિડ મોરિસ (Lee, David Morris) (જ. 20 જાન્યુઆરી 1931, રાય, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : હીલિયમ-3ની અતિતરલતા(superfluidity)ની શોધ માટે 1996નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ડગ્લાસ ઓશરોફ અને રૉબર્ટ રિચાર્ડસન સાથે સંયુક્ત રીતે આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. (અથવા વિભાજિત થયો હતો.) ડેવિડ લીના માતા શિક્ષિકા અને પિતા વિદ્યુત ઇજનેર હતા,…

વધુ વાંચો >

લી, ત્સુંગ દાઓ

લી, ત્સુંગ દાઓ (જ. 25 નવેમ્બર 1926, શાંઘાઈ, ચીન) : મૂળભૂત કણોના સંશોધનમાં મહત્વનું પ્રદાન કરનાર ચીની ભૌતિકવિજ્ઞાની. તેમણે સમતા(parity)ના મહત્વના નિયમોની શોધ કરી, જેને કારણે મૂળભૂત કણોને લગતી ખાસ શોધો શક્ય બની. મૂળભૂત કણોના ક્ષેત્રે અમૂલ્ય સંશોધન કરવા બદલ ચેન નિંગ યાનની ભાગીદારીમાં 1957ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર તેમને…

વધુ વાંચો >

લુઈલિયે, આન

લુઈલિયે, આન (L’Huiller, Anne) (જ. 16 ઑગસ્ટ 1958, પૅરિસ, ફ્રાન્સ) : પદાર્થ(દ્રવ્ય)માં ઇલેક્ટ્રૉનની ગતિક્રિયાના અભ્યાસ માટે પ્રાયોગિક રીતે પ્રકાશના ઍટોસેકન્ડ કંપનો ઉત્પન્ન કરવા માટે 2023નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર પિયર ઍગોસ્ટિન તથા ફેરેન્સ ક્રાઉઝ સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. આન લુઈલિયેના દાદા વિદ્યુતીય (ઇલેક્ટ્રિકલ) ઇજનેર હતા…

વધુ વાંચો >

લેગેટ, ઍન્થની જેમ્સ (સર)

લેગેટ, ઍન્થની જેમ્સ (સર) (Anthony James Leggett) (જ. 26 માર્ચ 1938, કેમ્બરવેલ, લંડન) : નિમ્ન તાપમાન ભૌતિકવિજ્ઞાન અને અતિતરલતા(superfluidity)ના કાર્યક્ષેત્રે પુરોગામી વૈશ્વિક અગ્રણી નેતા અને યુ.કે.ના નાગરિક. આ કાર્યની સ્વીકૃતિરૂપે વર્ષ 2003ના નોબેલ પુરસ્કારના વિજેતા. સામાન્ય અને અતિતરલ હિલિયમ પ્રવાહી અને પ્રબળ રીતે યુગ્મિત (coupled) અતિતરલો માટેની સૈદ્ધાંતિક સમજૂતીને સુંદર ઓપ…

વધુ વાંચો >

લેઝર (લેસર)

લેઝર (લેસર) : પ્રકાશનું પ્રવર્ધન કરનાર પ્રયુક્તિ. લેઝર એ પ્રકાશની પાતળી અને તીવ્ર કિરણાવલી છે, જે ધાતુને ઓગાળી શકે છે, હીરામાં છિદ્ર પાડી શકે છે અને સાથે સાથે તે જુદાં જુદાં દૂરદર્શન-ચિત્રોના સંકેતોનું એક જ સમયે વહન કરે છે. ‘લેઝર’ (LASER) શબ્દ ‘Light Amplification by Stimulated Emission of Radiation’ ઉપરથી…

વધુ વાંચો >