Painting

વ્યાસ, ચિન્તામણિ

વ્યાસ, ચિન્તામણિ (જ. 1933, ખિમ્લાસા; જિલ્લો સોગાર, મધ્ય પ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. નવી દિલ્હીની કૉલેજ ઑવ્ ફાઇન આર્ટમાંથી ચિત્રકારનો ડિપ્લોમા મેળવ્યો. આધુનિક નગરજીવનની વિટંબણાઓને ચીતરવા માટે તે જાણીતા છે. તેમણે પોલૅન્ડ, દિલ્હી, મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હૈદરાબાદ અને અમેરિકામાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. 1983થી 1987 સુધી અમેરિકામાં…

વધુ વાંચો >

વ્યાસ, રજની કૃષ્ણલાલ

વ્યાસ, રજની કૃષ્ણલાલ (જ. 23 સપ્ટેમ્બર 1938, ભરૂચ; અ. 22 ઑગસ્ટ, 2018 અમદાવાદ) : જ્ઞાન-વિજ્ઞાનનાં પુસ્તકોના ચિત્રકાર, લેખક, સંપાદક, ચરિત્રકાર પત્રકાર.  શાળાકીય અભ્યાસ ભરૂચમાં કર્યો હતો. બી.એ. ખાલસા કૉલેજ, મુંબઈ. જી.ડી.સી.એ. સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ, મુંબઈમાં કલાની તાલીમ લીધી હતી. કૉલેજમાં અભ્યાસ કરતાં કરતાં મુંબઈના ગુજરાતી દૈનિક ‘વંદે…

વધુ વાંચો >

વ્લામિન્ક મોરિસ (Vlamink Maurice)

વ્લામિન્ક, મોરિસ (Vlamink, Maurice) (જ. 4 એપ્રિલ 1876, પૅરિસ, ફ્રાંસ; અ. 11 ઑક્ટોબર 1958, રૂએ–લા–ગાદિલિયેરે, ફ્રાંસ) : પ્રસિદ્ધ આધુનિક ફ્રેંચ ચિત્રકાર. આધુનિક ચિત્રકલાની ફૉવવાદ (fauvism) શાખાના એક પ્રમુખ ચિત્રકાર. ઝળહળતા ભડક રંગો વડે ચિત્રો સર્જવા માટે તેઓ જાણીતા થયા. તેમની બળવાખોર પ્રકૃતિ આ માટે જવાબદાર ગણી શકાય. ફ્રાંસના ગ્રામીણ વિસ્તારમાં…

વધુ વાંચો >

વ્હિટ્રીજ (થૉમસ) વર્ધિન્ગ્ટન (Whittredge (Thomas) Worthington)

વ્હિટ્રીજ, (થૉમસ) વર્ધિન્ગ્ટન (Whittredge, (Thomas) Worthington) (જ. 22 મે 1820, સ્પ્રિન્ગફીલ્ડ, ઓહાયો, યુ.એસ.; અ. 25 ફેબ્રુઆરી 1910, સમિટ, ન્યૂ જર્સી, યુ.એસ.) : અમેરિકાની હડ્સન રિવર ઘરાણાનો નિસર્ગ-ચિત્રકાર. તેનાં ચિત્રોમાં ચિત્રિત પ્રકાશ અને છાયા ઉપરથી દર્શક ચિત્રિત દિવસના સમયનું સાચું અનુમાન કરી શકે છે. માત્ર આટલી ચોકસાઈ જ નહિ, ચિત્રિત પ્રકાશ…

વધુ વાંચો >

વ્હિસ્લર, જેમ્સ (ઍબોટ) મેકનીલ (WHISTLER JAMES (ABBOT) MCNEILL)

વ્હિસ્લર, જેમ્સ (ઍબોટ) મેકનીલ (WHISTLER JAMES (ABBOT) MCNEILL) (જ. 14 જુલાઈ 1834, લૉવેલ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 17 જુલાઈ 1903, લંડન) : લંડનના રાત્રિજીવનનાં ચિત્રો તથા વ્યક્તિચિત્રો આલેખવા માટે જાણીતો અમેરિકન ચિત્રકાર. એમના વડવાઓ સ્કૉટિશ અને આયરિશ ખાનદાનના હતા. વિદ્યાર્થી તરીકે તે ‘યુનાઇટેડ સ્ટેટ્સ મિલિટરી એકૅડેમી’માં જોડાયા પણ તુરત જ ત્યાંથી…

વધુ વાંચો >

શફ, પીટર (જ. 1956, નેધરલૅન્ડ્ઝ)

શફ, પીટર (જ. 1956, નેધરલૅન્ડ્ઝ) : ઘનવાદી અને અમૂર્ત ચિત્રણા માટે જાણીતા આધુનિક અમેરિકન ચિત્રકાર. સમાંતર રેખાઓની આડી, ઊભી, અવળી, ત્રાંસી જાળીઓ રચી તેમાં રંગપૂરણી કરીને સ્વરોના આરોહ-અવરોહની માફક તે રંગોની છટા-છાયાની લાંબી શ્રેણીઓ રચે છે. 1980થી તેઓ ન્યૂયૉર્ક નગરના ઈસ્ટ વિલેજ લત્તામાં રહી ચિત્રસર્જનમાં વ્યસ્ત છે. અમિતાભ મડિયા

વધુ વાંચો >

શાકિર-અલી

શાકિર–અલી (જ. 1916, લખનૌ; અ. 1975, લાહોર, પાકિસ્તાન) : આધુનિક પાકિસ્તાની ચિત્રકાર. તેમણે 1938થી 1943 સુધી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાનો અને 1945થી 1946 સુધી દક્ષિણ ભારતનાં મંદિરોનાં પ્રાચીન શિલ્પોનો અભ્યાસ કર્યો. પછી તેમણે અમૃતા શેરગીલ, જામિની રૉય તથા અજંતાનાં ભીંતચિત્રોનો પ્રભાવ ઝીલ્યો. ભારત સ્વતંત્ર થતાં તેઓ…

વધુ વાંચો >

શાગાલ, માર્ક (Chagall Marc)

શાગાલ, માર્ક (Chagall Marc) (જ. 7 જુલાઈ 1887, વિટૅબ્સ્ક, રશિયા; અ. ?) : મધુર સ્વપ્નિલ ચિત્રો ચીતરવા માટે જાણીતા આધુનિક ચિત્રકાર; પરાવાસ્તવવાદી (surrealistic) ચિત્રકલાના અગ્રયાયી. પોલૅન્ડની સરહદ નજીક આવેલા નાનકડા રશિયન ગામડા વિટૅબ્સ્કમાં એક યહૂદી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. એમને આઠ ભાઈ-બહેન હતાં. કુંટુંબ ગરીબ કહી શકાય તેવું નહિ, પણ…

વધુ વાંચો >

શાન, બેન (Shahn, Ben)

શાન, બેન (Shahn, Ben) (જ. 12 સપ્ટેમ્બર 1898, કૌનાસ, રશિયા; અ. 14 માર્ચ 1969, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : સામાજિક અને રાજકીય ટીકા ધરાવતાં ચિત્રો ચીતરવા માટે જાણીતા આધુનિક ચિત્રકાર. મૂળ નામ બેન્જામિન શાન. તે ‘સોશિયલ રિયાલિસ્ટ’ નામના શિલ્પકાર-ચિત્રકાર જૂથના પ્રમુખ સભ્ય હતા. કુટુંબ સાથે વતન રશિયા છોડીને 1906માં શાન ન્યૂયૉર્ક…

વધુ વાંચો >

શાપિરો, મિરિયમ

શાપિરો, મિરિયમ (જ. 192૩, અમેરિકા) : અમૂર્ત ચિત્રણા માટે જાણીતાં અમેરિકન મહિલા ચિત્રકાર. તરુણાવસ્થાથી તેમણે અમૂર્ત અભિવ્યક્તિવાદી ઢબે ચિત્રણા શરૂ કરી. 1960માં તેઓ નારીવાદી (feminist) આંદોલનમાં જોડાયાં. એક અન્ય અમેરિકન મહિલા ચિત્રકાર જુડી શિકાગો સાથે તે ‘ફિમિનિસ્ટ આર્ટ પ્રોગ્રામ’નાં સહદિગ્દર્શક બન્યાં. આ સંસ્થાએ લૉસ એન્જલસ ખાતેની કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધી…

વધુ વાંચો >